________________
પાંચમું અધ્યયન સાપેક્ષવાદ
ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયું તે પહેલાં કેટલાંક સ્વપ્નો આવ્યાં હતાં, એવો ઉલ્લેખ ભગવતીસૂત્રમાં છે. એ સ્વપ્નોમાં એક સ્વપ્ન આવું છે ચિત્રવિચિત્ર પાંખોવાળા એક પુંસ્કોકિલને સ્વપ્નમાં દેખીને ભગવાન મહાવીર પ્રતિબુદ્ધ થયા.' આ સ્વપ્નનું ફળ શું છે એનું વિવેચન કરતાં કહેવામાં આવ્યું છે કે શ્રમણ ભગવાન મહાવીરે જે ચિત્રવિચિત્ર પુસ્કોકિલ સ્વપ્નમાં જોયો છે તેનું ફળ એ છે કે તે સ્વપરસિદ્ધાન્તનું પ્રતિપાદન કરનાર વિચિત્ર દ્વાદશાંગ ગણિપિટકનો ઉપદેશ દેશે. આ વર્ણન વાંચવાથી જણાય છે કે શાસ્ત્રકારે કેટલી સુંદર રીતે એક સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યું છે. ચિત્રવિચિત્ર પાંખોવાળો પુસ્કોકિલ કોણ છે? તે સ્યાદ્વાદનું પ્રતીક છે. જૈન દર્શનના પ્રાણભૂત સ્યાદ્વાદનું
આ કેટલું સુન્દર ચિત્રણ છે ! તે એક જ વર્ણની પાંખો ધરાવતો કોકિલ નથી પરંતુ ચિત્રવિચિત્ર પાંખોવાળો કોકિલ છે. જ્યાં એક જ જાતની પાંખો (પક્ષ) હોય છે ત્યાં એકાન્તવાદ હોય છે, સ્યાદ્વાદ કે અનેકાન્તવાદ હોતો નથી. જ્યાં વિવિધ વર્ણની પાંખો હોય છે ત્યાં અનેકાન્તવાદ યા સ્યાદ્વાદ હોય છે, એકાન્તવાદ નથી હોતો. એક વર્ણની પાંખોવાળા કોકિલ અને ચિત્રવિચિત્ર વર્ણોની પાંખોવાળા કોકિલમાં આ જ અન્તર છે.
તત્ત્વ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક છે, આ વાતને અમે પહેલાં કહી ગયા છીએ. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય વસ્તુની ચિત્રવિચિત્ર પાંખો છે. મહાવીરે આ જાતના તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેમણે વસ્તુના સ્વરૂપનું બધી દષ્ટિઓથી પ્રતિપાદન કર્યું. જે વસ્તુ નિત્ય જણાય છે તે અનિત્ય પણ છે. જે વસ્તુ ક્ષણિક જણાય છે તે નિત્ય પણ છે. નિત્યતા અને અનિત્યતા બન્ને એકબીજાનું સ્વરૂપ સમજવા માટે આવશ્યક છે. જ્યાં
१. एगं च णं महं चित्तविचित्तपक्खगं पुंसकोइलगं सुविणे पासित्ता णं पडिबुद्धे । ભગવતીસૂત્ર, ૧૬.૬.
२. जण्णं समणं भगवं महावीरे एगं महं चित्तविचित्तं जाव पडिबुद्धं तण्णं समणे भगवं महावीरे विचित्तं ससमयपरसमइयं दुवालसंगं गणिपिडगं आघवेति पन्नवेति परूवेति । એજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org