Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 9
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર (૫) આઇ નૈતિક મૂલ્ય : પ્રામાણિકતા, કરુણા, સહઅસ્તિત્વ. આધ્યાત્મિક મૂલ્ય : અનાસક્તિ, સહિષ્ણુતા, મૃદુતા, અભય અને આત્માનુશાસન. આ પાંચ વર્ગોનાં સોળ મૂલ્યો (ગુણો) નો વિકાસ કરવો એ જ ‘જૈનદર્શન' નું ધ્યેય છે. સામાજિક અને નૈતિકતાની દૃષ્ટિથી પણ એનો વિકાસ થવો જરૂરી છે; ત્યારે જ વિદ્યાર્થી સાચી કેળવણી મેળવી શકે છે. તેવી જ રીતે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરવો પણ એટલો જ જરૂરી છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વયઃ ફક્ત આધ્યાત્મિક વ્યક્તિ કે ફક્ત વૈજ્ઞાનિક વ્યક્તિત્વ લાભદાયી બની શકતું નથી. પરંતુ બંનેથી સંયુક્ત વ્યક્તિત્વ વધારે લાભદાયી બની શકે છે. જેમ કે - એક વૈજ્ઞાનિકને પિનિયલના શારીરિક ફંક્શનની ખબર છે, પરંતુ તેના પર ધ્યાન-એકાગ્રતા કરીને ક્રોધ શાંત કરી શકાય છે એ વાતની ખબર હોતી નથી. પરંતુ એમાં આધ્યાત્મિક મૂલ્યપરક શિક્ષાનું જ્ઞાન એમાં જોડાય, તો ચોક્કસ ભાવપરિવર્તન થઈ શકે છે અને એનાથી વ્યવહાર અવશ્ય બદલાવી શકાય છે. ગુણોનો વિકાસ બે પદ્ધતિ દ્વારા થઈ શકે છે – વ્યવહાર દ્વારા ભાવ બદલાવી શકાય છે, અથવા તો તે ભાવ દ્વારા વ્યવહાર બદલાવી શકાય છે. વિજ્ઞાન બંનેને જોડતી કડીરૂપ છે. ભાવ દ્વારા રસાયણ બદલાય છે અને રસાયણ દ્વારા વ્યવહાર બદલાય છે. આમ સિદ્ધાંત અને પ્રયોગના સમન્વયથી વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવી શકાય છે. આદતો બદલાવી શકાય છે. ભાવપરિવર્તન માટે અનુપ્રેક્ષાના પ્રયોગ અને વ્યવહાર પરિવર્તન માટે વ્યાવહારિક-પ્રયોગ કરવાથી કેળવણીનું ક્ષેત્ર વધુ તેજસ્વી બનશે, અને સારા વ્યક્તિત્વનું નિર્માણ થશે. સત્ય એ છે કે – વિજ્ઞાનનો ઈતિહાસ ૮૦૦ વર્ષ પુરાણો છે, જયારે આધ્યાત્મિકનો ઈતિહાસ અબજો વર્ષ પુરાણો છે. તેમ છતાં જૈનદર્શનમાં કેળવણી વિચાર બંનેનું અધ્યયન અને અધ્યાપન આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયથી જ એક અભિનવ સંસ્કૃતિનો અભ્યદય થઈ શકશે. આજે “જૈનદર્શન' ની આ પ્રાચીન પણ અભિનવ મૂલ્યપરક કેળવણી ઉપર ચિંતન જરૂર થયું છે, અને કોઈ-કોઈ વિશ્વવિદ્યાલયમાં આ કેળવણીને પાઠ્યક્રમના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ પાઠ્યક્રમ નાત-જાતના કોઈ ભેદભાવ વગર બધા માટે ખુલ્લો મૂકી ભારતીય શિક્ષાજગતમાં એક સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું છે. ‘જૈનદર્શન' માં નારી કેળવણી ઉપર પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કેમ કે – કેળવણીની પ્રવર્તિકા જ બ્રાહ્મી અને સુંદરી હતી કે - જેઓ ચોસઠ કલામાં નિપુણ હતી. વૈદિકયુગમાં પણ સ્ત્રી-કેળવણીનો ઉચિત અવકાશ હતો. લોપામુદ્રા, મૈત્રેયી, ગાર્ગી જેવી અનેક વિદૂષીઓ એ સમયના પ્રચલિત નારીકેળવણીના ઉત્તમ ઉદાહરણો છે. રામાયણકાળમાં સ્ત્રીઓ માટે ચાર પ્રકારની શિક્ષાનું વિધાન હતું – નાનપણમાં જ એમને આયુધસંચાલન, રથચાલન વગેરે વિદ્યાઓ શીખવવામાં આવતી. પ્રાથમિક ચિકિત્સાનો પણ અભ્યાસ કરાવવામાં આવતો હતો. આમ, જૈન-સંસ્કૃતિમાં જેટલું યોગદાન પુરુષોનું રહ્યું છે, એટલું યોગદાન નારીઓનું હતું. પરંતુ વિદેશી આક્રમણો થતાં ધીમે-ધીમે પરિસ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો, તેમ છતાં સ્ત્રીકેળવણીનું મહત્ત્વ જળવાઈ રહ્યું અને આજે આધુનિક યુગમાં પ્રવેશતાં સ્ત્રીએ પુરુષ સમોવડીનું પદ પણ પ્રાપ્ત કરી લીધું છે. આમ, સ્ત્રીકેળવણીનો વિકાસક્રમ સદા પરિવર્તનશીલ રહ્યો છે અને પરિવર્તન એ જ જીવનનું પરાક્રમ છે. આવી રીતે આજની શિક્ષણપદ્ધતિમાં પણ પરિવર્તન આવે અને વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય એ જ જીવનનો શાશ્વત વૈભવ છે. (લેખિકા “જૈનપ્રકાશ' ના તંત્રી છે. શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે અને જૈનશિક્ષણમાં ખૂબ જ રસ ધરાવે છે.) ૧૪ ૧૫

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70