________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર વળી તેનું મહત્ત્વ ખૂબ વધારે છે. ઉભયકાળ પ્રતિક્રમણ જો શુદ્ધ રીતે ભાવથી કરવામાં આવે તો જીવ તીર્થંકર નામ-ગોત્ર કર્મનું ઉપાર્જન કરી શકે છે. સામાયિક અને પ્રતિક્રમણ બંનેનું મહત્ત્વ કેટલું છે તે યોગ્ય રીતે લોકો સમક્ષ મૂકાય તો આ બંને પાયાની ક્રિયાઓ કરવાવાળાની સંખ્યા વધે જ. આજે જાહેર કાર્યક્રમોમાં શુદ્ધ સામાયિક કે પ્રતિક્રમણ કરવા મુશ્કેલ થતા જાય છે. આ બાબત પર દુર્લક્ષ સેવાય છે, જેની દૂરગામી ગંભીર અસરો આપણા ભવિષ્યને અંધકારમય બનાવશે. (૩) શ્રી વીતરાગદેવ ત્રિકાળજ્ઞાની હતા. તેમણે જે સિદ્ધાંતોની પ્રરૂપણા કરી તે ભવ્ય જીવોને મોક્ષમાર્ગે આગળ વધારે છે. તત્ત્વનું જાણપણું, શુભાશુભ કર્મમાં ફળ, કર્મફળ ભોગવવાના સ્થળો, સુખ-દુ:ખ વગેરે શાથી મળે છે – આ બધી બાબતો આગમોમાં સૂમરૂપે વર્ણવેલ છે, પરંતુ એ સિદ્ધાંતોને વાંચનાર અને સમજનાર ઘણા ઓછા હોવાથી વિશિષ્ટ જ્ઞાનીજનો સિદ્ધાંતમાંથી ભવ્ય જીવોના ઉદ્ધાર માટે કરુણા અને ઉપકારબુદ્ધિથી અર્થરૂપે પ્રકરણો રચ્યા છે, જે શ્લોક - થોકડાના નામથી ઓળખાય છે. આ થોકડાઓનો અભ્યાસક્રમમાં વયજૂથ અનુસાર સમાવેશ કરવો જોઈએ. છ કાય, છ આરા, નવતત્ત્વ, કર્મપ્રકૃતિ, વેશ્યાસ્વરૂપ, ગતાગત, ચાર ગતિનું સ્વરૂપ વગેરે બાબતો યોગ્ય રીતે શીખે તો વ્યક્તિ અધ્યાત્મમાર્ગે અવશ્ય આગળ વધી શકે. (૪) આ બધો અભ્યાસક્રમ જે અભ્યાસમાં આવરી લેવાય તેનું જ્ઞાન માત્ર ને માત્ર શીખવા પૂરતું જ ન હોવું જોઈએ. જીવનમાં તે આત્મસાત્ થાય તે પણ એટલું જ જરૂરી છે. જૈન ધર્મ એ આચારપ્રધાન ધર્મ છે તે વાત દરેકના હૃદય સોંસરવી ઉતરી જાય અને એ પ્રમાણે વર્તન થાય તે આજના યુગની માંગ છે. (૫) બાળકો, યુવાન, યુવતીઓમાં કુટુંબ, સમાજ, દેશપ્રેમ વધે તે માટે એવા સંકલ્પો કરાવવા જોઈએ કે તેઓ કદી સગા ભાઈ-બહેનો પર કોર્ટ કેસ
- જૈનદર્શનમાં કેળવણી વિચાર નહીં કરે, માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં નહિ મૂકે,ગર્ભપાત પોતે કરશે નહીં અને કરવાની પ્રેરણા આપશે નહીં. એ માટે તે દરેકનું જીવનમાં કેવું અને કેટલું મહત્ત્વ છે તે બાબત પર પ્રકાશ પાડવો જોઈએ. (૬) સંગીત એ આત્માનો પ્રાણ છે. સંગીત દ્વારા અનેક રોગો મટાડી શકાય છે. એવો એક-બે નહીં, પણ સેંકડો લોકોને અનુભવ છે. જૈન ધર્મના અનેક સ્ત્રોતો, સ્તુતિઓ, છંદો, મંત્રો, સ્તવનો, ચોવીસીઓ વગેરે છે, જે સુંદર રાગ અને આલાપથી ગાઈ શકાય છે. આજે માનસિક તાણ, આધિવ્યાધિ-ઉપાધિઓ દિવસે દિવસે વધતી જાય છે ત્યારે નવકાર, લોગસ્સ, પુચ્છિસુર્ણ, ભક્તામર, કલ્યાણમંદિર, આનંદઘનજીના પદો, ચોવીસીઓ વગેરેને યોગ્ય રાગમાં ગાઈ શકાય તેવી તાલીમ આપવી જોઈએ. જૈનધર્મની આ અદ્ભુત રચનાઓને જુદા જુદા ઢાળો, દેશીઓ, રાગોમાં ગાવાથી તેનો ભૌતિક લાભ તો મળશે જ, સાથે સાથે આધિભૌતિક લાભ મળશે કે જે આત્માને પરમાત્મા બનાવી દેશે. (૭) જૈન ધર્મનું પાયાનું જ્ઞાન જેમ કે ૬૪ શલાકા પુરુષો, શ્રાવકો, સતીઓ, છ દ્રવ્ય, પાપના પગથિયા, ઉપકરણોનું મહત્ત્વ, દેવ-ગુરુ-ધર્મ વિષેનું સંપૂર્ણ જ્ઞાન, દસ બોલ દુર્લભ, જ્ઞાનપ્રાપ્તિના ઉપાય, જ્ઞાન આશાતનાથી બચવાના ઉપાયો, અભિગમ, મનોરથ, આપણા પર્વો, વંદનાનું મહત્ત્વ, ૧૨ પ્રકારના તપ, શ્રાવકના ૧૨ વ્રત, લોક-અલોકનું સ્વરૂપ, પાંચ ગતિ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞાનું સ્વરૂપ વગેરે બધી બાબતોનું સમજણ સાથે વિસ્તૃત જ્ઞાન આપવું જોઈએ. (૮) જૈન આગમો એ જ્ઞાનનો અગાધ સાગર છે, જેના પેટાળમાં અનેક મોતીઓનો ખજાનો ભરેલો છે. ખગોળ, ભૂગોળ, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, જયોતિષ વિજ્ઞાન, યોગ, ધ્યાન, ગણિત, ન્યાય વગેરે બધી જ બાબતોનું ઊંડાણથી જ્ઞાન મેળવવું હોય તેઓ જે તે આગમના અભ્યાસ દ્વારા
-
૯૦ -
-
૯૧