Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 60
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર ( સમૂહ-માધ્યમો અને જૈન ધર્મનું શિક્ષણ પ્રીતિ શાહ માનવજાતિના ઈતિહાસમાં સતત ચાલી આવતી અવિરત ક્રાંતિ અને પરિવર્તનશીલતા માનવજીવનની દશા, દિશા અને દૃષ્ટિને ધરમૂળથી પલટી નાખે છે. એક સમયે કઠપૂતળીનો ખેલ, ભવાઈ જેવાં પરંપરાગત માધ્યમો લોકસમૂહની સામાજિક, નૈતિક અને ભાવનાત્મક આવશ્યકતાઓને તૃપ્ત કરતાં હતાં. એમાં સૌપ્રથમ પરિવર્તન ત્યારે આવ્યું કે જયારે પુસ્તકો પ્રકાશિત થવા લાગ્યા. સમૂહ-માધ્યમની ક્રાંતિનો પ્રારંભ ૧૫ મી સદીમાં છાપકામની શોધ થઈ ત્યારથી થયો અને હજી અવિરત ચાલુ છે. તેનાથી મધ્યયુગની દીવાલો તૂટી અને સમાજમાં જ્ઞાનનો પ્રસાર થયો. આમાં એક પછી એક નવાં માધ્યમોનો પ્રવેશ થયો અને જ્ઞાનની નવી-નવી ક્ષિતિજો ઊઘડતી ગઈ. ટેક્નોલોજીની હરણફાળને કારણે નવી અવનવી પરિસ્થિતિઓનું સર્જન થતું ગયું. નાનાં ચોપાનિયાંમાંથી અખબારો અને પુસ્તકો સુધી પ્રગતિ થઈ. મુદ્રણ-માધ્યમ પછી સમૂહ-માધ્યમોનો બીજો પ્રકાર છે વીજાણુમાધ્યમોનો. જેમાં ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન અને ઈન્ટરનેટ વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક સમૂહ-માધ્યમ પરસ્પર સાથે સંકળાયેલાં છે. વ્યક્તિ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં સરળતાથી ગતિ કરી શકે છે. વળી આ માધ્યમોનો સમન્વય પણ થતો જોવા મળે છે. વીસમી સદી સમૂહ-માધ્યમોની બની રહી તો ૨૧ મી સદીમાં સોશિયલ મીડિયાં છવાઈ ગયું. વીસમી સદીના પરોઢ પૂર્વે ફિલ્મને યાંત્રિક રમકડું' ગણવામાં આવેલી, તો ટેલિવિઝનને ‘ઈડિયટ બૉક્સ' તરીકે નવાજવામાં આવ્યું. અત્યારે ઈન્ટરનેટના જૈનદર્શનમાં કેળવણી વિચાર દુરુપયોગ અંગે કાગારોળ મચાવીએ પણ સમાજના પ્રત્યેક પાસાને અસર કરનાર ઈન્ટરનેટ વિનાની જિંદગીની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણા જીવનની પ્રત્યેક ક્રિયા-પ્રક્રિયા, આવશ્યકતાઓ, વ્યવસ્થા, આર્થિક વ્યવહારો એ બધા પર ઈન્ટરનેટનું પ્રભુત્વ વધતું જાય છે. ૨૦મી સદીએ એક નવી પેઢીને ‘ટી.વી. જનરેશન” ની ભેટ આપી તો ૨૧ મી સદીએ નેટ જનરેશન' ની ! આજનો માનવી માહિતી અને ટેકનોલોજીના સુપર હાઈ-વેનો નાગરિક બની ગયો છે. કાનમાં સેલફોન, ટેબલ પર કયૂટર અને ડ્રોઈંગરૂમમાં ટેલિવિઝન - ચોવીસે કલાક મીડિયા સાથે જોડાયેલો છે. એનાથી આગળ આજે તો ઈન્ટરનેટ, કેમેરા, રેડિયો, ટી.વી. - બધું સેલફોનમાં ઉપલબ્ધ છે. પહેલાં ફોન સાથે વાયર જોડાયેલો રહેતો, આજે ફોન સાથે આપણે જોડાયેલા રહીએ છીએ. આજની પેઢી એના અનેક ઉપયોગોને જાણે છે અને પોતપોતાની રીતે મોબાઈલ પરિભાષિત કરે છે. ટેકનોલોજીએ માહિતી અને જ્ઞાનના બધા દરવાજા ખોલી આપ્યા છે – આ બધાથી માનવી શક્તિ છે કે આ બધાંનું શું કરવું ? પ્રત્યેક વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેના મનમાં જે આવે તેનો પ્રયોગ કરે છે અને શીખે છે. આજે સોશિયલ મીડિયાએ અન્ય માધ્યમો પર પણ પ્રબળ પ્રભાવ પાડ્યો છે. પત્રકારત્વની ઘણી માન્યતાઓને તોડી નાખી છે. રેડિયો અને ફિલ્મનું સ્વરૂપ બદલાતું જાય છે. નાગરિક સભ્યતા, સમાજ અને કુટુંબની વ્યવસ્થા પર પણ અસર કરી છે. નવા માધ્યમની વ્યાપક અને ઊંડી અસર લોકો પર જોવા મળે છે. કોઈપણ વિષયના પક્ષમાં કે વિપક્ષમાં જનમત બનાવવો, જનમતને પ્રભાવિત કરવો અને કોઈ પક્ષની તરફેણમાં કે વિરુદ્ધમાં લઈ જવો – એ માટે આ મહત્ત્વપૂર્ણ સાધન છે. પુસ્તક, સામયિક, રેડિયો, ફિલ્મ કે ટેલિવિઝન ૧૧૬ + ૧૧૦

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70