________________
જ્ઞાનમીમાંસા
૨૧૫
છે ? સમાનતા, વિરોધ આદિ અનેક કારણે વાસના જાગૃત થઈ શકે છે. સ્મૃતિ અતીતના અનુભવનું સ્મરણ હોવાથી ‘તે’ એવો આકાર ધરાવતું જ્ઞાન સ્મૃતિની વિશેષતા છે.
ભારતીય દર્શનશાસ્ત્રના ઇતિહાસમાં જૈનદર્શન જ એવું દર્શન છે જે સ્મૃતિને પ્રમાણ માને છે. સ્મૃતિને પ્રમાણ ન માનનારા દાર્શનિકો ખાસ દોષ એ દેખાડે છે કે સ્મૃતિનો વિષય તો અતીત અર્થ છે, તે તો નાશ પામી ગયો છે, તેના જ્ઞાનને અત્યારે પ્રમાણ કેવી રીતે માની શકાય ? જે જ્ઞાનનો કોઈ વિષય અસ્તિત્વ ધરાવતો ન હોય, જે જ્ઞાનનો કોઈ વર્તમાન આધાર ન હોય, તે જ્ઞાન ઉત્પન્ન જ કેવી રીતે થઈ શકે ? વિષય વિના જ્ઞાનોત્પત્તિ કેવી રીતે સંભવે ? આનો ઉત્તર એ છે કે જ્ઞાનના પ્રામાણ્યનો આધાર અર્થ (વસ્તુ) સાથે જ્ઞાનનો અવિસંવાદ છે, અને નહિ કે અર્થની વર્તમાનતા. અર્થ કોઈ પણ સમયે ઉપસ્થિત કેમ ન હોય, પરંતુ જો જ્ઞાનનો તેની સાથે મેળ હોય, જ્ઞાન તેની વાસ્તવિકતાને ગ્રહણ કરતું હોય તો તે જ્ઞાન પ્રમાણ છે. વર્તમાન, ભૂત અને ભવિષ્ય કોઈ પણ કાળમાં રહેનારો પદાર્થ જ્ઞાનનો વિષય બની શકે છે. જો વર્તમાનકાલીન પદાર્થને જ જ્ઞાનનો વિષય માનવામાં આવે તો અનુમાન પણ પ્રમાણની કોટિમાંથી બહાર થઈ જશે કેમ કે તે ત્રૈકાલિક વસ્તુનું ગ્રહણ કરે છે. કેવળ વર્તમાનના આધાર પર અનુમાન ઊભું રહી શકતું નથી. સ્મૃતિ જો અતીત અર્થને ગ્રહણ કરવા છતાં અવિસંવાદી છે તો પ્રમાણ છે. જો કોઈ એવો આગ્રહ રાખે કે વર્તમાન પદાર્થનું જ્ઞાન જ પ્રમાણ હોઈ શકે છે, તો તેની સામે વિરોધમાં કહી શકાય કે અતીત પદાર્થનું જ્ઞાન જ પ્રમાણ છે. કથનમાત્રથી જો કોઈ વાત સિદ્ધ થઈ જતી હોય તો પ્રમાણ અને અપ્રમાણની પરીક્ષા વ્યર્થ છે. જ્ઞાનને પ્રમાણ એટલા માટે નથી માનવામાં આવતું કે તે વર્તમાન વસ્તુને ગ્રહણ કરે છે યા અતીત અર્થને પોતાનો વિષય બનાવે છે યા અનાગત પદાર્થનું ચિન્તન કરે છે. જ્ઞાન વસ્તુની યથાર્થતાનું ગ્રાહક હોવાથી પ્રમાણ મનાય છે. બીજા શબ્દોમાં જ્ઞાન અર્થ સાથે અવિસંવાદી હોવાથી પ્રમાણ મનાય છે. આ યથાર્થતા કે અવિસંવાદ ત્રણમાંથી કોઈ પણ કાળની વસ્તુમાં ઘટે છે. વિરોધી એક વધુ દોષ આપે છે. તે કહે છે કે જે વસ્તુ નાશ પામી ગઈ છે તે જ્ઞાનોત્પત્તિનું કારણ કેવી રીતે બની શકે ? જૈન દર્શન અર્થને જ્ઞાનોત્પત્તિનું અનિવાર્ય કારણ નથી માનતું, આ વાત અર્થ અને આલોકની ચર્ચા વખતે સિદ્ધ કરી દીધી છે. જ્ઞાન પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે અને અર્થ પોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં એવી શક્તિ છે કે તે અર્થને પોતાનો વિષય બનાવી શકે છે અને અર્થનો એવો સ્વભાવ છે કે તે જ્ઞાનનો વિષય બની શકે છે. અર્થ અને જ્ઞાન વચ્ચે કારણ અને કાર્યનો સંબંધ નથી. તેમની વચ્ચે તો શેય અને જ્ઞાતા, પ્રકાશ્ય અને પ્રકાશક, વ્યવસ્થાપ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org