Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 18
________________ - જેનદર્શનમાં કેળવણી વિચાર સોંપાય છે. આર્થિક મૂલ્ય કરતા તેમની ધર્મની કામગીરીને અહીં વિશેષ મહત્ત્વ અપાયું છે. સંસ્કૃત – પ્રાકૃત કે અર્ધમાગ્બી ભાષામાં જૈન ધર્મનું શિક્ષણ પુરાણી – નવી પ્રતોને આધારે પ્રાદેશિક ભાષામાં અનુવાદો કરીને પીરસાય છે. જૈન શાળામાં તૈયાર થયેલો જૈન બાળક જીવનમાં એટલો ઘડાયેલો જોવા મળે છે કે ખરા-ખોટાની, પાપ-પુણ્યની, હિંસા-અહિંસાની ઓળખ મેળવી પોતાની એક આગવી છાપ ઊભી કરે છે. એટલે તો આજે પ્રભુના ૨૫૪૩ વર્ષે પણ જૈન ધર્મને, જૈનત્વને લોકો એક સુનજરથી જોવે છે. ભગવાન આદિનાથે પણ અસિકૃષિ-મસિનું મહત્ત્વ સમજાવી આયોજનબદ્ધ જીવન જીવવાની કળા તે સમયે શીખવાડી હતી. ભૂલ-ભૂલનું પ્રાયશ્ચિત્તને પુણ્યનું ઉપાર્જન જીવોની સદ્ગતિને જે રીતે લોકો સમક્ષ મૂકીને જોતાં કેળવણી તો ત્યારથી જ આલેખાયેલી જોવા મળે છે. તો પછી આજનો જૈન – જૈન ધમ ને જૈનીઝમ થિયરી કેળવણીથી રસપ્રદ લદાયેલી જ હોય તેમાં શંકાને સ્થાન નથી. એક ગુરુવર્યના કથન મુજબ જૈનધર્મમાં પાયાથી જ એવી કેળવણી મળે છે કે બાળક આપોઆપ જીવનના ધાર્મિક - જ્ઞાયિક- વ્યવસાયિક - વ્યવહારિક ને વંશીય સંસ્કારોથી સુસજ્જ બની જાય છે. તેના માટે જીવનઘડતરના અલગ અલગ તબક્કા છે જ નહિ. કારણ કે સંસ્કારના ઘડતર માટે પાઠશાળાઓ તો છે જ, પરંતુ જે ગુરુવર્યો મારફત શિબિરો દ્વારા જે સંસ્કારો અપાય છે તે જ મુખ્ય કેળવણીનું પાયાનું ચણતર છે. આ તકે એ પણ કહેવું જરૂરી છે તે જૈનધર્મમાં શિબિરો ‘આબાલવૃદ્ધ ને વરેલી છે. દરેક માટે અલગ અલગ શિબિરો યોજાતી જ હોય છે. દાખલાના સાન્નિધ્યે જતાઃસ્થાનકવાસી સંપ્રદાયનાડુંગરસિંહજી ગુરુવરની પાસે જ બિરાજેલ લવજી આચાર્ય મુનિને તેના પટ્ટશિષ્ય કાંતિ ઋષિજી અને તેના શિષ્ય શ્રી જિતેન્દ્ર મુનિ - ૩૨ જૈનદર્શનમાં કેળવણી વિચાર ‘નિજ' ની સંવત ૧૯૯૭ નવેમ્બરની ખંભાત (ગુજરાત) મુકામેની બાલશિબિર અને તેની પ્રગટ થયેલી પુસ્તિકાની પ્રથમ ૨૦OO ત્યારબાદ ૧૯૯૮ મે માસમાં ૩COO પ્રતો ત્યારબાદ એપ્રિલ ૧૯૯૯ માં તૃતીય આવૃત્તિએ ૩OO0 પ્રતો, ત્યારબાદ ચતુર્થ આવૃત્તિએ જુલાઈ ૨૦OO માં ૫OOO પ્રતો જે રીતે પ્રકાશિત થઈ તે જોતાં એ બુક મેળવવાની તાલાવેલી જાણીને બુકની પ્રાપ્તિથી જાણ્યું કે એ અમૂલ્ય વસ્તુ તો ‘કેળવણીની પારાશીશી’ સાબિત થઈ. સાધુ ભગવંતો દ્વારા સરળ ભાષામાં પ્રતિજ્ઞાપત્રથી શરૂ થઈ સ્તવનો ૧૦૦ સુધીની શૃંખલાએ ખરેખર અમોને ધન્ય બનાવી દીધા. એ પુસ્તકનું નામ છે, “શિબિરના માધ્યમે સંસ્કારનું ઘડતર” લેખક : શ્રી જિતેન્દ્ર મુનિ ‘નિજ' પ્રાપ્તિ સ્થાન : ખંભાત, અમદાવાદ, મુંબઈ મારા જીવને તો લાગ્યું કે આપણા નસીબે કદાચિત્ થોકડા, આગમો, પ્રતો, વ્યાખ્યાનો, પ્રત્યાખ્યાનો કે સાધુ-સાધ્વીનું સાન્નિધ્ય ન મળે તો ગભરાવાની જરૂર નથી. આપણા જીવને જો આ એક બુક મળી જાય, આપણા બાળકને જો આ બુક મળી જાય, આપણા ભાઈને, પુત્રને, મા-બાપને જો આ બુક મળી જાય તો અહોભાગ્ય ગણાય. કારણ જે રીતે બાલસહજ સંસ્કાર કેળવણીની જે રજૂઆત થઈ છે તે ખરેખર જ્ઞાનના ઓજસ પાથર્યા વિના રહેતી નથી. સામાયિકના શુદ્ધ ભાવે આ વાંચન જરૂર જૈન દર્શન પ્રગટ કરે છે. બુકની કેળવણીની વિસ્તૃતિ કરતાં શરૂઆતમાં જ ગુરુ ભગવંત જૈની તરીકેની પ્રતિજ્ઞા લેવડાવે છે. ત્યારબાદ આપણા ચોવીસ તીર્થકરોના નામ, વીસ વિહરમાન તીર્થકરોના નામ, સોળ સતીના નામ, નવ તત્ત્વના નામ, આઠ કર્મના નામ, છ કાયના નામ, દેવગુરુ ધર્મ, નમસ્કાર મંત્રમાં દેવગુરુનું સ્થાન, માળા, જય - ૩૩ -

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70