________________
તત્ત્વવિચાર
૯૯ સંશય અને સંશયીનો પ્રશ્ન પણ અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. સંશયના માટે કોઈ એવા તત્ત્વની અનિવાર્યતા છે કે તેનો આધાર હોય. અધિષ્ઠાન વિના કોઈ જ્ઞાનની ઉત્પત્તિ સંભવતી નથી. સાંખ્યકારિકામાં પુરુષની (આત્માની) સિદ્ધિ માટે એક હેતુ ‘ધિષ્ઠાન' પણ આપ્યો છે. તેવી જ રીતે ભોસ્તૃત્વ આદિ હેતુઓ પણ આપ્યા છે.' -આ બધા દેતુઓ અહીં પ્રયુક્ત થઈ શકે છે. વિશેષાવશ્યકભાષ્યમાં ભગવાન મહાવીર ગૌતમને કહે છે કે હે ગૌતમ ! જો સંશયી જ ન હોય તો હું છું કે નથી' એવો સંશય કરે છે કોણ, એવો સંશય ઉત્પન્ન થાય છે ક્યાંથી? જો તમે પોતે જ ખુદ પોતાના અંગે સંશય કરી શકો છો તો પછી શેમાં સંશય નહિ થાય ?
આત્માની સિદ્ધિ માટે ગુણ અને ગુણીનો હેતુ પણ આપવામાં આવે છે. ઘટના રૂપ વગેરે ગુણોને જોઈને ઘટનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવે છે, તેવી જ રીતે આત્માના જ્ઞાન વગેરે ગુણોનો અનુભવ કરીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે. ગુણ અને ગુણીનો સંબંધ અવિચ્છેદ્ય છે. જ્યાં ગુણ હોય છે ત્યાં ગુણી અવશ્ય હોય છે, અને જ્યાં ગુણી હોય છે ત્યાં ગુણો અવશ્ય હોય છે. નતો ગુણ ગુણીના અભાવમાં હોઈ શકે અને ન તો ગુણી ગુણના અભાવમાં હોઈ શકે. જયારે ગુણનો અનુભવ થાય છે ત્યારે ગુણીનું અસ્તિત્વ પણ હોવું જ જોઈએ.
વાદી આ હેતુ સ્વીકારી લે છે, પરંતુ તે કહે છે કે જ્ઞાન આદિ ગુણોનો આધાર શરીરથી અન્ય બીજો કોઈ નથી. જ્ઞાન આદિ જેટલા ગુણો અનુભવાય છે તે બધા ગુણો શરીરાશ્રિત છે. આવી પરિસ્થિતિમાં શરીરથી ભિન્ન એક સ્વતન્ત્ર આત્મા માનવાની કોઈ આવશ્યકતા નથી. જ્ઞાન વગેરે શરીરની જ ક્રિયાઓ છે, એટલે તેમનો આધાર શરીરથી પૃથફ અન્ય કોઈ દ્રવ્ય નથી. વાદીનો હેતુ (અનુમાન) આ પ્રમાણે છે– જ્ઞાન આદિ શરીરના ગુણો છે કારણ કે તે ગુણો શરીરમાં જ મળે છે, જે ગુણો શરીરમાં જ મળતા હોય તે ગુણો શરીરના જ હોય, જેમ કે જાડાપણું, દુબળાપણું વગેરે.
વાદીનો આ હેતુ વ્યભિચારી છે. તે કેવી રીતે? તેનો ઉત્તર આ પ્રમાણે છે – જ્ઞાનાદિ ગુણ ભૌતિક શરીરના ગુણો ન હોઈ શકે કેમ કે તે ગુણો અરૂપી છે જયારે શરીર તો રૂપી છે, જેમ કે ઘટ. રૂપી દ્રવ્યના ગુણો અરૂપી ન હોઈ શકે, જેમ કે ઘટના ગુણો અરૂપી નથી હોતા કેમ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય છે. જ્ઞાન આદિ ગુણો અરૂપી છે કેમ કે તે ઇન્દ્રિયગ્રાહ્ય નથી. તેથી જ્ઞાન આદિ ગુણ શરીરના ગુણ હોઈ શકે નહિ કેમ કે શરીર १. संघातपरार्थत्वात् त्रिगुणादिविपर्ययादधिष्ठानात्।
પુરુષોડતિ મોઝુમવત્ વાર્થ પ્રવૃત્તેિશ સાંખ્યકારિકા, ૧૭. ૨. વિશેષાવશ્યકભાષ્ય, ૧પપ૭. ૩. એજન, ૧૫૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org