________________
જ્ઞાનમીમાંસા
૨૦૯ પ્રમાણરૂપ જ ઉત્પન્ન થાય છે. તેમાં જે અપ્રામાણ્ય આવે છે તે બાહ્ય દોષના કારણે આવે છે. જ્ઞાનના પ્રામાણ્યનિશ્ચય માટે કોઈ અન્ય વસ્તુની આવશ્યકતા નથી. પ્રામાણ્ય સ્વતઃ ઉત્પન્ન થાય છે અને સ્વતઃ જ્ઞાત થાય છે. પ્રામાણ્યની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ સ્વતઃ છે. આને સ્વતઃપ્રામાણ્યવાદ કહે છે. નૈયાયિકો સ્વત:પ્રામાણ્યવાદને નથી માનતા. તેઓ કહે છે કે જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ એનો નિર્ણય કોઈ બાહ્ય પદાર્થના આધારે જ કરી શકાય. જે જ્ઞાન યથાર્થ અર્થાત્ અર્થ સાથે અવ્યભિચારી હોય તે પ્રમાણ છે. જે જ્ઞાન અથવ્યભિચારી નથી હોતું તે અપ્રમાણ છે. પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેની કસોટી બાહ્ય વસ્તુ છે. જ્ઞાન સ્વતઃ ન તો પ્રમાણ છે કે ન તો અપ્રમાણ. પ્રમાણ અને અપ્રમાણનો નિર્ણય ત્યારે જ થાય છે જ્યારે જ્ઞાનને વસ્તુ સાથે મેળવવામાં આવે છે. જેવી વસ્તુ હોય તેવું જ જ્ઞાન હોય તો તે જ્ઞાનને આપણે પ્રમાણ કહીએ છીએ. વસ્તુ જેવી હોય તેનાથી વિપરીત જ્ઞાન થાય તો તે જ્ઞાનને આપણે અપ્રમાણ કહીએ છીએ. નૈયાયિકોનો આ સિદ્ધાન્ત પરતઃપ્રામાણ્યવાદ કહેવાય છે. આમાં પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ ન થતાં પરતઃ થાય છે. સાંખ્ય દર્શનની માન્યતાનો પણ ઉલ્લેખ કરી દેવો જોઈએ. સાંખ્યની માન્યતા છે કે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્ને સ્વતઃ છે. અમુક જ્ઞાન પ્રમાણ છે અને અમુક જ્ઞાન અપ્રમાણ છે આ બન્ને નિર્ણયો સ્વતઃ થાય છે. આ માન્યતા નૈયાયિકોથી તદ્દન ઊલટી છે. નૈયાયિકો પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેનો નિર્ણય પરતઃ માને છે જ્યારે સાંખ્ય પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બન્નેનો નિર્ણય સ્વતઃ માને છે. જૈન દર્શન આ ટાણે થી ભિન્ન સિદ્ધાન્તથી સ્થાપના કરે છે. પ્રામાનિશ્ચય માટે સ્વત:પ્રામાયવાદ અને પરત:પ્રામાયવાદ બન્નેની આવશ્યકતા છે. સ્વતઃપ્રામાણ્યવાદનાં ઉદાહરણો જુઓ – એક વ્યક્તિ પોતાની હથેળી હમેશાં દેખે છે. તે તેનાથી ખૂબ પરિચિત છે. તે વ્યક્તિને પોતાની હથેળીવિષયક જ્ઞાનના પ્રામાયનો નિશ્ચય કરવા માટે કોઈ બાહ્ય વસ્તુની આવશ્યકતા નથી. પોતાની હથેળીને દેખતાં જ તે વ્યક્તિ નિશ્ચય કરી લે છે કે આ મારી જ હથેળી છે. બીજું ઉદાહરણ પાણીનું છે. એક વ્યક્તિને તરસ લાગી છે. તે પાણી પીએ છે અને તરત તેની તરસ શમી જાય છે. તરસ શમતાં જ તે સમજી જાય છે કે મેં પાણી પીધું છે. તે પાણી હતું કે નહિ એનો નિશ્ચય કરવા માટે તેને બીજી વસ્તુની મદદ લેવી પડતી નથી. કેટલીય વાર એવા પ્રસંગો આવે છે કે જ્યારે વ્યક્તિ પોતાની મેળે જ જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરી શકતી નથી. તેને કોઈ બાહ્ય વસ્તુની મદદ લેવી પડે છે. ઉદાહરણ તરીકે એક ઓરડો બંધ છે અને તેના બારણામાં નાનું છિદ્ર છે. તે છિદ્રમાંથી થોડોક પ્રકાશ બહાર નીકળી રહ્યો છે. તે પ્રકાશ દીપકનો છે કે મણિનો એનો નિર્ણય થતો નથી. નિર્ણય કરવા માટે ઓરડો ખોલવામાં આવે છે. દીપકની દિવેટ દેખાય છે. તેલનું
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org