________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
વર્તમાન સમયમાં મારા નિવૃત્ત જીવનમાં રોજેરોજ નિયમિત હું યોગસાધના કરાવું પણ છું. આગળ ઉપર મેં વયસ્ક નાગરિકો માટે રોજેરોજ કરવા જેવી ક્રિયાઓમાં યોગસાધનાને જે મહત્ત્વ આપ્યું છે તે માત્ર કોરા સલાહસૂચન નથી, પરંતુ મારા જીવનના અનુભવનો નિચોડ છે. હવે મારા જીવનનો ઉત્તરાર્ધ અને નિવૃત્તિકાળ તીથલ જેવા પ્રકૃતિની ગોદમાં વસેલા નાનકડા ગામમાં આનંદપૂર્ણ, શાંતિમય અને પ્રસન્નતાભર્યો વિતે છે. આપ સૌનું જીવન પણ તંદુરસ્ત સાધનામય બને અને જીવનને પૂરેપૂરું માણો એવી શુભેચ્છા. બાકી કુદરત જેવું કોઈ વિદ્યાલય નથી. જીવન જેવું કોઈ પુસ્તક નથી અને કેળવણી કે વિદ્યાનો કોઈ અંત નથી.
(જૈન દર્શનના અભ્યાસુ જિતેન્દ્રભાઈ કામદાર જૈન સાહિત્ય સત્રોમાં ભાગ લે છે. યોગના પ્રશિક્ષણનું માનદ કાર્ય કરે છે. શાંતિનિકેતન સાધના કેન્દ્ર, તીથલ સાથે સંકળાયેલા છે.)
જૈનદર્શનમાં કેળવણી વિચાર
મુક્તિ અપાવે તે જ વિધા ચેતન ચંદુલાલ શાહ
“સા વિદ્યા યા વિમુક્તયે” વિદ્યા, કેળવણી તે જ કે જે મુક્તિ તરફ લઈ જાય. જૈનદર્શન એ વિશ્વમાં પ્રસરેલી અનેકવિધ સંસ્કૃતિઓ અને ધર્મપરંપરાઓમાં સર્વશ્રેષ્ઠ અને અજોડ છે. તે અંગે કોઈ મતભેદ કે મતાંતર નથી. જૈનદર્શનમાં કેળવણી વિચારનો મુખ્ય સિદ્ધાંત અધ્યાત્મ પ્રાપ્ત કરવાનો અને મિથ્યાત્વ દૂર કરવા અંગે છે. માનવીય જીવન જીવવાની શ્રેષ્ઠ કળા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ રાજમાર્ગ એટલે જૈનદર્શનમાં કેળવણીનો વિચાર અને પદ્ધતિ. જૈનદર્શનમાં કેળવણીના વિચારની પદ્ધતિ મુખ્યત્વે ચાર રીતે જોવા મળે છે અને આ પદ્ધતિ હજારો વર્ષોથી એક પરંપરા રૂપે આજે પણ યથાવત રીતે તેનું અસરકારક તત્ત્વ ધારણ કરી એક સુન્ન અને શિક્ષિત સમાજ વ્યવસ્થાને પોષણ આપતી રહી છે. અનેક ભવભ્રમણ દરમ્યાન આ જીવ, આત્માએ જે જ્ઞાનનું વહન કર્યું છે, તે આ વર્તમાન ભવમાં યોગ્ય રીતે ઉજાગર થાય અને મુક્તિમાર્ગના સાધક આત્માના જ્ઞાનસંપુટને ઉઘાડતી ચાવી એટલે જ જૈનદર્શનમાં કેળવણી વિચારપદ્ધતિ.
જૈનદર્શનમાં કેળવણીના પાયાના ચાર કાર્યક્ષેત્ર મુખ્યત્વે આ પ્રમાણે
છે :
(૧) બાલ્યકાળ અને કિશોર અવસ્થામાં બાળકો અને બાલિકાઓને ઉત્તમ ચારિત્ર ઘડતર સાથે આવશ્યક સૂત્રો અને જૈનદર્શનના પ્રાથમિક અવગાહન માટે ઉત્તમ શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા પાઠશાળામાં નિયમિત અભ્યાસ. જેના લાભો અંગે વિગતે જોઈશું.
to૫