________________
જ્ઞાનમીમાંસા
૨૧૭ ધૂમ લિંગ છે અને અગ્નિ સાધ્ય છે. ધૂમના સભાવના જ્ઞાનથી અગ્નિના સભાવનું જ્ઞાન કરવું ઉપલંભ છે. અનુપલંભનો અર્થ છે સાધ્યના અભાવથી લિંગના અસદુભાવનું જ્ઞાન. “જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ હોઈ શક્તો નથી' આ પ્રકારનો નિર્ણય અનુપલંભ છે. ઉપલંભ અને અનુપલંભરૂપ જે વ્યાપ્તિ છે તેનાથી ઉત્પન્ન થનાર જ્ઞાન તર્ક છે. “આના હોતાં આ હોય છે, આના અભાવમાં આ નથી હોઈ શકતું' આ પ્રકારનું જ્ઞાન તર્ક છે. તર્કનું બીજું નામ ઊહ છે.
પ્રત્યક્ષથી વ્યામિનું ગ્રહણ થઈ શકતું નથી, કેમ કે પ્રત્યક્ષનો વિષય સીમિત છે. જે વિષયથી પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે તે વિષય સુધી જ પ્રત્યક્ષ સીમિત રહે છે. ત્રિકાલવિષયક વ્યાપ્તિજ્ઞાન તેનાથી ઉત્પન્ન ન થઈ શકે. સાધારણ પ્રત્યક્ષનો વિષય વર્તમાનકાલીન સીમિત પદાર્થ છે. કોઈ સૈકાલિક નિર્ણય પર પહોંચવું એ પ્રત્યક્ષના વશની વાત નથી. તેના માટે તો કોઈ સ્વતન્ત્ર પ્રમાણની આવશ્યકતા છે જે ત્રિકાલવિષયક નિર્ણય પર પહોંચવા સમર્થ હોય. આ પ્રમાણ તર્ક છે.
અનુમાન પણ તર્કનું સ્થાન નથી લઈ શકતું કેમ કે અનુમાનનો આધાર જ તર્ક છે. જ્યાં સુધી તર્ક દ્વારા વ્યાતિજ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી અનુમાનની પ્રવૃત્તિ જ અસંભવ છે. બીજા શબ્દોમાં, જો તર્ક પ્રમાણજ્ઞાન ન હોય તો અનુમાનની કલ્પના જ થઈ શકે નહિ. અનુમાન પોતે જ તર્ક ઉપર પ્રતિષ્ઠિત છે. આવી સ્થિતિમાં અનુમાન તર્કનું સ્થાન કેવી રીતે લઈ શકે ? જે જ્ઞાન જેનાથી પહેલાં ઉત્પન્ન થતું હોય અને જેનો આધાર બનતું હોય તે જ્ઞાન તદ્રુપ ન હોઈ શકે; અન્યથા પૂર્વ અને પશ્ચાતુનો સંબંધ જ નષ્ટ થઈ જાય, આધાર અને આધેયની વ્યવસ્થા જ સમાપ્ત થઈ જાય. તેથી તર્ક અનુમાનથી ભિન્ન છે અને સ્વતંત્ર પ્રમાણ છે.
તર્કની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે વ્યાતિજ્ઞાન તર્ક છે. વ્યામિ શું છે એનું સ્પષ્ટીકરણ કરવું બાકી છે. “વ્યાખના હોતાં વ્યાપકનું હોવું જ અથવા વ્યાપક હોય તો જ વ્યાપ્યનું હોવું'- આ જાતનો જે નિયમતે વ્યાપ્તિ છે. ધૂમ અને અગ્નિના ઉદાહરણ દ્વારા એને વધુ સ્પષ્ટ કરીએ. ધૂમ વ્યાપ્ય છે અને અગ્નિ વ્યાપક છે. ધૂમ (વ્યાપ્યો હોતાં અગ્નિ (વ્યાપક) હોય છે જ અથવા અગ્નિ (વ્યાપક) હોય તો જ ધૂમ (વ્યાપ્યો હોય
१. व्याप्तिर्व्यापकस्य व्याप्ये सति भाव एव, व्याप्यस्य वा तत्रैव भावः ।
- પ્રમાણમીમાંસા, ૧.૨.૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org