________________
જેનદર્શનમાં કેળવણી વિચાર પૂર્વાચાયએ જૈનદર્શન પરંપરામાં આગમ ગ્રંથો અને તીર્થંકર ભગવંતોની આજ્ઞાઓનું વહન અને પ્રસારણ કરતાં ઉત્કૃષ્ટ પરિશ્રમથી વ્યાખ્યાનો, અનુષ્ઠાનો, તત્ત્વચર્ચાઓ દ્વારા પરંપરા એ દરેક યુગમાં સુદી સમાજરચનાના ઘડતર માટે પોતાના જીવનનો મહત્તમ ભાગ વિલીન કર્યો. આ સમાજઘડતર અને કેળવણી એ પોતાનું મુખ્ય કર્તવ્ય-ધ્યેય રાખીને વારંવાર આ જૈનદર્શન પરંપરાને નવપલ્લવિત કરી અને આ કેળવણી પ્રક્રિયા આજે પણ નિરંતર દેશ્યમાન થઈ રહી છે. ધન્ય ધન્ય આ મહાન પરંપરા ! “આચાર્યા જિનશાસન્નોનતિકરા.”
જયાં સુધી સૂર્ય, ચંદ્ર આકાશમાં પોતાની કાંતિથી પ્રકાશે, જ્યાં સુધી સ્થાવર જૈનતીર્થો અને ચૈત્યો સહિત આ ભૂમિ ધર્મથી ઉજ્જવળ રહે, જંગમતીર્થ સમાન ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી ભગવંતો ધર્મતત્ત્વથી સભર, જૈનદર્શનમાં વિશ્વમાં અજોડ અનેકાંતવાદ અને સ્યાદ્વાદથી સભર શ્રી વીરપ્રભુની વાણી વિલાસ કરે છે, ત્યાં સુધી ચિરકાળ સુધી આ વિશ્વની શ્રેષ્ઠ કેળવણી પરંપરા આ ધરાને પાપના તાપમાં શાતા આપતી રહેશે જ, આ યુગમાં ધર્મપરંપરાની કેળવણી અને વ્યવહારિક કેળવણી એ સમાજનું અગત્યનું અવિભાજય અંગ ગણાય છે. બાળકો અને બાલિકાઓને બન્ને પ્રકારે કેળવણી પ્રાપ્ત થાય તે વ્યવસ્થા જોવાનું અને જાળવવાનું કર્તવ્ય એ સમાજનું પ્રાથમિક કર્તવ્ય જણાય છે, જે માટે આંખ આડા કાન કરી શકાય નહીં, જરા પણ ગાફેલ રહી શકાય નહીં. છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન કન્યા કેળવણીની સૌથી વધુ ખેવના જૈન સમાજોએ અદ્ભુત રીતે પાર પાડી છે. લઘુમતી સંખ્યા ધરાવતા જૈન સમાજમાં સ્ત્રી સાક્ષરતા સૌથી વધુ છે. તેનું કારણ જૈનદર્શનમાં કેળવણીનો વિચાર એ વિશ્વમાં સૌથી વધુ પુષ્ય અને પ્રમાણિક રહ્યો છે.
જૈનદર્શનમાં કેળવણી વિચાર પાઠશાળા, શિબિર, મેળાવડા અને અનેકવિધ કાર્યક્રમો દ્વારા કન્યાકેળવણી વિચારથી સ્ત્રીઓને આત્મસન્માન અપાતું. અરે, વ્યવહારિક પૂછપરછમાં પણ ધાર્મિક અભ્યાસ એ પ્રથમ લાયકાત ગણાતી, જે આપણા કોઈથી અજાણ નથી.
થોડા જ વર્ષો પહેલાં વ્યવહારિક ભણતર એ ભાર વગરનું ભણતર હતું; બાળપણ અને કિશોર અવસ્થામાં સાહજિક રીતે ભણતર પ્રાપ્ત થતું. સાથે સાથે ધાર્મિક ભણતર પણ પ્રાપ્ત થતું અને યુવાનીમાં પ્રવેશ્યા બાદ કારકીર્દિની શરૂઆત થતાં વાસ્તવિક જીવનમાં પ્રવેશ થતો અને યોગ્ય રીતે, ક્ષમતા પ્રમાણે જીવનની ગોઠવણ થઈ જતી. આ વાસ્તવિકતાનો આજના વર્તમાન સમયમાં જાણે છેદ જ ઉડી ગયો છે.
આજે વર્તમાન સમયમાં બાળક જન્મે અને બે-અઢી વર્ષનું થાય ત્યારથી જ તેના ઉછેર અને વિકાસને ખૂબજ ગંભીરતાથી લઈ અને તાણભર્યું તથા હરીફાઈ યુક્ત વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે. યુવાન માતાપિતાને બાળકના ઉછેર અને પાશ્ચાત્ય શૈલીના શિક્ષણ માટે ખૂબજ વિકટ સંઘર્ષ કરવો પડે છે. કેળવણીના નામે અઢળક સમય અને નાણાંનો વ્યય કરવો પડે છે; ખૂબજ માનસિક તાણનો અનુભવ કરવો પડે છે અને સરવાળે જીવનના નૈતિક મૂલ્યોને વિસરીને આધુનિકતા અને પશ્ચિમી શૈલીના ભણતરના ભાર નીચે દબાવું પડે છે. સ્કૂલ, ટ્યુશન અને અન્ય ક્લાસીસની દોડધામ વચ્ચે તથા અન્યો સાથેની ગુણાંકની સરખામણી ઉપરાંત રિઝર્વેશન પદ્ધતિ સામે પોતાના બાળકને યોગ્ય શાખામાં પ્રવેશ કરાવવા Hard earned money નો ભોગ ઉપરાંત લૉન લઈ દેવું કરવાની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આમાં મેકોલેએ વર્ષો પહેલાં જે ઉદ્દેશથી સંસ્કૃત ભાષાને લુપ્ત કરવા આયોજન કર્યું