Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 66
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર કર્મોનો ક્ષય થાય છે. માટે પરીક્ષાર્થીઓએ વિચારવું જોઈએ કે આ પરીક્ષા (ધાર્મિક જ્ઞાનાભ્યાસ) મારા આત્માની સુરક્ષા માટેનો સમ્યક્ પુરુષાર્થ છે, જે મારા ભવિષ્યની મૂડી છે. જે આ ભવની વૃદ્ધાવસ્થામાં અને પરભવમાં પણ અનંત સુખ અપાવશે. ભગવાન મહાવીરે પણ શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાન અને દર્શન ઈહભવિક (આ ભવમાં સાથે રહેનારું) પરભવિક (બીજા ભવમાં સાથે જાય તેવું) અને તદુભયભવિક (ભવાંતરમાં ત્રીજાચોથા ભવમાં સાથે જાય તેવું) છે. માટે જ વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવી ધાર્મિક-શ્રેણીઓની પરીક્ષાનું આયોજન કરવું અત્યંત જરૂરી છે. આજના બાળકો English Medium માં અભ્યાસ કરે છે. માટે તેઓ માટે English અને Hindi માં પેપરો કાઢવા જોઈએ, જેથી તેઓ પણ પરીક્ષા આપી શકે. (૩) ધાર્મિક-શિબિરો, પ્રશ્ન-મંચો, ધાર્મિક વાર્તા આધારિત સંવાદો અને નાટકોનું આયોજન કરવું જોઈએ. ધાર્મિક કથાઓ પર આધારિત નાટકોના પાત્ર ભજવવા બાળકો તેમજ યુવાનોને તૈયાર કરવાં, જેથી તેઓમાં ધાર્મિક સંસ્કારો આવે અને જે-તે સત્પુરુષોના ચરિત્ર ભજવતા તેઓમાં સંયમના બીજ રોપાય અને તેમના જેવા બનવાના ભાવ જાગે. ધાર્મિક સંવાદ, જ્ઞાન-સ્પર્ધા કે પ્રશ્નમંચોના આયોજનોથી તેઓ ભવિષ્યમાં સારા પ્રવચનકાર પણ બની શકે છે. (૪) પ્રદર્શનો (Exibitions) અને ચિત્ર-હરીફાઈઓનું આયોજન કરવું અને તેના માધ્યમથી પણ બાળકો અને યુવાનોમાં ધર્મ-રુચિ જાગે, ધર્મની શ્રદ્ધા વધે તેઓમાં ધર્મનો રસ જાગે. • ૧૨૮ જૈનદર્શનમાં કેળવણી વિચાર (૫) વ્યાખ્યાનમાળાઓનું આયોજન :- પર્યુષણ-પર્વ દરમ્યાન અથવા પ્રસંગોપાત વ્યાખ્યાનમાળા તથા જ્ઞાન-સત્રનું આયોજન કરી સમાજમાં ધર્મજાગૃતિ લાવવાનો પ્રયત્ન થવો જોઈએ. અલગ-અલગ જગ્યાઓએ, વિવિધ વિષયો ઉપર જ્ઞાન-સત્રનું આયોજન કરવું, જેથી તેના વડે કુશળ વક્તા અને પ્રખર વ્યાખ્યાતા તૈયાર થઈ શકે. અંતમાં અગત્યના સૂચનો ઃ આ જમાનાના વાયરા પ્રમાણે બાળકો અને તેઓના Parents માં અંગ્રેજી ભાષા તરફનો ઝોક (વલણ) હોવાથી ધાર્મિક જ્ઞાનવર્ધક પુસ્તકોને English માં રૂપાંતરિત કરવા અત્યંત જરૂરી છે. આગમોને પણ English માં translate કરી દેશ-વિદેશમાં મોકલવા, સાથે C.D., D.V.D. ને (ધાર્મિક પ્રવચનો) પણ વિદેશોમાં ઉપલબ્ધ કરાવવાં, જેના પરિણામે ધર્મનો પ્રચાર વધે અને તેઓ ધર્માનુરાગી બને. શારીરિક રૂપે સક્ષમ હોય તેવા નિવૃત્ત, શ્રદ્ધાવંત ધર્મ-રુચિવાળા ભાઈબહેનોને સંસ્થામાં જોડી તેમના અનુભવનો અને સેવાનો લાભ લેવો જોઈએ, જેથી તેઓને પણ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ મળી રહે. અંતિમ પણ અગત્યનું સૂચન કે સંઘોમાં કે ધાર્મિક-સંસ્થાઓમાં ધર્મ પ્રત્યે રુચિ રાખનારા, જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને જાણનારા તેમજ તેનું યથાયોગ્ય આચરણ કરવાવાળા શ્રાવક-શ્રાવિકાઓએ જ કમિટીમાં સામેલ થઈ સેવા આપવી જોઈએ, જેથી સંસ્થાને સાચી દિશા પ્રાપ્ત થાય અને સંસ્થા પ્રગતિના પંથે આગળ વધે. (જૈન ધર્મના અભ્યાસુ સુરેશભાઈ મુંબઈ જૈન મહાસંઘ સંચાલિત છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડના પ્રમુખ છે અને તેઓએ ઘાટકોપર સાંઘાણી જૈન સંઘમાં ટ્રસ્ટી-મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપેલ છે.) * ૧૨૯

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70