Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 35
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર મમત્વભાવ એ પરિગ્રહ છે. ગીધ જ્યારે મરેલી ભેંસ ઉપર બેસીને ઉજાણી કરે છે ત્યારે પાંખો પ્રસારીને એવી રીતે ચાંચ મારે છે કે બીજું પ્રાણી કે પક્ષી તેમાં ભાગ ન પડાવે. તાજેતરમાં રાષ્ટ્રમાંથી સંગ્રહવૃત્તિ અને ઘૂષણખોરીની ઘેલછાને ડામવા અને સમવિભાજન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી અભિયાન ચલાવ્યું છે. દેશના નેતાઓ ગેરકાનૂની રૂપિયા સંગ્રહી કરચોરી તો કરી જ રહ્યા છે તે ઉપરાંત દેશને વધુ કંગાળ બનાવી રહ્યા છે. જૈન શિક્ષણમાં પરિગ્રહ એ નરકનું નેશનલ હાઈવે લેખાયું છે. થોડા કાળની મજા અને અસંખ્યાત કાળની સજા ! જૈન શાસ્ત્રોમાં પુણિયા શ્રાવકનું દૃષ્ટાંત અપરિગ્રહની મિશાલ છે. ભગવાન મહાવીરના સમયમાં થયેલા આનંદ આદિ દસ શ્રાવકો બાર વ્રતધારી હતા. તેમાં પાંચમું અપરિગ્રહ વ્રત છે. ખપપૂરતું રાખી બાકીના પ્રત્યાખ્યાન કરવાથી પદાર્થની અછત વર્તાતી નથી. ઉપરોક્ત દૃષ્ટાંતો સ્વચ્છ કમાણી, દાન અને સાદગીની ખુમારી પ્રગટાવી ગરીબ-તવંગરના ભેદો નષ્ટ કરે છે. આવા સંસ્કારોથી પરિવૃત્ત બાળમાનસ યૌવનવયમાં ‘ન્યાયસંપન્ન વૈભવ’ તરફ તેનો ઝોક વધુ હશે. ભ્રષ્ટાચારમાં સંડોવણી કે કૌભાંડોના સણકા કરતાં તેના સંસ્કારો તેને રોકશે. પ્રામાણિકતાનું જતન કરી ઉમદા નાગરિક તરીકેની અમીટ છાપ પાડશે. જૈન શિક્ષણ સમતાને અગ્રસ્થાને મૂકે છે. અનુકૂળતા કે પ્રતિકૂળતા, સુખ કે દુઃખ એ જીવનની વણથંભી ઘટમાળ છે. અનુકૂળતામાં પોરસ કે અભિમાન નહીં અને પ્રતિકૂળતામાં હતાશા કે નિરાશા ન કરતાં મધ્યસ્થતા રાખવી એ જ સમતા છે. ભગવાન મહાવીરે સાધનાકાળમાં ઉપસર્ગો અને પરિષદો સમભાવે સહન કર્યા ત્યારે કેવળજ્ઞાન રૂપી સિદ્ધિ તેમને હાંસલ થઈ છે. જે સમતા રાખે છે તે ખાટી જાય છે. વળી, ભરતી અને ઓટ, ચંદ્રની - ૬૬ જૈનદર્શનમાં કેળવણી વિચાર કળામાં વધઘટ, સૂર્યનો ઉદય અને અસ્ત પ્રાકૃતિક તત્ત્વોમાં પણ દૃષ્ટિગોચર થાય છે. એ જ જણાવે છે કે પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. રાજા હોય કે રંક સૌને કર્માનુસાર સુખ-દુ:ખનું વેદન કરવું જ પડે છે. આધ્યાત્મિકતાનું અદ્ભુત અનુપાન કરનાર બાળક જિંદગીના ધારદાર નિર્ણાયક પોતીકી ઘટનાના પ્રસંગે પોતાના રોમેરોમને બદલી નાંખે છે. જીવલેણ રોગો કે શોકોની થપાટો તેને લાચાર બનાવી શકતી નથી. તે સફળતા-નિષ્ફળતા, ચઢાવ-ઉતારના વાવાઝોડાના પ્રસંગે અન્ય પ્રત્યે ઈર્ષાળુ, સ્વાર્થી કે સંકુચિત અભિગમ રાખવાને બદલે તટસ્થ રહે છે. અન્યના માઠા પ્રસંગે તેને હૂંફ આપે છે. આવા ઉમદા માનસને લોકસમૂહ દેવત્વની દૃષ્ટિએ નિહાળે છે. જૈન શિક્ષણ મન, વચન અને કાયાના યોગનું નિયંત્રણ સ્વીકારે છે કારણકે યોગોનું નિયંત્રણ હશે તો સ્વયં ઠરશે અને અન્યને ઠારશે. વાણીના સંયમ માટે જ ભાષાસમિતિ અને વચનગુપ્તિનું નિરૂપણ થયું છે. જીભ એ કડવાશનો કૂપો ઠાલવવાનું સ્થળ નથી. જીભને વિવેકનો સ્વાદ પારખવાની તાલીમ જૈન શાળામાં આપવામાં આવે છે. બોલવાના પ્રત્યેક પ્રસંગે સત્ય, હિત, મીત અને પ્રિય વચન બોલવાથી સંબંધોના ગુણાકાર થાય છે. ક્રોધવશઅહંકારથી દાહક વાણીથી દુશ્મનાવટ પાંગરે છે. સંબંધોની બાદબાકી થાય છે. સંપ અને સુમેળ જોખમાય છે. “આંધળાના જાયા આંધળા’ - દ્રૌપદીના આ કઠોર વેણથી મહાભારતના શ્રીગણેશ મંડાયા. જૈનશાળામાં જનારો બાળક લાભ-નુક્સાનને જાણી ઉચિત વાણી ઉચ્ચરી, પ્રેમ અને સ્નેહની વેલને નવપલ્લવિત કરે છે. તે જાણે છે કે તલવારનો ઘા થતાં પાટો બાંધી તેનો ઈલાજ થઈ શકે છે પરંતુ જીભના ઘાની રતીભર દવા ઉપલબ્ધ નથી. સુથાર પણ બે વાર માપ્યા પછી જ લાકડું વહેરે છે, તેમ સંસ્કારી બાળક અસભ્ય, નકામો બકવાટ કરતો નથી. આવા કબીરવડ જેવા વિશાળ દિલના વ્યક્તિને go

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70