________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
હવે પંડિતો પણ ઓછા થતા દેખાય છે અને પંચમકાળને આધીન એવી ગેરસમજ પણ પ્રવર્તે છે કે ભણશે તો જ સારું કમાશું, ત્યારે જૈન શાસ્રો તો પરાપૂર્વથી કહેતા આવ્યા છે કે લક્ષ્મી તો માત્ર પુણ્યથી જ મળે છે અને પુરુષાર્થ તો કરવો પડે છે ધર્મ કરવા માટે. આજે સમાજમાં વિપરીત દેશ્ય દર્શાય છે. કેવું અજીબ લાગે જ્યારે વિચાર આવે કે ૮૪ લાખ જીવયોનિમાં માત્ર એક માનવ જ ધન કમાવાનો પુરુષાર્થ કરે છે ! અન્ય કોઈ જીવ ક્યારેય ભૂખને કારણે મરણને શરણ થતો નથી અને માનવનું પેટ તો ક્યારેય ભરાતું નથી ! તેથી જ હવે તાતી જરૂર છે એવા જૈન વિદ્યાકેન્દ્રો વધુ ને વધુ સ્થપાય કે જેમાં ભાષા, ઈતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન કે કમ્પ્યૂટર જેવા વિષયો સાથે-સાથે ભણાવાય, સંસ્કારરક્ષણ સહિતનું મૂલ્યશિક્ષણ, તથા ઘડાય જ્યાં જીવનના અંતિમ ધ્યેય વિષયક અધ્યાત્મના સુશિક્ષણની ગતિવિધિ.
શા માટે આપણે વાતાનુકૂલિત ઓરડામાં, મા-પિતાની શીતળ છાયામાં, ઉત્તમ રહેણીકરણી સાથે, ઉચ્ચ સુખ-સગવડતા તથા અભ્યાસ વગેરે પ્રાપ્ત કરી શક્યા છીએ ? આપણા જ ઘર કે સોસાયટી સમીપ ફૂટપાથ ઉપર નભતા અનેક પરિવારો અને આપણામાં આખરે ફેર શું છે ? જૈન ધર્માનુસાર ચાલતા વિદ્યાકેન્દ્રોમાં જો પ્રથમ દિવસે જ પૂછાય આવા પ્રશ્નો તો તે થકી વિદ્યાનાં અર્થીઓ વળી શકે કર્મના સિદ્ધાંત ઉપર. જૈન શાસનમાં જીવ થકી થતા આઠે કર્મની એટલી તો વિશદ ને વિસ્તૃત છણાવટ કરાયેલી છે કે બાળકમાં બાલ્યવયથી જ કર્મબંધનાં મુખ્ય પાંચ કારણો રૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ દૂર થતાં જન્મમરણનાં મૂળ બીજ જ નાશ પામી શકે ને કર્મ માટે પંડિત વીરવિજયજીએ જે કહ્યું છે તે સમજી શકે :
બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ? શોક વધે સંતાપથી.... શોક નરકની છાપ !
* ૧૦૨
જૈનદર્શનમાં કેળવણી વિચાર
વળી કર્મમુક્તિનો ઉપાય છે સંવર અને નિર્જરા. એમ આ વિદ્યાકેન્દ્રોમાં સમજાવાય તો સાથે-સાથે સારા કર્મ માટે કઈ રીતે પુણ્યના નવ પ્રકારોમાંથી પુણ્ય વધારતા જવું અને પાપના ૧૮ સ્થાનકોથી ચેતતા રહેવું એની કેળવણી મળતાં રોજ-બરોજનું જીવન મંગળ અને કલ્યાણનાં આવાસ રૂપ બની શકે. આત્મસાક્ષાત્કારનાં ચતુરંગ માર્ગરૂપ આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વ્યવહારમાં અપરિગ્રહ ને હૃદયમાં ક્ષમાપના ધારણ કરી શકે. જૈનદર્શનની
આ પાયાની કેળવણી સામે હાલ ભણાવાતા વિષયો ખૂબજ છીછરા લાગે છે. | નારૂં ન મમ | Being nobody - going nowhere. કંઈ થવું નથી અને ક્યાંય જવું નથી.
આ સંદેશ એકવીસમી સદીના બાળકોને ખૂબ વિચિત્ર લાગે. Ambition, comparison અને competition ના આ સમયમાં જૈન ધર્મ કેળવી શકે છે વર્તમાનમાં જીવવાની કળા. આ માટે યોગ-ધ્યાન-કાયોત્સર્ગ-સમાધિની સાધના કેળવવી જરૂરી છે. બૃહત્સંહિતાના રચયિતા શ્રી વરાહમિહિરનાં બંધુ, ઉવસગ્ગહરં સ્રોતનાં રચયિતા અંતિમ પૂર્વધર આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પણ મહાપ્રાણ ધ્યાન સાધવા ૧૨ વર્ષ નેપાળ દેશમાં ગયેલા તેવો ઈતિહાસ મળે છે.
ભૌતિક જગતની બહિર્મુખતા અને રાગ-દ્વેષ જેવા કષાયોની પક્કડ કઈ રીતે ઢીલી પાડવી તેની કેળવણી આપે છે જૈન ધર્મ. આર્ત્ત કે રૌદ્રધ્યાનનો પરિત્યાગ કરીને કઈ રીતે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આરાધીને મોક્ષ પમાય તેનો પંથ દર્શાવે છે જૈન ધર્મ. ચાર પ્રકારની ઔત્પાતિકા, વૈનયિકા, કાર્મિકા અને પારિણામિકા બુદ્ધિ કઈ રીતે કેળવવી અને આત્મકેળવણી અર્થે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા પ્રકારની ચાર સુમતિ કઈ રીતે પ્રગટાવવી તે કેળવે છે જૈન ધર્મ. મહાપાપકારી કે હિંસામયી વર્તન કે વ્યવસાય કરવા છોડી દઈને
૧૦૩