Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 45
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર દ્વારા સુચારુ રીતે વ્યવહારિક રૂપે અપાતા થશે. વિદ્યાર્થીમાં તે દૃઢ થશે અને આચરણમાં આવે ત્યારે જ ઉપયોગી મનુષ્યનું નિર્માણ થઈ શકશે. ટૂંકમાં, માનવ ઘડતરમાં શિક્ષણનું કેળવણીનું શાળીય શિક્ષણ મહત્ત્વનું પહેલું સોપાન :- માતા, પિતા, કુટુંબ. બીજું સોપાન :- શાળા, શિક્ષક, પર્યાવરણ. ત્રીજું સોપાન :- ધર્મ, ધર્મના વડાનું સમાજમાં પ્રદાન. ચારિત્રનિર્માણ કેળવણીનો મૂળભૂત હેતુ છે. માનવીને સાચો, સારો માનવી બનાવવાનો છે; પછી ભલે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, સૈનિક કે વેપારી બને. આ ઘડતર જૈન ધર્મનું શિક્ષણ કઈ રીતે ક્યાં ઉપયોગી થઈ શકે તે વિચારવું રહ્યું. જૈનધર્મમાં પાયાના સિદ્ધાંતો સત્ય, અહિંસા, ચોરી ન કરવી (અસ્તેય) વણ જોતું ન સંઘરવું (અપરિગ્રહ), બ્રહ્મચર્ય, સંયમ ને શિસ્ત, જાતે મહેનત એટલે પુરુષાર્થી બનવું, દરેક પ્રત્યે કરુણા-સંવેદના. આ દરેક મૂલ્યો જીવનમાં પાયાના છે, જે દરેક માનવી માટે આવશ્યક છે. એક માનવીના માનવ બનવા માટેના નૈતિક મૂલ્યો સમગ્ર માનવજાત માટે ઉપયોગી છે. વિશ્વશાંતિ માટે અમૂલ્ય છે. શાંતિ, સ્થિરતા ને સલામતી ત્યારે જ મળશે. મહાત્મા ગાંધીએ હરિશ્ચંદ્ર નાટકમાંથી સત્યના પાઠ શીખ્યા. અહિંસાના પાઠ વ્યક્તિગત જીવનમાં જ નહિ, સમગ્ર સામૂહિક જીવનમાં તેને વણીને - આચરીને એક ક્રાંતિ સર્જી. જગતને સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્ર દ્વારા એક નવી કેડી, નવો સંદેશ આપ્યો તે આ શિક્ષણની સફળતા છે. બાળમંદિરથી પ્રાથમિક, માધ્યમિક ને કૉલેજ જીવનમાં બાળકના ક્રમિક વિકાસ સાથે આ પાયાના મૂલ્યોનું શિક્ષણ મળતું રહેશે તો જ અરાજકતા, યુદ્ધો, ૮૬ જૈનદર્શનમાં કેળવણી વિચાર અશાંતિ કે અન્યાય, અસમાનતા જેવા દૂષણો દૂર થઈ શકશે. પૃથ્વી માનવજાત માટે જીવવા જેવી રહી શકશે. આ વાત સમજીને તેનો સમાવશે કરી શકાય. બાળપણમાં શીખેલી રૂઢ થયેલી બાબતો, આદતો, ટેવો, વિચારો વ્યક્તિના જીવનમાં લાંબાગાળા સુધી અસરકારક બને છે. નાનપણમાં શીખેલા આંકના પાડા મોઢે બોલતા, પાકા કરતા જેમ તદ્દન પાકા થઈ જાય છે, બચપણમાં ગાયેલી કવિતા વૃદ્ધ થાય ત્યાં સુધી સ્મરણમાં રહે છે, તેમ પાયાના મૂલ્યોના દેઢીકરણથી વ્યક્તિના જીવનમાં તે ખીલે છે, અનુસરાય છે. જેવું બીજ વાવીએ તેનું સંવર્ધન કરીએ તેવું વૃક્ષ ખીલે ને તેવા જ ફળ પ્રાપ્ત થાય. એ કુદરતના નિયમનું અહીં અવલંબન જરૂરી છે. આજ વાવેલા સારા સંસ્કાર બીજ વિચારોનું વાવેતર મોટી ઉંમરે સુફલ પામે છે. બાળક જેમ દાખલો ગણે ને પછી તાળો મેળવે, તેમ શીખેલું - સમજેલું જીવનના પ્રવાહોમાં તોળીને, અનુભવીને, તારવેલું નવનીત અપનાવે તેમ શિક્ષણ દ્વારા એક સારા, સાચા, સંસ્કારી મનુષ્યના નિર્માણ માટે મૂલ્યોનું જતન કરવું પડે. (ધોળસ્થિત જૈનદર્શનના અભ્યાસુ સુધાબહેન એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધોળ (જામનગર) ના સંચાલકમંડળમાં સેક્રેટરી તરીકે સેવા આપે છે.)

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70