________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર
જેન શિક્ષણ - સંસ્કારિત શિક્ષણ
શ્રી ખીમજી મણશી છાડવા હાલના સમયમાં શિક્ષણને ઍકેડેમિક એટલે કે ફક્ત કમાવાના સાધનરૂપ બનાવી દેવામાં આવ્યું છે, જેનાથી ફક્ત બૌદ્ધિક જ વિકાસ થઈ રહ્યો છે; માનસિક બિલકુલ નહીં. પરિણામે ઉચ્ચ શિક્ષણ મેળવેલ વ્યક્તિઓ સતત તાણ અનુભવતા હોય છે અને રસ વગરનું જીવન વિતાવતા હોય છે. આ ઉપરથી ફલિત થાય છે કે હાલની શિક્ષણ પ્રથામાં કંઈક ખૂટે છે. આ કંઈક એટલે સંસ્કારલક્ષી શિક્ષણ. પ્રાચીન સમયમાં ગુરુકુળમાં જે શિક્ષણ આપવામાં આવતું હતું તે સંસ્કાર સાથે કૌશલ્ય વિકસાવવારૂપ હતું, જે હાલ શક્ય નથી. માટે હાલની શાળા | કૉલેજની પુરવણીરૂપે પાઠશાળાઓ વિકસાવવાની જરૂર છે, જે બાળકો | યુવાનોમાં સંસ્કારોનું પણ સિંચન કરે.
પાઠશાળાનું શિક્ષણ સ્વાભાવિકપણે જ ધાર્મિક હોવાનું. ધર્મ જ માણસને સંસ્કારી બનાવી શકે છે. તેમાં પણ જૈનદર્શન માણસને જીવન જીવવાની ખરી કળા શીખવે છે. જૈનદર્શન આહાર, વિહાર, આચાર, વિચાર વગેરે જીવનના અનેકવિધ પાસાઓથી સમૃદ્ધ છે. જૈનદર્શનમાં બાળ, યુવાન, પ્રૌઢને ઉપયોગી સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં છે. ફક્ત જરૂર છે યોગ્ય સમયે, યોગ્ય રીતે આધુનિક સાધનોના સહારે વિવિધતાભર્યું જૈન શિક્ષણ અપાવું જોઈએ.
પ્રથમ તો બાળકમાં જૈન ધર્મનું સિંચન નાનપણથી જ તેના માતાપિતાએ કરવું જોઈએ, જે માટે માતા-પિતાને જૈનધર્મનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. જે પાઠશાળા દ્વારા તેમને આપી શકાય.
બાળકમાં જૈનત્વનું બીજ વવાય પછીની જવાબદારી જૈન શાળાની બની જાય છે. જૈનત્વના સંવર્ધન માટે બાળકને જૈનશાળા | પાઠશાળામાં લાવવાની જરૂર છે. કુતૂહલવશ બાળકો કેવી રીતે જૈનશાળા તરફ આકર્ષાય તે સમજવું બહુ જરૂરી છે. પ્રભાવના વર્ષોથી આકર્ષક રહી છે, પણ હાલના જમાનામાં તે અપૂરતી
જૈનદર્શનમાં કેળવણી વિચાર છે. બાળકને આકર્ષવા માટે નવા નવા પુષ્કળ ગેઝેટ્સ ચારે બાજુ વિકસી રહ્યા છે. પરિણામે આ ઈલેક્ટ્રોનીક્સના યુગમાં જૈનશાળામાં એવા સાધનો વસાવવા પડશે. વ્યવહારિકતામાં બાળકોને ખેંચતા અન્ય આકર્ષણો જેવા કે ચિત્રકળા, નૃત્યકળા, સંગીત વગેરેના વર્ગોને જૈનશાળાએ પણ અપનાવવા પડશે. આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં અપાતું જૈનશાળાનું શિક્ષણ હાલ બિલકુલ શુષ્ક લાગવાનું, જે આપણે બરાબર સમજવું જોઈએ. એટલે આધુનિકતા લાવવાની ખાસ જરૂર છે.
હવે તો દેશ્ય-શ્રાવ્યનો જમાનો છે. એ દ્વારા બાળકની ગ્રહણશક્તિ વિકાસ પામે છે. જૈનદર્શનના પાયાના સિદ્ધાંતો વિનય-વિવેક, સત્ય, અહિંસા, સંયમ, શિષ્ટાચાર વગેરે બાળકમાં નાનપણથી રોપાવા જોઈએ અને ક્રમે ક્રમે તેમાં વિકાસ થવો જોઈએ. જે કામ જૈનશાળાઓ સારી રીતે કરી શકે, તેવા સંસાધનો તો વસાવવા જ જોઈએ, પણ જ્ઞાનદાતા પણ પ્રશિક્ષિત હોવા જોઈએ. તેઓ સતત પરિવર્તનશીલ હોવા જોઈએ. કારણ આ ફાસ્ટ બદલતા જમાના સાથે તાલ મેળવતાં મેળવતાં નિતનવી ટેકનિકથી જૈનશાળાને ધબકતી રાખવી પડશે.
પ્રાથમિક શાળાના બાળકોને જૈનત્વના સંસ્કાર રેડવામાં આવ્યા પછી માધ્યમિક શાળાના બાળકોમાં સંસ્કાર દેઢ કરવા જોઈએ એટલે તે પ્રમાણે પાઠશાળા પ્રશિક્ષણ આપવું જઈએ. ધર્મક્રિયાને પ્રેક્ટિકલ જ્ઞાન સાથે જોડવી જોઈએ. આ વયના નવયુવાનોને વિજ્ઞાનના એંગલ સાથે જૈન થિયરી વ્યવસ્થિત સમજાવવી જોઈએ. જૈન આગમમાં આજના શિક્ષણના બધા વિષયો સમાવિષ્ટ છે, જે પ્રકાશિત કરવા જોઈએ. શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે જૈન ધર્મની વિવિધ ક્રિયાઓની જેમકે ખમાસણા, કાઉસગ્ગ ધ્યાન, ખાનપાન સંયમ, વિવિધ આસનો વગેરેની છણાવટ સાથે સમજણ આપવી જોઈએ.
માધ્યમિક શિક્ષણ વય પછીનો કૉલેજકાળ શરૂ થાય છે, જેમાં યુવાનો મુક્ત વિહાર કરવા લાગતા હોય છે ત્યારે તેઓ લપસે નહિ એ હેતુ બરાબર સમજી જૈન ધર્મ - મર્મરૂપ લાલબત્તી સતત તેમના મગજ સાથે ઝબક્યા કરવી જોઈએ. જેના માટે વિશિષ્ટ શિબિરોનું આયોજન થવું જોઈએ.
- ૯૬