________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
આવે છે. બાળપણના આ સંસ્કાર જ ગાંધીજીને સત્યનો પૂજારી બનાવે છે. આવું બાળક ખરાબ મિત્રોના સહવાસથી માંસાહાર, ધૂમ્રપાન આદિ કુટેવોની લતે ચઢે અને તેના ખર્ચને પહોંચી વળવા સોનાના ઘરેણાંમાંથી કડલી ચોરે છે. ચોરી કર્યા પછી કોઈ સત્ય ન બોલે તે પહેલાં જ સત્યના બીજ રોપાઈ ગયાં હોય છે. બચપણમાં રોપાયેલાં બીજ નાબૂદ થતાં નથી. તે વખતે પડેલા સંસ્કારોના બીજા વિકલ્પ હોતા નથી માટે જ ચોરી કર્યા પછી પણ સાચું બોલવાનો માર્ગ અપનાવે છે. ચિઠ્ઠી લખી દોષ જાહેર કરી સજાની માંગણી કરે છે. ચિઠ્ઠી પિતાજીને આપી તેમની સામે બેસે છે. પિતાજી ચિઠ્ઠી વાંચે છે. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકે છે. એ મોતીનાં પ્રેમબાણે બાળક વિંધાય છે. પોતાની ભૂલનો એકરાર કરી શુદ્ધ થાય છે. રાજા હરિશ્ચંદ્રની કથાથી ‘સત્યમેવ ગયતે” ની શ્રદ્ધા નિશ્ચલ બને છે. ‘સત્ય એ જ ઈશ્વર છે;’ એવા સંસ્કારો દઢ બને છે.
આજની તરો-તાજ પેઢીનો ઝાઝેરો સંબંધ ડિજિટલ ટેકનોલોજી સાથે છે. ‘ખુલ જા સીમ સીમ’ ની જેમ મોબાઈલનું અમુક બટન દબાવતાં ઘણું બધું હાથવગું થઈ જાય છે. આજે ભૌતિક શિક્ષણના ક્ષેત્રે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. આખું વિશ્વ ડિજિટલની પૂરેપૂરી પહોંચમાં કેદ થઈ ગયું છે. હૉસ્પિટલો, દર્દીની તપાસ, સર્જરી, દવાઓ, ટિકિટો વગેરેમાં ઇચ્છે તે પ્રમાણેની માહિતી મળી જાય છે. દરેક ઉપયોગી વસ્તુનો વધુ પડતો વપરાશ વિનાશક છે. મોબાઈલ અને લેપટોપના કારણે સ્વાસ્થ્ય સામે સંકટો ઊભા થયાં છે, તે સુવિદિત છે. તેમાં પણ માનસિક અને ભાવનાત્મક સંકટો વધુ ભયાનક છે. અવકાશના સમયમાં બાળકો ગેમ રમે છે. બાળકોના રમતનું વિશ્વ બદલાઈ ગયું છે; જેમાંથી મોટાભાગની ગેમ હિંસક ભાવ જન્માવનારી હોય છે. ઉંમર વધવાની સાથે ચેટીંગ થાય અને રમતનું સ્થાન અશ્લીલ સાહિત્ય લે છે; જે તેના મન
*
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ઉપર ઘાતક અસર કરે છે. ભોગવાદની આ વૃત્તિ પર કાબૂ મેળવવો દુષ્કર છે.
ઘરના વડીલો ત્રીજી આંખ દેખાડે તો અળખામણા થઈ પડે છે. શીલ અને સંવેદનાનું અચ્યુત્તમ થઈ રહ્યું છે.
જૈન શાળામાં બ્રહ્મચર્યના સંસ્કારો ઘૂંટાયા હોય, સત્સંગ થયો હોય તો આ ગંભીર પ્રશ્ન સહેજે ઉકેલાય છે. બ્રહ્મચારી નેમ-રાજુલ, વિજય શેઠવિજયા શેઠાણી, સ્થૂલિભદ્ર જેવી વિરલ વિભૂતિઓના કથાનકો બ્રહ્મત્વની અખિલાઈને પ્રગટ કરવામાં સક્ષમ છે. આત્મા સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે. તેમાં રમણતા કરવી એ જ સાચું બ્રહ્મચર્ય છે. વળી, એક વખત અબ્રહ્મનું સેવન કરવાથી ૨ થી ૯ લાખ સંશી જીવોની ઘાત કરે છે. પર્વતિથિમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ, ‘પરપુરુષ ભાઈ-પિતા સમાન અને પરસ્ત્રી માતા-બહેન સમાન છે’ – આવા સંસ્કારોથી અવદાત થયેલ બાળક રઘવાયો બની અનૈતિક આચરણ કરતાં કે લીલુંછમ જીવન સંકેલી લેતાં અચકાય છે. કારણ કે તેની પાસે સદાચારના સંસ્કારોની મિલકત છે. આવો માનવ મોટો થઈ ભ્રૂણહત્યા, શીલખંડન, કન્યાવિક્રય, નાની નાની બાબતોમાં લગ્નવિચ્છેદ જેવા અકૃત્યો કે અટકચાળાની દુર્વેધતાથી છેટું રહે છે. સત્ત્વશીલ ચારિત્ર્યનું નિર્માણ થાય છે. આવો માનવ પોતાની આસપાસના વર્તુળને સદાચારી બનાવી સ્વચ્છ સમાજનું નિર્માણ કરે છે.
અનીતિથી પૈસો ભેગો કરવો, લાંચ-રુશ્વત આપી અન્યનું કાસળ કાઢી નાખવું, બીજાની સંપત્તિને હડપ કરવી, ગરીબો ઉપર રોફ જમાવી તેમની માલિકીની વસ્તુઓ પડાવી લેવી એ સંગ્રહવૃત્તિ - પરિગ્રહ છે. જૈન અને રાજયોગ પરંપરામાં વસ્તુઓ ઉપરાંત પરંપરાગત ખોટી માન્યતાઓ, ટેવો, ગમો-અણગમો વગેરેમાંથી મુક્ત થવું એ અપરિગ્રહ છે. અતિ તૃષ્ણા, લાલસા,
૫