Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 57
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર - ( જૈનધર્મ સંદર્ભમાં તપોવન ગુરુકુળ શિક્ષણપદ્ધતિ ( મિતેશભાઈ એ. શાહ “ભારતીય અસ્મિતાને પુનઃ ધમધમતી કરવા માટે અને પ્રજાના મોં ઉપર લાલી ચમકાવવા માટે માત્ર બે તપોવનો જ નહિ, પરંતુ દરેક જિલ્લામાં એક તપોવન મૉડેલ ઊભું કરવું જોઈએ. અનેક જૈન-અજૈન સંતોએ આ રીતના તપોવન મૉડેલના પ્રેરક બનવું પડશે. તેની સાથે સાથે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમી શ્રીમંત ગૃહસ્થોએ જગડુશાઓ કે ભામાશાઓ બનવું પડશે. તેમણે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રના રખોપાઓને તૈયાર કરનારી સંસ્થાઓ તરફ દાનનો પ્રવાહ અવિરતપણે વહેતો કરવો પડશે.” - ઉપરોક્ત વિધાન તપોવન શૈલીની શિક્ષણ પદ્ધતિની પ્રાચીન પરંપરાને પુનઃ ઉજાગર કરી, ગુજરાતની પ્રજા પર ઉપકારોની વર્ષા કરનાર પૂજ્ય પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા. નું છે. નવી પેઢીમાં દેશરક્ષા, સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાની ભાવના જાગૃત થાય અને તેમનામાં સુસંસ્કારોનું સિંચન થાય તે હેતુથી પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સને ૧૯૮૩ માં નવસારી મુકામે તપોવન સંસ્કારધામ તથા સને ૧૯૯૪ માં અમિયાપુર (સાબરમતીથી આશરે ૫ કિ.મી. દૂર) મુકામે તપોવન સંસ્કારપીઠની સ્થાપના કરવામાં આવી. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૬ વર્ષની વયે “મોક્ષમાળા’ નામનો ગ્રંથ લખ્યો હતો. ગ્રંથના પ્રારંભે તેઓશ્રી જણાવે છે, “આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો જૈનદર્શનમાં કેળવણી વિચાર પણ છે.” તેઓશ્રીના આ વિધાન પરથી સ્પષ્ટ થાય છે કે આત્મકલ્યાણ સાધવા માટે વિવેક-વિનય આદિ સગુણોનું સિંચન કરે તેવી વિદ્યાની આવશ્યકતા છે. અને આવી અપરા વિદ્યા સદ્દગુરુના સાન્નિધ્યમાં તપોવન કે એવા આશ્રમોમાં સંપ્રાપ્ત થઈ શકે છે. તપોવન શિક્ષણ પદ્ધતિ એ ભારતની પ્રાચીન કાળથી ચાલી આવતી ભવ્ય પરંપરા છે. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં હજારો દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ગુરુના સાન્નિધ્યમાં રહીને સંસ્કારલક્ષી વિદ્યા સંપ્રાપ્ત કરતા હતા. શ્રીકૃષ્ણ સાંદિપનિ ઋષિના આશ્રમમાં રહીને કેળવણી પ્રાપ્ત કરી હતી, તો શ્રી રામે વશિષ્ઠ ઋષિના સાન્નિધ્યમાં, પાંડવોએ ગુરુ દ્રોણાચાર્યના આશ્રયે રહીને વિદ્યાભ્યાસ સંપન્ન કર્યો હતો. વેદાંત પદ્ધતિમાં માનવજીવનને ચાર વિભાગોમાં વહેંચીને ચાર આશ્રમની વાત કરી છે; જેમાં પ્રથમના બ્રહ્મચર્યાશ્રમમાં ગુરુના સાન્નિધ્યમાં આશ્રમમાં રહીને વિદ્યાઉપાર્જનની વાત સામેલ છે. જંગલમાં -તપોવનમાં શિષ્ય સદ્ગુરુના સાન્નિધ્યમાં રહેતો, જેને કારણે વિદ્યાર્થીના સમુચ્ચય વ્યક્તિત્વનો વિકાસ થતો. જૈનધર્મમાં પણ પ્રાચીન કાળથી તપોવન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ ચાલી આવી છે. જૈન ધર્મના મહાન આચાર્ય અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યે માત્ર ૧૦વર્ષની વયે પોતાનું જીવન ગુરુચરણે સમર્પિત કર્યું હતું. પ્રાચીન કાળમાં જૈન આચાર્યો પોતાના શિષ્યો સાથે જંગલમાં રહેતા અને ગુરુમુખેથી ૧૨ અંગ ૧૪ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરતા. આપણી સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. આવા સદ્ગુરુના ઉપકારનો અપૂર્વ મહિમાગાન કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી “શ્રી આત્મસિદ્ધિ’ માં જણાવે છે, “જે સદ્દગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.” ૧૧૦ * ૧૧૧

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70