________________
૧૮૪
જેને ધર્મ-દર્શન મતિજ્ઞાન પહેલાં થાય છે અને શ્રુતજ્ઞાન પછી. એ પણ જરૂરી નથી કે જે વિષયનું મતિજ્ઞાન થાય તે વિષયનું પછી શ્રુતજ્ઞાન થવું જ જોઈએ. આવી પરિસ્થિતિમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બન્ને સહચારી કેવી રીતે હોઈ શકે ? નન્દીસૂત્રમાં જે સહચારિત્વ છે તે કોઈ વિશેષ જ્ઞાનની અપેક્ષાએ નથી. તે તો એક સામાન્ય સિદ્ધાન્ત છે. સામાન્ય રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સહચારી છે કેમ કે પ્રત્યેક જીવમાં આ બન્ને જ્ઞાનો સાથે રહે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિનાનો કોઈ જીવ (સંસારી જીવ) નથી. એકેન્દ્રિયથી લઈને સંજ્ઞી પંચેન્દ્રિય સુધી દરેક જીવમાં ઓછામાં ઓછા બે જ્ઞાનો હોય છે. આ દષ્ટિએ કહેવામાં આવ્યું છે કે જયાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન પણ છે અને
જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે. આ બે જ્ઞાનો જીવમાં કોઈ ને કોઈ માત્રામાં દરેક ક્ષણે રહે છે. શક્તિરૂપે તેમની સત્તા સદૈવ હોય છે. સામાન્યની દૃષ્ટિએ આ સહચારિત્વ છે, નહિ કે કોઈ વિશેષ જ્ઞાનોની દષ્ટિએ.
જિનભદ્ર કહે છે કે જે જ્ઞાન ઋતાનુસારી છે, ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે તથા નિયત અર્થને સમજાવવામાં સમર્થ છે તે ભાવથુત છે. બાકી જ્ઞાન મતિ છે.' કેવળ શબ્દજ્ઞાન શ્રત નથી. જે શબ્દજ્ઞાનની પાછળ શ્રુતાનુસારી સંકેતસ્મરણ છે અને જે નિયત અર્થને સમજાવવામાં સમર્થ છે તે જ શબ્દજ્ઞાન શ્રત છે. આ સિવાયનું બાકીનું બધું શબ્દજ્ઞાન મતિજ્ઞાન છે. સામાન્ય શબ્દજ્ઞાન, જે કેવળ મતિજ્ઞાન છે તે, વધતું વધતું અર્થાત સમૃદ્ધ થતું થતું ઉપર્યુક્ત સ્તર સુધી પહોચી જાય છે ત્યારે તે શ્રુતજ્ઞાન થઈ જાય છે. શબ્દજ્ઞાન હોવા માત્રથી જ કોઈ પણ શબ્દજ્ઞાન શ્રુતજ્ઞાન બની જતું નથી. શ્રુતજ્ઞાન માટેની જે શરતો છે તે પૂરી કરે તો જ શબ્દજ્ઞાન શ્રુતજ્ઞાન બને છે. શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ હોવાથી શબ્દને દ્રવ્યશ્રુત કહેવાય છે. વસ્તુતઃ ભાવશ્રુત જ શ્રુત છે. તે આત્મસાપેક્ષ છે, તેથી શ્રુતાનુસારિત્વ, ઇન્દ્રિય અને મનોજન્ય વ્યાપાર અને નિયત અર્થને સમજાવવાનું સામર્થ્ય – આ બધી બાબતો હોવી જરૂરી છે. આગળ આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છે કે વક્તા કે શ્રોતાનું તે જ જ્ઞાન શ્રુતજ્ઞાન છે જે શ્રુતાનુસારી છે. જે જ્ઞાન શ્રુતાનુસારી નથી તે મતિજ્ઞાન છે. જે કેવળ
१. इंदियमणोनिमित्तं जं विण्णाणं सुयाणुसारेण ।
નિયભુત્તિસમ€ તે ભાવતુર્થ મ ય | વિશેષાવશ્યકભાષ્ય, 100. ૨.. મળો સુગો વસુયં તં નમદ સુયાનુસાર વિU[|
ઢોટું પિ મુવાદ્ય = વિUM તયં યુદ્ધ એજન, ૧૨૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org