Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 33
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર ત્યાર પછી મહામાનવ અને અંતે અતિમાનવ બનાવી ભવસમુદ્રથી પાર ઉતારે છે. જૈન શિક્ષણ સંસ્કારોનું કારખાનું છે. ભારતીય કુટુંબમાં બાળક કેન્દ્રસ્થાને છે. એનામાં સારા સંસ્કારોનું સિંચન કરવાનું સતત ચિંતન ઘરનો વડીલવર્ગ કરતો હોય છે. બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. તે જે જુએ તે શીખે છે. શૈશવકાળ એવો પડાવ છે કે જેમાં આગામી કાળનું ભાવિ ધરબાયેલું છે. એક આદર્શ નાગરિક બનવાની ભૂમિકા હોવાથી શૈશવકાળનું મહત્ત્વ અદકેરું છે. શૈશવ એટલે જેનામાં દુનિયાની અટપટી રીતોની હોશિયારી આવી નથી તે. જેવા સંસ્કારોનું બીજારોપણ થશે તે પ્રમાણે વટવૃક્ષ બની પાંગરશે. આપણા વડીલો પણ બોલચાલમાં કહેતા હોય છે કે - ‘પાકે ઘડે કાંઠા ન ચડે.’ પાકટ ઉંમરે કોઈ વાત જલ્દીથી સ્વીકારાતી નથી. આમ, શૈશવકાળ એ કુમળા છોડ સમાન છે. તેને જેમ વાળો તેમ વળે. જૈન શિક્ષણમાં સૌપ્રથમ સોપાન વિનય છે. નાનાને સ્નેહ અને મોટાનો વિનય. જેમાંથી શીખવા મળે છે પ્રેમનું અમૃત! જે જીવનના ઘડતરમાં ખૂબ ઉપયોગી થઈ પડે છે. જૈન શિક્ષણનું માળખું અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની સાથે ક્ષમા, દયા, વિનય, સંતોષ, સાદગીથી રચાયું છે. જૈન ધર્મના પ્રત્યેક વિધિવિધાનમાં જીવદયાનો ભાવ અભિપ્રેત છે. શ્રાવકના પાંચ અણુવ્રત, સાધુના પાંચ મહાવ્રત, સમિતિ-ગુપ્તિના પાલનમાં અહિંસા સર્વોપરી છે. જૈન ધર્મની અહિંસા માત્ર ત્રસ અને સ્થાવર જીવોની રક્ષા પૂરતી સીમિત નથી. એનાથી આગળ વધી મન, વચન અને કાયાથી પણ કોઈ જીવની હિંસા ન કરવી એટલી વ્યાપકપણે વિસ્તરેલી છે. જૈન શિક્ષણના પાયામાં અહિંસા અપ્રતિમ છે. જે અહિંસક ભાવો ભણી દોરી જાય છે. કર જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈન શિક્ષણ જૈન પાઠશાળાઓમાં, ગુરુકુળોમાં જ અપાય છે. અહિંસાના સર્વોત્તમ પાઠ ભણેલા બાળકની સંવેદના એટલી સૂક્ષ્મ કક્ષાએ પહોંચેલી હોય છે કે કોઈ છોડ પરથી પાંદડું તોડવામાં તેને ક્રૂરતા જણાય છે. પાણીના અનાવશ્યક વેડફાટથી તે ધ્રુજી ઊઠે છે. પર્વતિથિના દિવસોમાં અસ્નાન અને લીલોતરી ન ખાવાના પ્રત્યાખ્યાન કરી જીવોને અભયદાન આપે છે. ધર્મરુચિ અણગાર અને બાળમુનિ અઈવંતાની કથાઓ તેના હૃદયપટલને કોમળ બનાવી તેમાં વસુધૈવ અનુજમ્ ની ભાવના જન્માવે છે. અરે ! મરીને પણ બીજાને જીવાડે છે. તેની સંવેદના આથમ્યા વગરના સૂર્યોદય જેવી હોય છે. સમગ્ર સૃષ્ટિના પ્રાણીઓ સાથે જ્ઞાત્મવત્ સર્વ ભૂતેષુ નું ભારોભાર મનોવલણ દેશદ્રોહ, આતંકવાદ, દુશ્મનાવટ, ભ્રષ્ટાચાર કે દાણચોરી જેવા પતનના પગથારે કઈ રીતે વળી શકે ? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને જેણે સ્વજન માન્યા છે તેનું અહિત કરવાનો તેને સ્વપ્નમાં પણ ખ્યાલ આવતો નથી. હા, કદાચ મિત્રોના સંગથી અવળે માર્ગે જાય તો પણ તેનું સુંવાળું મન ડંખે છે. આવો વ્યક્તિ સમય આવે સારા મિત્રો કે સત્સંગથી અવશ્ય સુધરી જાય છે. એ મોટો થઈ દુકાને બેસે પણ દુકાન દેરાસર બની જાય છે. કોઈને છેતરવામાં રહેલી હિંસા કરનારને લોહી ન દેખાય એમ બને પણ છેતરપિંડી છૂટી જાય છે. આ છે બાળમાનસમાં રોપાયેલ અને અમલમાં મૂકાયેલા અહિંસાનું ફળ ! વમળોની વચ્ચે તેની નૈયા ભલે હાલકડોલક થાય, પરંતુ સંસ્કારોનું પોત ચીરાતું નથી. બાળપણમાં સત્યવાદી હરિશ્ચંદ્રની કથા સાંભળી હોય કે નાટક જોયું હોય તો એનો જબરદસ્ત પ્રભાવ બાળમાનસ ઉપર પડે છે. સત્યના રસ્તે ચાલતાં રાજા હરિશ્ચંદ્ર જેવી કસોટીમાંથી તેમણે પસાર થવું પડે તેવાં સપનાં 93

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70