________________
૫૮
જૈન ધર્મ-દર્શન પ્રભાચન્દ્ર અને વાદિરાજ
પ્રમેયકમલમાર્તડ અને ન્યાયમુમુદચન્દ્રએ બે ગ્રન્થ પ્રમાણશાસ્ત્રના મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે. પ્રમેયકમલમાર્તડ માણિક્યનન્દીકૃત પરીક્ષા મુખ પર એક બૃહત્કાય ટીકા છે. પ્રમાણશાસ્ત્ર સંબંધી બધા વિષયો પર પ્રકાશ પાડીને પ્રભાચન્દ્ર આ ગ્રન્થને ઉત્કૃષ્ટ કોટિનો બનાવી દીધો છે. સ્ત્રીમુક્તિ અને કેવલિકવલાહારનું ખંડન કરીને દિગમ્બર પરંપરાની રક્ષાનો પૂરો પ્રયત્ન કર્યો છે. શાકટાયન અને અભયદેવ દ્વારા આપવામાં આવેલ શ્વેતામ્બર પક્ષના હેતુઓનું વિસ્તારથી ખંડન કરવામાં આવેલ છે.
ન્યાયકુમુદચન્દ્ર લવીયસ્ત્રય પર ટીકારૂપે લખાયેલો ગ્રન્થ છે. તેમાં પણ મુખ્યપણે પ્રમાણશાસ્ત્રની ચર્ચા છે. આમ હોવા છતાં પણ તેમાં પ્રાયઃ પ્રત્યેક દાર્શનિક વિષય પર પૂરો પ્રકાશ પાડવામાં આવ્યો છે. ખરેખર જોઈએ તો પ્રભાચન્દ્રના ગ્રન્થોની શૈલી પ્રમાણશાસ્ત્રને અનુરૂપ છે પરંતુ સામગ્રીની દષ્ટિએ તેમનામાં પ્રત્યેક દાર્શનિક વિષયનો સમાવેશ છે. તત્ત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, જાતિવાદ આદિ બધા વિષયો ઉપર તેમની કલમ ચાલી છે. મૂલસૂત્રો અને કારિકાઓ તો માત્ર આધાર છે. જે કંઈ તેમને કહેવું હતું તે કોઈ ને કોઈ બહાને તેમણે કહી દીધું. પ્રભાચન્દ્રની એક વધુ વિશેષતા છે – તે છે વિકલ્પોની જાળ ફેલાવવાની. કોઈ પણ પ્રશ્નને લઈને દસ-પંદર વિકલ્પો સામે ખડા કરી દેવા એ તો તેમને માટે રમતવાત હતી. તેમનો સમય વિ.સં. ૧૦૩૭ થી ૧૧૨૨ સુધીનો છે.
વાદિરાજ પ્રભાચન્દ્રના સમકાલીન હતા. તેમણે અકલંકકૃત ન્યાયવિનિશ્ચય ઉપર વિવરણ લખ્યું છે. ગ્રન્થોનાં ઉદ્ધરણો દેવા એ તેમની વિશેષતા છે.પ્રમાણશાસ્ત્રની દૃષ્ટિએ આ વિવરણ મહત્ત્વપૂર્ણ છે. સ્થાને સ્થાને અનેકાન્તવાદની પુષ્ટિ કરવામાં આવી છે અને તે પણ પર્યાપ્ત માત્રામાં. જિનેશ્વર, ચન્દ્રપ્રભ અને અનન્તવીર્ય
જિનેશ્વરની રચના છે ન્યાયાવતાર ઉપરનું પ્રમાલક્ષ્મ નામનું વાર્તિક. તેમાં અન્ય દર્શનોના પ્રમાણભેદ, લક્ષણ આદિનું ખંડન કરવામાં આવ્યું છે અને ન્યાયાવતારસમ્મત પરોક્ષના બે ભેદો સ્થિર કરવામાં આવ્યા છે. વાર્તિકની સાથે તેની સ્વોપજ્ઞ વ્યાખ્યા પણ છે. તેનો રચનાકાળ વિ.સં. ૧૦૯૫ આસપાસ છે.
આચાર્યચન્દ્રપ્રભસૂરિએ વિ.સં. ૧૧૪૯ આસપાસ પ્રમેયરત્નકોષ નામે એકસંક્ષિપ્ત * ગ્રન્થ લખ્યો છે. આ ગ્રન્થ પ્રારંભિક અધ્યયન કરનારાઓ માટે બહુ કામનો છે.
આ જ સમયમાં આચાર્ય અનન્તવીર્યે પરીક્ષા મુખ ઉપર પ્રમેયરત્નમાલા નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org