Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 36
________________ જેનદર્શનમાં કેળવણી વિચાર સૌ કોઈ આવકારે છે. બીજી બાજુ વર્તણૂંકમાં સેકેરીન જેવી કડવાશ છોડનારા ‘બોન્સાઈ’ વૃક્ષ જેવા સ્વકેન્દ્રી, ગણતરીબાજ અને તેજોદ્વેષી સાબિત થાય છે. જૈન શિક્ષણ ક્ષમાપનાને અગ્રસ્થાન આપે છે. સંવત્સરી પર્વ એ ક્ષમાપના પર્વ છે. 'खामेमि सब्वे जीवा, सब्बे जीवावि खमंतु मे; मित्तीमे सबभूएसु वैरं मज्झं न केणइ ।' આ પદોમાં સર્વ જીવ સાથે મૈત્રીભાવનું પ્રસરણ છે. જે બાળકના રગેરગમાં, હૃદયના ધબકારામાં મૈત્રીભાવ વણાયેલો હોય તેનો આ લોકમાં કોઈ શત્રુ ન હોઈ શકે. નાના હંમેશાં મોટાનો મલાજો સાચવે, વિનય કરે તે સ્વાભાવિક છે પરંતુ મોટા પણ નાનાની ઈજ્જત કરે એવું શિક્ષણ માત્ર જૈન શિક્ષણ જ આપી શકે. તેની પ્રમાણતા ગૌતમસ્વામીના દૃષ્ટાંતમાં પુરવાર થાય છે. ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર, ૧૪OOO સાધુઓના અગ્રેસર, આજીવન છઠ્ઠના તપસ્વી અણગાર એવા ગૌતમસ્વામી દ્વારા આનંદ શ્રાવકને તપલબ્ધિથી ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન સંબંધી શંકા થતાં પ્રભુ મહાવીર દ્વારા તેનું નિરાકરણ કર્યું. ગૌતમસ્વામીને પોતાની ભૂલ સમજાણી. તેઓ પારણું કરવા ન રોકાયા પરંતુ પ્રથમ ક્ષમાપના લેવા આનંદ શ્રાવક પાસે પહોંચ્યા. આવી કથાઓ ગળથુથીમાં જ સાંભળવા મળી હોય ત્યાં હઠાગ્રહ, કદાગ્રહ કટ્ટરતા ન હોય પરંતુ સરળતા, ક્ષમા અને ભૂલોના સ્વીકારની ઉદાત્ત ભાવના જરૂર હોય. આમ, જૈનશિક્ષણમાં ધર્માતર નથી પરંતુ સ્વનું રૂપાંતરણ છે. બહેતર મનુષ્ય બનવાની ચાવી છે. અહિંસા, પ્રમાણિકતા, લેવડદેવડની શુદ્ધિ, સ્વચ્છ કમાણી, ગંદો નફો, ધાર્મિક કટ્ટરતા અને કષાયોની તીવ્રતા ન હોય તે જ જૈનદર્શનમાં કેળવણી વિચાર સાચો જૈન છે. તેનામાં જ જૈનશિક્ષણનું પરિણમન થયું ગણાય. જૈન શિક્ષણ સાચા મનુષ્યત્વની સંપ્રાપ્તિ કરાવે છે. આ જેવું તેવું શિક્ષણ નથી. આપણી મેકોલો શિક્ષણની પદ્ધતિ કરતાં જૈન શિક્ષણની પ્રતિષ્ઠા ઘણી ઊંચી છે. જે શિક્ષણ ઉત્તરોત્તર શુદ્ધ, સાત્ત્વિક, મધુમય અને પ્રેમમયની અખિલાઈને પ્રગટ કરવામાં સમર્થ છે તે જ સાચું શિક્ષણ છે. જૈન શિક્ષણ તેમાં ખરું ઉતરે છે. આ સંસ્કારો તેને સાચો શ્રાવક કે સાચો શ્રમણ બનાવે છે. પૂ. શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ગામેગામ ‘લુક એન્ડ લર્ન' ના નામે પાઠશાળાઓ શરૂ કરી છે તેમજ સંસ્કારવર્ધક મેગેઝીન દ્વારા સુંદર તત્ત્વજ્ઞાન, કથાઓ, સંસ્કારો, પર્વતિથિઓનું સુરેખ શિક્ષણ અપાય છે, જે બાળમાનસના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન છે. શ્રી ઠાણાંગસૂત્ર અનુસાર માતા-પિતા, શેઠ અને ગુરુનો અનહદ ઉપકાર આપણા ઉપર છે. તેમના ઉપકારનો બદલો આપણે કદી ન વાળી શકીએ. શિબિરોના માધ્યમે આજે સંત-સતીજીઓ બાળમાનસનું ઘડતર કરી રહ્યા છે. ભગવાન મહાવીરે ગર્ભાવસ્થામાં માતાનો કેવો વિનય કર્યો તેની કથાઓ સાંભળી બાળકો વિનયવાન બને છે. યુવાનવયે જેણે પોતાને સહકાર આપ્યો તે શેઠનો ઉપકાર કદી ચૂકતા નથી. ક્યારેક તો એવું બને છે કે એ નોકર જ શેઠના કપરા કાળમાં ઉપયોગી બને છે. વળી, ગુરુ તો આ ભવ અને પરભવ બન્ને સુધારે છે. આવા સંસ્કારોથી રંગાયેલો દેઢ શ્રદ્ધાનંત આત્મા હૃદયમાંથી કૃતજ્ઞતા ભૂંસી નાંખે છે. નાનામાં નાના ઉપકારો પ્રતિ સભાન રહે છે. આમ, ગુણવત્તાની દૃષ્ટિએ જૈનશિક્ષણ ચડિયાતું છે. (જૈન દર્શનના વિદ્વાન ડૉ. ભાનુબેન શાહ (સત્રા) એ શ્રાવક કવિ ઋષભદાસના સુમિત્ર રાજશ્રી રાસ પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે. તેઓને હસ્તપ્રત સંશોધન કાર્યમાં ઘણો જ રસ છે.) ૬૯ - ૬૮

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70