________________
સાપેક્ષવાદ
૨૪૩ સ્યાદ્વાદ અને સપ્તભંગી
આપણે જોઈ ગયા કે સ્યાદ્વાદના મૂળમાં બે વિરોધી ધર્મો હોય છે. આ બે વિરોધી ધર્મોનું અપેક્ષાભેદે કથન સ્યાદ્વાદ છે. ઉદાહરણ તરીકે આપણે સને (સતુ ધર્મને) લઈએ. પહેલો પક્ષ છે સતનો. જયારે સતનો પક્ષ આપણી સામે આવે છે ત્યારે સતના વિરોધી અસતનો પક્ષ (વિરોધી પક્ષ) પણ આપણી સામે આવે છે. મૂળમાં આ બે પક્ષ છે. ત્યાર પછી ત્રીજો પક્ષ બે રૂપમાં હોઈ શકે છે –– કાં તો બન્ને પક્ષોના સમર્થનના રૂપમાં કાં તો બન્ને પક્ષોના નાના રૂપમાં જયાં સત્ અને અસત્ બને પક્ષોનું સમર્થન હોય છે ત્યાં ત્રીજો પક્ષ બને છે રાતઅસતુનો (અર્થાત્ ઉભયનો). જ્યાં બન્ને પક્ષોનો નિષેધ હોય છે ત્યાં ત્રીજો પક્ષ બને છે “ન સત ન અસ’નો (અર્થાત્ અનુભયનો). સત્, અસત્ અને અનુભવ આ ત્રણ પક્ષોનો પ્રાચીનતમ આભાસ 28 ટ્વેદના નાસદીયસૂક્તમાં મળે છે. ઉપનિષદોમાં બે વિરોધી પક્ષોનું સમર્થન મળે છે. તતિ તતિ”, “મોરીયાનુમતો મહીયાનુ સદરેથP' આદિ વાક્યોમાં સ્પષ્ટપણે બે વિરોધી ધર્મોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ પરંપરા અનુસાર ત્રીજો પક્ષ ઉભય અર્થાત્ સતઅસતુનો બને છે. જ્યાં સત અને અસત્ બન્નેનો નિષેધ કરવામાં આવ્યો ત્યાં અનુભયનો ચોથો પક્ષ બની ગયો. આ રીતે ઉપનિષદોમાં સત, અસત, સદસત અને અનુભવ એ ચાર પક્ષો મળે છે. અનુભય પક્ષ અવક્તવ્યના નામથી પણ પ્રસિદ્ધ છે. અવક્તવ્યના ત્રણ અર્થો થઈ શકે – (૧) સત્ અને અસત્ બન્નેનો નિષેધ . કરવો, (૨) સત્, અસત અને સદસત્ ત્રણેનો નિષેધ કરવો. (૩) સત અને અસતુ બન્નેનો અક્રમથી અર્થાત યુગપતું સ્વીકાર કરવો. જયાં અવક્તવ્યનું ત્રીજું સ્થાન છે ત્યાં સહુ અને અસત્ બન્નેનો નિષધ સમજવો જોઈએ. જયાં અવક્તવ્યનું ચોથું સ્થાન છે - સત, અસત, અને સઅસ (ઉભય) ત્રણેનો નિષેધ સમજવો જોઈએ. સત અને અસત્ બન્નેના યુગપ પ્રતિપાદન કરવાની સૂઝયા કલ્પના તર્કયુગના જૈનાચાર્યોની જણાય છે. આ વાત હવે પછી સ્પષ્ટ થઈ જશે. અવક્તવ્યતા બે પ્રકારની છે – એક સાપેક્ષ અને બીજી નિરપેક્ષ. સાપેક્ષ અવક્તવ્યતામાં એ વાતની ઝલક હોય છે કે તત્ત્વ સત્, અસત્ અને સઅસત્ રૂપે અવાચ્ય છે. એટલું જ નહિ પરંતુ નાગાર્જુન જેવા ૧. ઈશોપનિષદ્, પ. ૨. કઠોપનિષદ્, ૧.૨.૨૦.. ૩. મુંડકોપનિષદ્, ૨.૨.૧. ૪. “સન્ન વાસત્ શ્વેતાશ્વતરોપનિષદ્, ૪.૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org