Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 32
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર - જેન શિક્ષણ અને બાળમાનસ ડૉ. ભાનુબેન જે. શાહ (બા) જૈનદર્શનમાં કેળવણી વિચાર ચારિત્ર્ય-નિર્માણને માટે તેઓ ધર્મ અને નીતિને આધ્યાત્મિકતા સાથે જોડતાં કહે છે કે – ‘હિંદુસ્તાને જો આધ્યાત્મિક દેવાળું કાઢવું ન હોય તો તેનાં મૂલ્યો અને ધાર્મિક કેળવણી આપવાનું દુન્યવી કેળવણી આપવા જેટલું જ આવશ્યક ગણવું જોઈએ.’ આમ ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મભાવ સુધી ગાંધીજીએ નૈતિકશિક્ષણની સંકલ્પનાની ક્ષિતિજને વિસ્તારી છે. જૈનશાસનનો ચતુર્વિધ સંઘ શિક્ષણના સર્વ અંગોની તરફ લક્ષ આપે છે. પાઠશાળાઓના ધાર્મિક શિક્ષણના શિક્ષકો – જ્ઞાનદાતાઓ, ઉપાધ્યાય, ભગવંતો પાસેથી અને શાસ્ત્ર સ્વાધ્યાય દ્વારા શિક્ષણનું સર્વાગી અધ્યયન કરી શીખવે છે. કારણ કે વ્યવહારિક શિક્ષણ તો આ ભવમાં સુખ-સદાચારને સંપન્નતા આપે પણ ધર્મનું શિક્ષણ ભવ પરંપરા સુધારે છે. જ્ઞાનદાતા વર્તનથી બાળકોમાં રહેલી સુખ ચેતનાને દિવ્યશક્તિને જગાડી શકે છે, જેથી ચેતનાની ખેતી કરવાનું પવિત્ર કાર્ય એમના શિરે છે, તે સંપન્ન કરીશ. (ગુણવંતભાઈએ સી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના લખેલા અને સંપાદિત થયેલા ૬૦પુસ્તકો પ્રગટ થયા છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે.) શિક્ષણ એટલે કેળવણી. શિક્ષણના આદ્ય સંસ્થાપક આ અપસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન છે. તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને અક્ષરજ્ઞાન અને બીજી પુત્રી સુંદરીને ગણિતનું જ્ઞાન આપ્યું. શિક્ષણના બે પ્રકાર છે – (૧) લૌકિક શિક્ષણ (૨) લોકોત્તર શિક્ષણ. લૌકિક શિક્ષણમાં ડીગ્રીને પ્રધાનતા અપાય છે. આ શિક્ષણ શાળા અને કૉલેજોમાંથી પ્રાપ્ત થાય છે. આ શિક્ષણમાં માનવતાના કે નૈતિકતાના ગુણોની વિકાસની ગુંજાઈશ નિશ્ચિતપણે ન કહી શકાય કારણ કે ભૌતિક શિક્ષણે મોટા ઈજનેરો, તબીબો, વૈજ્ઞાનિકો, સેનાપતિઓ, વકીલો, ન્યાયાધીશો અને ઊંચી ડીગ્રીધારીઓ અનેક પેદા કર્યા છે પરંતુ છાશવારે સમાચારપત્રોમાં તેમના કૌભાંડો વાંચવા મળતા હોય છે. ધાર્મિક્તા અને નીતિમત્તાના અભાવમાં તેઓ માનવજાતિ સાથે ચેડા કરી શેતાનના શિષ્યોની પેઠે વર્તે છે. ખરેખર ! ધર્મ વિનાના અર્થ અને કામ ઉન્મત્ત આખલા સમાન છે. અનાર્યતાના વિષ પાનાર છે. લોકોત્તર શિક્ષણ એટલે એવી કેળવણી જે શરીર, મન અને આત્મામાં રહેલા સર્વશ્રેષ્ઠ તત્ત્વોને બહાર આણે. એટલે જ પૂર્વાચાર્યો કહે છે – સા વિધા યા વિમુવારે મુક્તિ અપાવે એ જ વિદ્યા. આવી વિદ્યા માનવીય ચેતનાનું ઐશ્વર્ય છે; જીવનયાત્રામાં આવતી પ્રતિકૂળતા - અનુકૂળતામાં સામ્યભાવ રાખી રમ્ય વિસામારૂપ બને છે. આ વિદ્યા મોક્ષની સાર્થકતાની દ્યોતક છે. જેમણે રાગ-દ્વેષથી સંપૂર્ણ છુટકારો મેળવ્યો છે તેવા “જિન” નો ધર્મ એટલે ‘જૈન ધર્મ.’ જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન એ લોકોત્તર શિક્ષણ છે. પ્રથમ માનવ, ૬૦ - ૬૧

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70