Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 59
________________ જેનદર્શનમાં કેળવણી વિચાર 'उत्तमानां स्वभावोऽयं परदुःखासहिष्णुता ।' વિનય, વિવેક, ક્ષમા, કરુણા, સરળતા, સંતોષ જેવા અનેકવિધ સદ્ગુણોનો વિકાસ તપોવન શિક્ષણ પદ્ધતિ દ્વારા થઈ શકે છે. ચીલાચાલુ શિક્ષણપદ્ધતિ વિદ્યાર્થીઓમાં વિવેક જગાવી શકતી નથી અને વિવેમષ્ટાના” भवति विनिपातः शतमुखः। આજનું શિક્ષણ માહિતીપ્રધાન છે. તપોવન શિક્ષણ પદ્ધતિ દ્વારા Information + Knowledge+ Wisdom + Self-relization 34 all શકાય છે. ચોપડીઓના જ્ઞાનને મગજમાં ઉતારી જીવનમાં પ્રયોગ કરવાની કળા તપોવન પદ્ધતિ શીખવાડે છે. AThought without action is like a body without soul. ગુરુકુળ પદ્ધતિમાં ગુરુ પોતાના વર્તનથી શિષ્યોને ભણાવે એટલે તેની શિષ્યો પર ભારે અસર થાય છે. વિદ્યાર્થીઓમાં ગુણો – સંસ્કારોસુટેવોની ખિલવણી થાય છે અને કેળવણીનો હેતુ સાકાર થાય છે. વિદ્યાર્થી પોતાના મન પર કાબૂ રાખતા શીખે છે. માત્મવત્ સર્વભૂતેષુ : પરત સ પશ્યત: અને ત્મિન: પ્રતિવનન પરેષાં ન સમાયરેલૂ - આવા પાઠ વિદ્યાર્થીને ગુરુકુળમાં શીખવા મળે છે. વર્તમાનમાં જે વૃદ્ધાશ્રમોની સમસ્યા છે તે તપોવન – ગુરુકુળ પદ્ધતિથી તેનો ઉકેલ આવી શકે છે. કારણ કે તપોવન-ગુરુકુળમાં શીખવવામાં આવે છે – "सर्वतीर्थमयी माता सर्व देवमय: पिता। मातरं पितर तस्मात् सर्व यत्नेन पूजयेत् ।।" ન્યાયમાર્ગથી ચલિત ન થવાનું બળ ગુરુકુળમાંથી મળે છે. તપોવનમાં કેવા ગુરુ હોય છે? મુખ મલતું જેનું સદા, હોય જ્ઞાન નીતરતું રે, એવા ગુરુની સન્મુખ, શિષ્યનું શીશ સદા નમતું.” વર્તમાનમાં ગુરુને શિક્ષક પણ કહે છે. આદર્શ શિક્ષકમાં કેવા ગુણો હોવા જોઈએ? - ૧૧૪ - - જૈનદર્શનમાં કેળવણી વિચાર T-Tactpul-વ્યવહારકુશળ E-Efficient-કાર્યક્ષમ A-Adorable - આદરણીય C-Courteous - Carell H-Honest - પ્રામાણિક E-Exemplary-અનુકરણીય R- Resourceful - El-1046 તપોવન ગુરુકુળ પદ્ધતિને સ્વીકારવાથી વિદ્યાર્થી ધાર્મિક વૃત્તિનો બને છે. ગુરુના મુખે સંસ્કારપ્રેરક વાર્તાઓ સાંભળીને બાળકોને ટી.વી.નું સહજ વિસ્મરણ થઈ જાય છે. સત્સંગનો સેતુ નિરંતર રહેતો હોવાથી બાળકોમાં સહેજે ધાર્મિક સંસ્કારોનું બીજારોપણ થાય છે. વિદ્યાર્થીની વકતૃત્વ શક્તિનો વિકાસ થાય છે, પ્રભુભક્તિમાં લીન બને છે, માતા-પિતાના ઉપકારો જાણી કૃતજ્ઞતાનો ગુણ વિકસે છે. ગરીબો, અબોલ પશુઓ, વનસ્પતિ પ્રત્યે હૃદયની સંવેદનાઓ જાગૃત થાય છે, સ્વાશ્રયનો ગુણ કેળવાય છે, ફેશન અને વ્યસનોથી મુક્ત રહી દેશ, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે તે જાગૃત બને છે, સહજતાથી સંસ્કારોનું સિંચન થાય છે, રાષ્ટ્રદાઝ, સંસ્કૃતિદાઝ અને ધર્મની ખુમારી પેદા થાય છે, વિવિધ ઉજવાતા ઉત્સવોને કારણે વિદ્યાર્થીનું મન સદા પ્રફુલ્લિત રહે છે, વિદ્યાર્થીઓનું ભણતર સાથે જીવન ઘડતર થાય છે, શુદ્ધ પર્યાવરણ અને કુદરતી સૌંદર્ય માણવાનો લાભ મળે છે, સાત્ત્વિક આહારથી તન અને મન સ્વસ્થ રહે છે, વિવિધ કળાઓમાં પારંગત થાય છે, ગુરુનું વિશાળ જ્ઞાન જોઈને વાંચનભૂખ જાગે છે, આપોઆપ સંયમ કેળવાય છે. આમ, તપોવન | ગુરુકુળમાં શિક્ષણ લેવાથી વિદ્યાર્થીઓનો સર્વતોમુખી વિકાસ થાય છે. જો બાળકનું સાચું હિત ઇચ્છતા હોય તો દરેક મા-બાપે પોતાના સંતાનને તપોવન | ગુરુકુળમાં ભણવા મૂકવો જોઈએ. આજના યુગમાં તપોવન એ જ તરણોપાય છે. (અમદાવાદ સ્થિત જૈનધર્મના અભ્યાસુમિતેશભાઈ ‘દિવ્યધ્વનિ'ના તંત્રી છે. તેમના લેખો સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર પ્રસિદ્ધ થાય છે.) * ૧૧૫

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70