Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 54
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર નિર્દોષ વ્યવહારમાં વ્યસ્ત રહેવું, નિંદા કરવી તો પોતાના અવગુણોની જ કરવી, સ્થાવરનિકાયનાં પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાયના જીવો કે બેઈન્દ્રિયોમાંથી, જયાં ‘નયUTI રૂવ ઇમ્પો' કે “જયણા એ જ ધર્મ' નું રહસ્ય સમજાઈ શકે છે. વળી પરિસરમાં જ દેરાસર, ઉપાશ્રય, આયંબિલ શાળાદિ હોવાથી શ્રમણ ભગવંતોની ઉપસ્થિતિ શક્ય બને છે ને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ સમા મૂલ્યવાન નવતત્ત્વોની સમજણ પણ બાળજીવો પામી શકે છે. ૭૨ લાખ નાડીઓ આપણા સ્થૂળ શરીરમાં છે અને એમાંથી ૭૨OOO નાડીઓ મુખ્ય છે. તેમાંયે અતિમુખ્ય છે ૧૦ નાડી અને તેની અંદર પણ ઈડા, પિંગળા અને સુષુણ્ણા નાડીઓને પ્રાણાયામ દ્વારા સાધવાથી એકાગ્ર થઈ દેહ મહાકારણમાં પ્રવેશે ત્યારે ‘સમાધિ’ અવસ્થામાં જીવનના મૂળ ઉદ્દેશ્યનો રહસ્યસ્ફોટ અને વિશિષ્ટ આત્મશક્તિઓનું પરિફોટન શક્ય બને છે. સ્થૂળ શરીર, પ્રાણશરીર, કારણશરીરનો તફાવત અને કારણ શરીરમાં રહેલ પંચેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયોનું રહસ્ય શ્રમણોની નિશ્રામાં કે પંડિતોની ઉપસ્થિતિમાં સમજાઈ શકે છે. આ દરેક પામવા માટે કઈ રીતે આહારશુદ્ધિ, વિહારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને ભાવનાશુદ્ધિ આવશ્યક છે તેની સમજ પણ કેળવે છે જૈન ધર્મ. - ધન, પદ, પ્રતિષ્ઠા અને યશમાં જ જીવન માનનાર માટે મૃત્યુ જરૂર ગભરાટ પેદા કરી શકે, પરંતુ તેની પારના, પોતાની અંદરનાં, અંતરનાં, અલખનાં સ્વયંનો સાક્ષાત્કાર કરી લેનાર સમક્ષ તો મૃત્યુ સ્વયં પરાજિત થાય છે. મૃત્યુને જીતવાની કળાનું જ્ઞાન, જીવનવીણા અઝંકૃત પડી ન રહે તેનું જ્ઞાન, ‘અમૃતસ્ય પુત્રઃ’ સમ જીવનના અમૃતને પામવાનું જ્ઞાન અને અંદરની અહાલેક સંભળાય પછી પામવા મળતી સંપદાનું જ્ઞાન પણ પીરસાયું છે જૈન આગમોમાં. – જૈનદર્શનમાં કેળવણી વિચાર જંગમ તીર્થસ્વરૂપ ૪૫ આગમોને ચાર અનુયોગમાં વિભાજિત કરવામાં આવ્યા છે તે મુજબઃ આત્માને લગતી વાતો જે શ્રી કેવળી ભગવંતોએ કહી અને ગણધર ભગવંતોએ ગૂંથી તેને મુનિઓએ સાચવીને દ્રવ્યાનુયોગ વિભાગમાં મૂકી. આચાર-વિચારને લગતી વાતો સમાવિષ્ટ થઈ ચરણકરણાનુયોગ વિભાગમાં. બ્રહ્માંડનું ને કાળચક્ર આદિનું ગણિત સમજવા મળે છે ગણિતાનુયોગમાં સંમિલિત આગમોમાંથી ને પ્રાંત અદ્દભુત ઉપદેશરસ ધરાવતી કથાઓ સહિતનાં આગમોને મુકાયા ધર્મકથાનુયોગમાં. ત્યાગ-વૈરાગ્ય અને અપરિગ્રહને સમજાવતી એક પ્રાચીન કથા જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે. અમરાવતીના સૌથી ધનિક વડીલનું મૃત્યુ થતાં તેના પુત્ર સુમેદએ પિતાનાં અંતિમ સંસ્કાર કર્યા. પરિવારજનોની વિદાય બાદ પેઢીનાં વૃદ્ધ મુનીમ સુમેદ સમક્ષ વ્યવસાયો – માલમિલકત – મકાનોમાં કરેલ આજ સુધીનાં રોકાણોનો હિસાબ મૂકીને કહ્યું, “પેઢીનાં આ હિસાબ ઉપરાંત નીચે ભોંયરામાં આપ પધારો. તિજોરીની ચાવી હવે હું આપને સોંપી દઉં અને આપના પિતા જે ભાર મને સોંપી ગયા છે તે તમોને સોંપીને હળવો બનું.” બધી ખાતાવહીઓ જોવાથી સુમેદને ખ્યાલ આવ્યો કે પોતે હવે કરોડોની સંપત્તિનો માલિક છે. ભોંયરામાં જઈને વળી ખબર પડી કે તિજોરીઓમાં ભરેલા બહુમૂલ્ય રત્નોએ તો તેને અબજોની સંપત્તિનો માલિક બનાવેલ છે. આનંદ ને વિસ્મયની જગ્યાએ સુમેદનાં મુખ ઉપરનાં હળવા અશ્રુ, રહસ્યમય મૌન ને વ્યગ્રતાની રેખાઓ જોઈ મુનીમજી બોલ્યા, “આપની આંખોમાં અશ્રુઓ તગતગે છે. મને તો સમજાતું નથી કે આપ કેમ વેદનામયી અને વ્યાકુળ છો? અત્યારે તો આપ આ પૃથ્વીના અત્યંત ધનિક લોકોમાંના એક છો. આપના પૂર્વજોની સંપદાના એકમાત્ર માલિક ! આ સંપત્તિને દરેક પેઢી વધારતી ગઈ છે. આપ તે છતાં પ્રસન્ન કેમ નથી ?” ક ૧૦૪ - ૧૦૫

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70