Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 37
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર – જૈન ધર્મમાં શિક્ષણ અંગેની વિચારણા જિતેન્દ્ર કામદાર જૈનદર્શન એ જ્ઞાનનો વિશાળ મહાસાગર છે. તીર્થકર ભગવંતોએ આપેલી દેશનાઓ, ગણધરોએ વહેવડાવેલી જ્ઞાનગંગા. પ્રસિદ્ધિ જૈનાચાર્યોએ રચેલા શાસ્ત્રો, ગ્રંથો, વર્તમાનમાં વિચરતા સાધુસંતો દ્વારા કરાયેલી સાધના અને સ્વાસ્થનું દોહન તેમજ વિદ્વાનોએ પોતાની વાણી દ્વારા સામાન્ય જન સુધી આ જ્ઞાનગંગા પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું તેનું શ્રેય ઉપરોક્ત સૌ જ્ઞાનીજનોને જાય છે. મનુષ્યોના સામાજિક કે આધ્યાત્મિક જીવનના એવા કોઈ વિષયો નથી કે જેની છણાવટ જૈનદર્શનમાં થયેલી ન હોય, એવા કોઈ પ્રશ્નો નથી કે જેનો ઉકેલ જૈનદર્શનમાં ન હોય. કેળવણીનો વિષય એ પણ જ્ઞાનનો, શિક્ષણનો વિશાળ ખજાનો છે. તીર્થકર ભગવંતો અને આચાર્યોએ સાધુજીવન અને શ્રાવકજીવનના ઉત્કર્ષ માટે, વિકાસ માટે ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે. કોઈપણ જીવ જ્ઞાની, પંડિત, વિદ્વાન હોય કે સામાન્ય સમજણ ધરાવતા અલ્પમતિ જીવો હોય - સૌ પોતપોતાની ક્ષમતા પ્રમાણે તેમાંથી જ્ઞાનકેળવણી – શિક્ષણ મેળવી શકે છે. જૈનધર્મના દરેક ફિરકાઓને સર્વમાન્ય ગ્રંથ ‘તત્ત્વાર્થ સૂત્ર’ ના પ્રથમ અધ્યાયમાં એક સૂત્ર આપેલું છે - સીન જ્ઞાનવારિત્રાળ મોસમf; I સમ્યગુ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. વિશાળ અર્થઘટન ધરાવતા આ સૂત્રનો સાદો સીધો અર્થ આટલો જ છે – સમ્યકજ્ઞાન એટલે સમજણનું પરિવર્તન. જૈનદર્શનમાં કેળવણી વિચાર સમ્યદર્શન એટલે ભાવના અને રુચિઓનું પરિવર્તન. સમ્યક્રચારિત્ર એટલે આચરણનું પરિવર્તન. આપણી સમજણમાંથી ભ્રમણાઓ દૂર થાય, જીવ અને જગત વિષે સાચું જ્ઞાન મળે તે માટે જીવનમાં સમજણનું પરિવર્તન કરવું તે જ્ઞાન. આપણા જીવન માટે જે હિતકારી છે તેવી આપણી ફરજ અને કર્તવ્ય પ્રત્યે રુચિ વધારવી, શ્રદ્ધા ધરાવવી તે દર્શન. સંસારની જવાબદારીઓ નિભાવતા નિભાવતા જરૂરી લાગે તેવું આચરણમાં પરિવર્તન કરવું તે ચારિત્ર, બસ, તત્ત્વાર્થસૂત્રના આ સૂત્રની સરળ સમજૂતી એ જ જૈનધર્મની પાયાની કેળવણી છે. આ રીતે જૈનદર્શન એક વિરાટ દર્શન છે. તેમાં કેળવણી વિષે પ્રચૂર માત્રામાં શાસ્ત્રો, ગ્રંથો અને સાહિત્ય રચાયેલાં છે. આજનો યુગ ભૌતિક વિકાસ અને વિજ્ઞાનનો યુગ છે. બાળકોને કે યુવાનોને માત્ર વડીલોના આદેશથી કે સાધુસંતોના ઉપદેશથી ધર્મ તરફ વાળવા સરળ નથી. બાળકોને જૈનશાળામાં જૈનશિક્ષણ પ્રત્યે રુચિ જાગે તે માટે વૈજ્ઞાનિક કે ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરી, સુંદર પુસ્તકો કે દેશ્યશ્રાવ્ય કાર્યક્રમો વડે તેમનામાં ધર્મસંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે. યુવાનોને વિદ્યાલયોમાં ધર્મના સંસ્કારી વાતાવરણ વચ્ચે રહીને ઈન્ટરનેટ, કમ્યુટરના માધ્યમથી અદ્યતન કેળવણી મળી શકે તેવો પ્રબંધ થવો જોઈએ. સમાજને માત્ર જૈન પંડિતો સાથે ડોક્ટર્સ, વકીલ, ઈજનેરોની પણ જરૂર રહે છે. તે જ રીતે વિદ્યાર્થીના જીવનના પાયામાં ધાર્મિક સંસ્કારોનું

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70