Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 40
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર (૨) જૈનદર્શનમાં કેળવણી વિચારનું દ્વિતીય પદ એટલે શેષ કાળ અને ચાતુર્માસ દરમ્યાન ઉપસ્થિત આચાર્ય ભગવતો, સાધુ ભગવંતો અને સાધ્વીજીઓ, મહાસતીજીઓ દ્વારા અપાતા પ્રવચનો; જે ધર્મજ્ઞાન શ્રુત-શ્રવણ અને સત્સંગનું કેળવણી અર્પતું, સુદૃઢ સમાજનું ઘડતર કરતું અમોધ સાધન છે, માધ્યમ છે. (૩) જૈનદર્શનમાં કેળવણી વિચારનું અનોખું અને ચિરકાલીન માધ્યમ એટલે જ્ઞાન ભંડારો. જૈનદર્શનમાં કેળવણીનું અતિપ્રાચીન અને ચિરકાલ સુધી આ ધર્મશાસનને ટકાવનાર કોઈ માધ્યમ હોય તો તે પૂર્વાચાર્યો અને અનેક વિદ્વાનોએ રચેલા પ્રાચીન, અર્વાચીન અને વર્તમાનમાં રચાયેલ જૈનદર્શન સાહિત્યના ગ્રંથાલયો છે. જૈનદર્શનમાં પ્રાથમિક જ્ઞાન મેળવ્યા બાદ સતત અને સતત સાહિત્ય સ્વાધ્યાયની સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા માટે અતિઆવશ્યક પરંપરા રહી છે. વિશ્વના દરેક ધર્મપરંપરામાં કેળવણી એ ધર્મગુરુઓ માટે પ્રાથમિક કર્તવ્ય રહ્યું છે. શિલ્પ, સ્થાપત્ય, ગ્રંથ, સાહિત્ય અને પ્રવચન-વ્યાખ્યાન એ દરેક સંસ્કૃતિ અને ધર્મને ટકાવનારા પાયાના તત્ત્વો રહ્યા છે. આજે પણ અત્યંત આધુનિક વ્યવહારિક શિક્ષણની ભરમાળ વચ્ચે પણ વિશ્વની અગ્રિમ ધર્મ પરંપરાઓ જેમકે ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જરથોષ્ટ્ર, યહુદી, તાઓ કે અન્ય નાના નાના ધર્મ સમુદાયો પોતાના બાળકોને ધર્મના પ્રાથમિક સંસ્કાર, રીત-રિવાજ અને ઐતિહાસિક પરંપરાનું જ્ઞાન અને સંસ્કાર ખૂબજ ચીવટપૂર્વક ફરજિયાત સ્વરૂપે આપે છે. પોતાના ધર્મસ્થાન, ધર્મગુરુ, ધર્મગ્રંથ અને ધરોહર પ્રત્યે માન અને પ્રેમ બાળપણથી જ તેના મન-હૃદયમાં પ્રગટાવે છે. ७५ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનદર્શનમાં કેળવણી વિચાર સર્વશ્રેષ્ઠ રહ્યા છે. પ્રથમ તીર્થંકર આદિનાથ પ્રભુએ શરૂ કરેલ આ કેળવણી પંરપરા ચરમ તીર્થંકર મહાવીર સ્વામીના કાળમાં ભાષા, લિપિ, આચાર અને વિચારથી સમૃદ્ધતા પામી અને તેઓએ સમોવસરણના સ્વરૂપે, દેશના સ્વરૂપે જીવમાત્રને સમજાય અને જીવમાત્રને કલ્યાણરૂપ થાય તે રીતે આ ધર્મકેળવણીની પરંપરાનો મજબૂત સ્તંભ રચ્યો, જે આજ પર્યંત તેઓએ પ્રરૂપેલ સ્વરૂપે આચાર્ય ભગવંતો, સાધુભગવંતો, સાધ્વીજી ભગવંતો અને વિદ્વાન શ્રાવક શ્રાવિકાઓ દ્વારા અસ્ખલિતપણે અખંડ છે. ચરમ તીર્થંકર મહાવીર સ્વામી બાદ ગણધર ભગવંતોએ સુધર્મા સ્વામીજીની અગ્રિમતા - સ્થાપના કરી અને મહાતેજસ્વી જ્ઞાની આચાર્ય ભગવંતોની પરંપરા રચી, જે ચિરકાળથી ચાલુ છે અને ચાલુ રહેશે. ઉચ્ચ પ્રકારની વંશીય શ્રૃંખલા Genetical Chain ધરાવતા આ ધર્મસામ્રાજ્યમાં સતત ને સતત જૈનદર્શન કેળવણીને પ્રાધાન્ય આપતું આવ્યું છે. જોગથી શુદ્ધ થયેલ નૂતન સાધુ-સાધ્વીજીને ખૂબજ ખેવના અને ખંતથી ધર્મઅભ્યાસ કરાવવામાં આવે છે અને કેળવણી વિચારને પ્રાધાન્ય આપતો આ જૈનદર્શન ધરોહર આજે પણ વિશ્વમાં શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે. સમોવસરણમાં દેશના રૂપે પ્રરૂપેલ શ્રેષ્ઠ સમાજ રચનાના ધર્મ સંસ્કારોની પરંપરા એ તીર્થંકર ભગવંતો દ્વારા પોતે પ્રાપ્ત કરેલ કેવળજ્ઞાનનો વિશ્વને જે લાભ અપાયો તે અદ્ભુત જ્ઞાનકોષને ગણધર ભગવંતોએ આગમગ્રંથો દ્વારા લિપિત કર્યા અને અનેક મેઘાવી યુવાચાર્યોએ તે આગમોના ઉધ્ધાર કરી આપણા સુધી પહોંચાડ્યા. આ પણ જૈનદર્શનમાં કેળવણીનો સર્વોત્તમ વિચાર છે, જે વિશ્વમાં અજોડ છે. 66

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70