________________
તત્ત્વવિચાર
૯૫ છે. તો પછી અરૂપીનો શો અર્થ છે? સામાન્ય ઇન્દ્રિયો દ્વારા અથત ઇન્દ્રિયોની સામાન્ય શક્તિ દ્વારા જે દ્રવ્ય યા પદાર્થનું સાક્ષાત જ્ઞાન થઈ શકે નહિ તે દ્રવ્ય યા પદાર્થ અરૂપી કહેવાય છે. આ દષ્ટિએ રૂપી પુદ્ગલ દ્રવ્યનો સૂક્ષ્મતમ અંશ અણુ પણ અરૂપી છે.
જે દ્રવ્ય યા પદાર્થ આકારવાળો છે તે રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શવાળો છે કે નહિ? જો તેને રૂપાદિવાળો માનવામાં આવે તો રૂપી અને અરૂપીનું અંતર જ ન રહે. જો તેનામાં રૂપાદિનો અભાવ માનવામાં આવે તો આકારનો કોઈ અર્થ જ રહેતો નથી કેમ કે રૂપાદિના અભાવમાં આકાર સંભવે જ કેવી રીતે? આકાર શું છે? સ્થાનવિશેષમાં થતા સ્થિતિવિશેષનું નામ જ આકાર યા આકૃતિ છે. આકારમાં ઓછામાં ઓછું રૂપ તો હોવું જ જોઈએ. જો રૂપ માની લઈએ તો રૂપસહભાવી અન્ય ગુણો સ્વતઃ સિદ્ધ થઈ જાય. આવી પરિસ્થિતિમાં પુદ્ગલ અને જીવાદિના ગુણોમાં શું અત્તર રહેશે? એવું જણાય છે કે વિવિધ તત્ત્વોમાં બે જાતનું અત્તર હોય છે– (૧) પ્રત્યેક તત્ત્વનું પોતપોતાનું વિશેષ કાર્ય હોય છે જે તેને બીજાં બધાંથી અલગ કરે છે. (૨) જીવાદિ તત્ત્વ પુગલથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે જેથી પુગલનું તો ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ અર્થાત્ જ્ઞાન થઈ જાય છે પરંતુ અન્ય દ્રવ્યોનું ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થઈ શકતું નથી અર્થાત્ તેમને ગ્રહણ કરવા ઇન્દ્રિયો અસમર્થ છે. આપણે કેવળ તેમનાં કાર્યો ઉપરથી તેમના અસ્તિત્વનું અનુમાન કરી શકીએ છીએ. તે ઇન્દ્રિયપ્રત્યક્ષનો વિષય બની શકતાં નથી. જે વિશિષ્ટ શક્તિસમ્પન્ન અથવા સાધનસમ્પન્ન વ્યક્તિઓ તેમનું પ્રત્યક્ષ (અતીન્દ્રિય પ્રત્યક્ષ) જ્ઞાન કરે છે તેઓ કેવા યથાસ્થિત રૂપમાં દેખે છે, તે આપણે કહી શકતા નથી. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ
જીવનું સ્વરૂપ જાણતાં પહેલાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે જીવની સ્વતંત્ર સત્તા છે કે નહિ? ચાર્વાક આદિ દાર્શનિકો જીવની સ્વતંત્ર સત્તામાં વિશ્વાસ ધરાવતા નથી. તેઓ ભૌતિક તત્ત્વોના વિશિષ્ટ સંયોગથી આત્માની ઉત્પત્તિ માને છે. જીવ કે આત્મા નામનું કોઈપૃથક્ સ્વતન્ત્ર તત્ત્વ નથી. જેમ જુદા જુદા પ્રકારના દ્રવ્યોના સંયોગથી માદકતા ઉત્પન્ન થાય છે તેમ ભૂતોના વિશિષ્ટ સંયોજનથી ચૈતન્ય પેદા થાય છે. ભારતમાં ચાર્વાક અને પશ્ચિમમાં થેલિસ, એનાન્સિમાંડર, એનાક્સિમીનેસ આદિ એકજડવાદી તથા ડેમોક્રેટસ આદિ અનેકજડવાદી આ માન્યતાના પક્ષપાતી છે.
વિશેષાવશ્યકભાયમાં આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સાબિત કરવા કેટલાંય પ્રમાણો આપવામાં આવ્યાં છે. સૌપ્રથમ આપણે પૂર્વપક્ષનો વિચાર કરીશું. આત્માના અસ્તિ1. Monistic Materialists. R. Pluralistic Materialists.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org