________________
૨૦૨
જૈન ધર્મ-દર્શન
ક્યાંક બહાર પરદેશ જતો રહે છે. કેટલાંક વર્ષો બાદ તે યુવાવસ્થામાં પ્રવેશી જાય છે. જ્યારે તે પાછો ઘરે આવે છે ત્યારે પહેલાં તો માતા તેને ઓળખી શકતી નથી. થોડા વખત પછી તેના શરીર પર કોઈ એક ચિહ્ન દેખે છે જે ચિહ્ન બાલ્યાવસ્થામાં પણ હતું. તે જોતાં જ માતા તરત જ જાણી જાય છે કે આ મારો જ પુત્ર છે. આ પૂર્વવત્ અનુમાનનું ઉદાહરણ છે.૧
શષવત્ – શેષવત્ અનુમાન પાંચ પ્રકારનું છે – કાર્ય ઉપરથી કારણનું અનુમાન, કારણ ઉપરથી કાર્યનું અનુમાન, ગુણ ઉપરથી ગુણીનું અનુમાન, અવયવ ઉપરથી અવયવીનું અનુમાન અને આશ્રિત ઉપરથી આશ્રયનું અનુમાન.
શબ્દથી શંખનું, ભાંભરડાથી ગાયનું, કેકાથી મોરનું, હષાથી અશ્વનું અનુમાન એ કાર્ય ઉપરથી કારણનું અનુમાન છે.
તજુથી જ પટ બને છે, પટથી તનુ બનતાં નથી; કૃત્પિડથી ઘટ બને છે, ઘટથી મૃપિડ બનતો નથી ઈત્યાદિ કારણોથી કાર્યસ્થાપના કરવી એ કારણ ઉપરથી કાર્યનું અનુમાન છે.
નિકષથી સોનાનું, ગન્ધથી પુષ્પનું, ખારા સ્વાદથી લવણનું, આસ્વાદથી મદિરાનું, સ્પર્શથી વસ્ત્રનું અનુમાન એ ગુણ ઉપરથી ગુણીનું અનુમાન છે.
શિંગડાથી ભેંસનું, કલગીથી કૂકડાનું, દાંતથી હાથીનું, દાઢથી વરાહનું, પીંછાથી મોરનું, ખરીથી ઘોડાનું, નખથી વાઘનું, કેશથી ચમરી ગાયનું, પૂંછડીથી વાનરનું, બે પગથી માનવનું, ચાર પગથી પશુનું, કેસરથી સિંહનું, કકુભથી વૃષભનું, બંગડીવાળા હાથથી સ્ત્રીનું, પરિકરબન્ધથી યોદ્ધાનું, અધોવસ્ત્રથી (ઘાઘરાથી) નારીનું અનુમાન એ અવયવ ઉપરથી અવયવીનું અનુમાન છે.
ધૂમથી અગ્નિનું, બગલાથી પાણીનું, વાદળોથી વૃષ્ટિનું, શીલસમાચારથી કુલપુત્રનું અનુમાન એ આશ્રિત ઉપરથી આશ્રયનું અનુમાન છે.
આ પાંચ ભેદો અપૂર્ણ જણાય છે. કારણ અને કાર્યને લઈને બે ભેદ કર્યા પરંતુ ગુણ અને ગુણી, અવયવ અને અવયવી તથા આશ્રિત અને આશ્રયને લઈને બે બે ભેદો કર્યા નથી.જો કારણથી કાર્યનું અનુમાન કરી શકાય તો ગુણીથી ગુણનું,
૧. માયા પુત્તે નહી નäગુવા પુરી ચં.
काई पच्चभिजाणेज्जा पुव्वलिंगेण केणई॥ તં નહીં – ઉત્તેખ વા વા વા નંછો વા મણે વાતિના વા અનુયોગકાર, પ્રમાણપ્રકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org