________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
હતું તે સફળ થયું જણાય છે. બ્રિટિશ હકુમત દરમ્યાન શિક્ષણનીતિમાં હકારાત્મક બીજતત્ત્વ નાખવા સંસ્કૃત અને અન્ય પ્રાચીન ભાષાઓ ન ભણાવવાની કુટિલનીતિ દાખલ કરી, સંસ્કૃત અને સાંસ્કૃતિક ભાષાઓની ધરોહર આમજનતા માટે મહત્ત્વહીન થઈ જાય, એ દૃષ્ટિએ સમગ્ર પ્રાચીન સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન અન્ય ભાષાઓનું સાહિત્ય ને કર્મકાંડી સાહિત્યનું નામ આપી એલોપેથી અને એન્જીનિયરીંગને પૂજ્ય બનાવવાની અને સામાજિક તથા આર્થિક વ્યવસ્થાની અનિવાર્યતા માની લેવામાં આવી છે. આ ધૂર્ત ઉપક્રમોને આપણે અંગ્રેજીની કૃતજ્ઞ ઉપલબ્ધિ માની લીધાનું સત્ય સ્વીકારી જ લેવું પડે તેમ છે; હવે બચ્ચું કુચ્યું કેમ બચાવવું, જાળવવું એ જ પ્રાણપ્રશ્ન છે. ખૂબજ ચિંતાનો વિષય છે.
અધૂરામાં પૂરું પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીજીને અવગણીને, અધૂરા જ્ઞાન અને અળવીતરાં આચારધારી પંડિતોએ નવી પેઢીને આકર્ષવા અને પોતાના તરફ વાળવા કંઈક અખાડા ખોલી નાખ્યા છે, જે ઘણું જ દુઃખદાયક અને શરમજનક છે. સમાજે તેની ગંભીર નોંધ લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. આગમવાણીના ધર્મપ્રસાર સિવાયનું બધું જ મિથ્યાત્વ હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ નવશિક્ષણ પ્રાપ્ત કરેલ યુવક-યુવતીઓને તો તેમને ગમે તેવું અને તેમને insulation, social protaction પૂરું પાડે તેવા spiritual કેળવણીકારની જરૂરિયાત છે. ધર્મપરંપરા, ધર્મ અનુશાસન, ધર્મ ધરોહરનું અનુકરણ આ કંઈ તેમને ખપે નહીં. મુક્ત, સ્વતંત્ર અને સ્વૈચ્છિક ધર્મ કેળવણીના તેઓ સંમતિપૂરક છે. જૈનદર્શનમાં કેળવણી વિચારની મૂળભૂત પદ્ધતિએ શૈશવકાળના ભાર વગરના ભણતર સાથે સાથે નિયમિત રીતે ૪ વર્ષથી ૧૫ વર્ષની વય દરમિયાન પાઠશાળાનું જ્ઞાન, ત્યારબાદ કિશોર અવસ્થામાં ગુરુ
..
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ભગવંતો દ્વારા આયોજિત શિબિરો, યાત્રાધામોમાં ચારિત્ર ઘડતર શિબિરો, વેંકૈશન દરમ્યાન ખાસ પ્રકારની કેળવણી શિબિર, જ્ઞાન અભ્યાસ, કથાશ્રવણ, તત્ત્વ જાણકારી, તપ, વ્રત, જાપ દ્વારા ચારિત્રઘડતર. યુવા અવસ્થામાં ગંભીર તત્ત્વજ્ઞાન વિષયક વ્યાખ્યાનો અને પ્રવચનોના આયોજન, ક્રમબદ્ધ રીતે પ્રાચીન સાહિત્ય ગ્રંથોનું નિયમિત વાંચન, વયસ્ક અવસ્થામાં તત્ત્વચિંતન, વાંચન, લેખન અને જ્ઞાનક્ષેત્રમાં પોતાનું અનુદાન અને પ્રૌઢ તથા વૃદ્ધાવસ્થામાં યથાશક્તિ વાંચન, શ્રવણ દ્વારા ધર્મતત્ત્વોનું ચિત્તપ્રદેશમાં રમણ એ સાચા શ્રાવકની જીવનશૈલીનું ઉજળું પાસું રહેતું.
જૈનદર્શનમાં કેળવણી વિચારમાં પાઠશાળામાં જવાથી થતા લાભોનું એક વિસ્તૃત સ્વરૂપ આપણે જોઈ લઈએ. પાઠશાળામાં અભ્યાસ કરવાથી જૈનદર્શનમાં કેળવણી વિચારનો મુખ્ય આધારસ્તંભ એ વિદ્વાન શ્રાવક-શ્રાવિકા, પ્રાધ્યાપકો દ્વારા પાઠશાળામાં અપાતું જ્ઞાન છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી, અર્ધમાગધી, દેવનાગરી, મારવાડી, ગુજરાતી, મરાઠી તેમજ ભારતભરની અન્ય ભાષાઓમાં રચાયેલ શાસ્ત્ર સાહિત્યનો અભ્યાસ અને આસ્વાદ પ્રાપ્ત થાય છે. જૈનદર્શનના આવશ્યક સૂત્રો, આવશ્યક ક્રિયાઓની પદ્ધતિનું જ્ઞાન, જૈન ભૂગોળ, ગણિત, ઈતિહાસ કથાઓનું શ્રવણ-વાંચન, સજ્જાઈ, સ્તુતિ, રાસ, અનુષ્ઠાન પદ્ધતિઓ, વ્યાખ્યાન, ચરિત્ર, આગમટીકાઓ તથા અન્ય અનેક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન પાઠશાળામાં પ્રાપ્ત થાય છે. પાઠશાળાના વાતાવરણનું અનુશાસન અને વૈભવ અનેરા હોય છે. પાઠશાળામાં અભ્યાસ કરવાથી બુદ્ધિ-વિચારોનું મજબૂત ઘડતર થાય છે. શ્રાવકોના શિષ્ટાચારનો પાયો નંખાય છે. મનમાં શુભભાવોનું રોપણ અને સિંચન થાય છે. અનુભવી અને અનુશાસનપ્રિય શિક્ષકો દ્વારા જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત થાય
૮૧