Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 51
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનધર્મમાં કેળવણીની વિચારણા | ભારતી દીપક મહેતા | જૈનદર્શનમાં કેળવણી વિચાર કૉલેજકાળ પછી યુવાનો સંસારમાં ગોઠવાવા લાગે છે. આ તબક્કો એટલા માટે મહત્ત્વનો છે કે તેઓ બાળકો અને વડીલો માટે કડીરૂપ બનતા હોય છે. વડીલો પ્રત્યેનો વિવેક જળવાઈ રહેવો જોઈએ અને સંસારમાં પદાર્પણ કરતા વંશને વારસો આપવાનો છે. પોતાની સંતતિમાં જૈનત્વના બીજ રોપવાના હોય છે, જે સંતોના સાન્નિધ્ય દ્વારા મેળવી શકાય છે. આ એવો તબક્કો છે જયારે અભિમાન-ઘમંડ-પોતાપણું જોર કરતા હોય છે અને એવા વખતે સંયમસન્માનના પાઠ ભણાવવાની જરૂર છે. પાઠશાળામાં આ કડી ખૂટે છે. સામાન્ય રીતે દેવદર્શન, સંતસતીજી સન્માન, સમાજસેવા વગેરે પ્રવૃત્તિઓ સુપેરે સમજી અપનાવવામાં આવે તો સંસારી અવસ્થા આનંદિત બની જાય, અવિવેક કે ક્લેશના દરવાજા જ ન ખૂલે. પછીની અવસ્થા જડ સંસ્કારોની છે. પરિવર્તનને પારખી ન શકનારા આ અવસ્થામાં અળખામણા થવા લાગે છે. માટે આધેડ વયનાઓએ સંયમિત ક્રિયાકાંડ અને સાધુ-સંતના વૈયાવચ્ચમાં જ રચ્યાપચ્યા રહેવું જોઈએ એવું મારું માનવું છે. હાલના દુષ્કર સમયમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ ખૂબ જરૂરી છે. શહેરીકરણમાં સાધુતા ટકાવવા ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ જ સહાયરૂપ થઈ શકે છે અને સાધુ-સંત-સતીજીઓ જ જૈનધર્મને જીવંત રાખવામાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. સંપૂર્ણ જીવજગત માટે તેઓ જ આશીર્વાદરૂપ છે. સ્વાધ્યાય-સાધના દ્વારા તેઓ વાત્સલ્ય વરસાવતા હોય છે. તેમના થકી પ્રેમકરુણાના ઝરણા વહેતા રહે છે. આ વિશ્લેષણ પરથી ફલિત થાય છે કે પાઠશાળા ફક્ત નાના બાળકો પૂરતી મર્યાદિત ન કરતાં વિવિધ વયના તબક્કા પ્રમાણે પ્રશિક્ષણ વિકસાવતાં જવું જોઈએ અને મનુષ્યભવ સાર્થક કરાવવો જોઈએ. (જૈનદર્શનના અભ્યાસુ ખીમજીભાઈ તારદેવ જૈન સંઘ તથા મુંબઈ મહાસંઘના ટ્રસ્ટી છે અને મહાસંઘ સંચાલિત છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડના પ્રેરિત દાતા છે.) - ૯૮ - । न हि ज्ञानेन सदृशम् पवित्रम् इह विद्यते । આ સંસારમાં જ્ઞાન સમ પવિત્ર કોઈ અન્ય બાબત નથી. એ સર્વવિદિત છે કે કોઈપણ બાળક આનંદ, કુતૂહલ અને વિસ્મયનું વિશ્વ લઈ જન્મે છે અને જો તેમાં સુસંસ્કાર તથા સમ્યક જ્ઞાન ભળે તો જ ભાવિમાં અનેકોનો આદર્શ તથા મોક્ષમાર્ગનો વાહક બની શકે. આવતી પેઢીનાં બાળકોનાં સંસ્કારમૂળને દેઢ કરવા તથા ધર્મનાં પરાપૂર્વ મૂળીયાનું સિંચન કરવા અનોખી પદ્ધતિએ જ્ઞાનદાન કરી કેળવવા સજજ છે જૈન ધર્મ. જિનભક્તિ એવં જીવમૈત્રીની બે માત્રા સાથે બનેલા જૈન શબ્દનું મૂળ છે – જન. જન-જન ઉપરાંત પ્રત્યેક જીવ કર્મ થકી મુક્તિ પામી સિદ્ધગતિ મેળવે તેવા ધ્યેય સાથે રચાયેલો છે જૈન ધર્મ, જે કોઈ સંપ્રદાય નથી. It is a way of life. જૈન દર્શન એ જીવન દર્શન છે. .... અને “કેળવણી’ શબ્દનો વિચાર કરીએ તો “જે કેળવે તે કેળવણી.' ભગવદ્ગોમંડળ કહે છે તેમ કેળવણી એટલે શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને ધાર્મિક પ્રકારે તાલીમ, વાંચન, લેખન-પઠન-પાઠન વગેરે. પૂર્વે તો લશ્કરી કૌશલ્ય, સાદું ગણિત અને ગાયન-વાદનને પણ કેળવણીના અંગો મનાતા. ટૂંકમાં કેળવણી એટલે ભણતરવિદ્યાથી થતી માનવની આંતર-બાહ્ય ખિલવણી. કેળવણીમાં અભ્યાસ આવે અને અભ્યાસમાં સમાવિષ્ટ હોય છે ચિંતન-મનનધ્યાનપૂર્વક અનેક વિષયોનાં દઢ સંસ્કાર પણ. મહાભારતના સમયમાં એ દઢ સંસ્કાર મેળવવા નગર બહારના આશ્રમોની કુટિરોમાં રહી શ્રેષ્ઠીઓનાં સંતાનો કેળવણી પામવા જતા. ત્યારે

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70