________________
૧૮૨
જૈન ધર્મ-દર્શન
સાદિક, સંપર્યવસિત, ગમિક અને અંગપ્રવિષ્ટ એ સાત અને અનક્ષર, અસંજ્ઞી, મિથ્યા, અનાદિક, અપર્યવસિત, અગમિક અને અંગબાહ્ય એ સાત તેમનાથી વિપરીત.' નદીસૂત્રમાં આ ભેદોનું સ્વરૂપ દર્શાવવામાં આવેલું છે. અક્ષરશ્રુતના ત્રણ ભેદો કરવામાં આવ્યા છે – સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યક્ષર. વર્ણનો આકાર સંજ્ઞાક્ષર છે. વર્ણનો ધ્વનિ વ્યંજનાક્ષર છે. જે વર્ણ શીખવા સમર્થ છે તે લધ્યક્ષરધારી છે. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર દ્રવ્યદ્ભુત છે. લધ્યક્ષર ભાવઠુત છે. ઉધરસ ખાવી, ઊંડા શ્વાસ લેવા આદિ અનસરશ્રુત છે. સંજ્ઞીશ્રુતના પણ ત્રણ ભેદ છે – દીર્ઘકાલિકી, હેતુપદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી. વર્તમાન,ભૂત અને ભવિષ્ય ત્રિકાલવિષયક વિચાર દીર્ધકાલિકી સંજ્ઞા છે. કેવલ વર્તમાનની દૃષ્ટિએ હિતાહિતનો વિચાર કરવો એ હેતૂપદેશિકી સંજ્ઞા છે. સમ્યકશ્રુતના જ્ઞાનના કારણે હિતાહિતનો બોધ થવો એ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે. જે આ સંજ્ઞાઓને ધારણ કરે છે તે સંજ્ઞી કહેવાય છે. જે આ સંજ્ઞાઓને ધારણ નથી કરતો તે અસંજ્ઞી કહેવાય છે. અસંજ્ઞી ત્રણ જાતના હોય છે. જેઓ સમનસ્ક હોવા છતાં વિચારી શકતા નથી તે પ્રથમ કોટિના અસંજ્ઞી છે. જે અમનસ્ક હોવાના કારણે વિચારી નથી શકતા તે બીજી કોટિના અસંશી છે. અમનસ્કનો અર્થ મનરહિત નથી પરંતુ અત્યન્ત કનિષ્ઠ મનવાળો છે.જે મિથ્યાશ્રુતમાં વિશ્વાસ કરે છે તે ત્રીજી કોટિનો અસંજ્ઞી છે. સાદિક શ્રુત તે છે જેને આદિ છે. જે શ્રતને કોઈ આદિ નથી તે અનાદિક શ્રત છે. દ્રવ્યદૃષ્ટિએ શ્રુત અનાદિક છે અને પર્યાયદષ્ટિએ શ્રુત સાદિક છે. સપર્યવસિત શ્રુત તે છે જેનો અત્ત થાય છે. જેનો કદી અત્ત થતો નથી તે શ્રુત અપર્યવસિત છે. અહીં પણ દ્રવ્યદષ્ટિ અને પર્યાયદષ્ટિનો ઉપયોગ કરી સમજવું જોઈએ. ગામિક મૃત તેને કહે છે જેના સંદેશ પાઠ ઉપલબ્ધ છે. અગમિક શ્રુત અસદશાક્ષરાલાપક હોય છે. અંગપ્રવિષ્ટ શ્રુત અને અંગબાહ્ય શ્રુત વિશે અમે આ પહેલાં જ લખી દીધું છે.
શ્રુતજ્ઞાનનો મુખ્ય આધાર શબ્દ છે. હસ્તસંકેત આદિ અન્ય સાધનોથી પણ શ્રુતજ્ઞાન થાય છે. પરંતુ એ સાધનો શબ્દનું જ કાર્ય કરે છે. અન્ય શબ્દોની જેમ તેમનું સ્પષ્ટ ઉચ્ચારણ કાને પડતું નથી. મૌન ઉચ્ચારણથી જ તેઓ પોતાનું કાર્ય કરે છે. શ્રુતજ્ઞાન જ્યારે એટલું અભ્યસ્ત થઈ જાય કે તેના માટે સંકેતસ્મરણની આવશ્યકતા જ ન રહે ત્યારે તે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનની અંદર જ સમાવિષ્ટ થઈ જાય છે. શ્રુતજ્ઞાન માટે ચિન્તન અને સંકેતસ્મરણ અત્યંત આવશ્યક છે. અભ્યાસદશામાં એવું ન હોતાં
૧. આવશ્યકનિયુક્તિ, ૧૭-૧૯. ૨. નન્દીસૂત્ર, ૩૮. ૩. એજન, ૩૯-૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org