Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 65
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈન શિક્ષણ : એક વિશ્લેષણ સુરેશ પંચમીયા આજના કોમ્પ્યુટર, લેપટોપ, ઈન્ટરનેટ, મોબાઈલ, વોટ્સએપ અને ટ્વીટર વગેરે વીજ-ઉપકરણના યુગમાં કહો કે, ૨૧ મી સદીમાં કહો કે કળિયુગમાં કહો -આધ્યાત્મિક વિચારધારાને અનુસરવાવાળા અને આગળ ધપાવવાવાળા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ‘બહુરત્ના વસુંધરા' ના ન્યાયે કેટલાયે તત્ત્વસભર, ધર્મ-જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવામાં તેમજ તેનો વ્યાપ વધારવા માટે તત્પર એવા યુવાનો, યુવતીઓ, બાળ-વૃદ્ધ સહુ ધર્મના પંથે આત્મલક્ષ્મ પ્રયત્નશીલ છે. આવા તત્ત્વજ્ઞાનસભર સમૂહને સાચી દિશા બતાવવા માટે તેમજ તેમની વિચારસરણીને વેગ આપવા માટે તેમજ તેમના કાર્યોમાં સહાયક થવા માટે સંસ્થાઓ, સંઘો તેમજ Organised Associations તેમજ વિદ્યાપીઠો (University) ની તાતી જરૂર છે. આવી સુનિયોજિત સંસ્થાઓના નિર્માણ માટે ધર્માનુરાગી, કુશળ-અનુભવી, દીર્ઘદૃષ્ટા સંચાલકોની જરૂર પડે છે. સાથેસાથે સંત-સતીજીઓ, તત્ત્વજ્ઞાનીઓ અને સુશ્રાવકોના સહકારની પણ એટલી જ જરૂર પડે છે. સંસ્થાઓની સ્થાપના માટે અને તેના સુચારુ વહીવટ માટે અર્થના અનુદાનની પણ એટલી જ આવશ્યકતા છે. શાસનદેવની કૃપાથી આજના આ ભૌતિક યુગમાં પણ ભામાશા, જગડુશા, પેથડશા, દેદળશા જેવા ઉદાર હૃદયી દાતાઓ મૌજૂદ છે અને તેઓને Convience કરી સંસ્થાની ધાર્મિક પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવે તો તેઓ માતબર અનુદાન આપવામાં પાછી પાની કરતાં નથી. પણ અહીંયા જરૂર છે સંસ્થાના સંચાલકોના પારદર્શક વહીવટની અને સુનિયોજિત સંચાલનની. ૧૨૬ જૈનદર્શનમાં કેળવણી વિચાર હવે વાત કરવી છે ઉપરોક્ત બતાવેલ સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને તેઓની જવાબદારીઓની : (૧) ભગવાન મહાવીરે શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે પઢમં નાળ તો ય એટલે કે પહેલા જ્ઞાન પ્રાપ્ત કરો પછી દયા પાળો. જો જ્ઞાનનો જ અભાવ હશે તો દયા કેવી રીતે પાળીશું ? ૨૧,૦૦૦ વર્ષ સુધી પ્રભુનું શાસન ચાલવાનું છે તો તે ચલાવવામાં, પ્રભુએ પ્રગટાવેલી જ્ઞાન-રૂપી જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે આપણે પણ યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ અને આબાલ-વૃદ્ધ સહુ જ્ઞાન મેળવી શકે તે માટે આગમ-આધારિત ધાર્મિક પુસ્તકોનું નિર્માણ અને પ્રકાશન કરવું અને ઠેર-ઠેર જૈનશાળાઓ ખોલી, મહિલા-મંડળોની સ્થાપના કરી સહુને ધાર્મિક જ્ઞાન આપવું. જ્ઞાન આપવા માટે યોગ્ય શિક્ષક-શિક્ષિકાઓ તૈયાર કરવા, ધાર્મિક-શ્રેણી Certificate - Course નો અભ્યાસ ક્રમ Syllabus તૈયાર કરવો, ધાર્મિક પરીક્ષાઓ લેવી. આમ કરવાથી સમાજને શ્રાવક-શ્રાવિકાઓ, શ્રમણ-શ્રમણીઓ, વ્યાખ્યાતાઓ અને સંત-સતીજીઓ પ્રાપ્ત થાય છે અને આ રીતે શાસનની પ્રભાવના થઈ શકે છે. આ રીતે ભગવાન મહાવીરની આજ્ઞાને અનુસરીને આજની યુવાન પેઢી આગમથી (જૈન સિદ્ધાંતોથી) પરિચિત થાય છે. (૨) ધાર્મિક પરીક્ષાનો હેતુ અને તેનું આયોજન :- ભગવાન મહાવીરની આજ્ઞાને જીવંત રાખવા તેમજ આગળ ધપાવવા સ્વાધ્યાય એ એક સશક્ત માધ્યમ છે. સ્વાધ્યાય એ પરીક્ષાની પૂર્વતૈયારી રૂપે છે અને પરીક્ષા એ હરીફાઈ માટે નથી પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે, તે એક પ્રકારનું આવ્યંતર તપ છે અને જેના વડે જ્ઞાનાવરણીય ૧૨૭

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70