________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ભારતવર્ષની પ્રાચીન શિક્ષણપદ્ધતિમાં ડોકિયું કરીશું તો જણાશે કે એ સમયમાં ઋષિકુળ, ગુરુકુળ, તપોવન જેવા આશ્રમોમાં ઋષિઓ બાળકોને જીવનોપયોગી વિવિધ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપતા.
ક્રમેક્રમે શિક્ષણની ક્ષિતિજનો વિસ્તાર થયો. વિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્થપાયા. ભારતવર્ષમાં તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો પણ બની.
મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. કેળવણીનું ખરું કામ વ્યક્તિમાં રહેલ બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરવાનું છે.
શિક્ષણ અને કેળવણીની સામાન્ય સમજ એવી હોય છે કે ધાર્મિક શિક્ષણ આપવાથી પુત્રીના વેવિશાળ અને સગાઈ સમયે સામા પક્ષને લાગશે કે દીકરી ધર્મનું આટલું ભણી છે તો તે સંસ્કારી અને ધાર્મિક હશે જ.
“મારા બાળકને મારે એવું શિક્ષણ આપવું છે કે તેને મોટી અને ઊંચી ડિગ્રી મળે અને એ ડિગ્રી પણ એવી હોય કે સમાજમાં માન મોભો તો મળે, ખૂબજ શ્રીમંત કુટુંબની રૂપાળી કન્યા મળે કે શ્રીમંત કુટુંબનો મુરતિયો મળી જાય. ખૂબ જ સારી, ઊંચા પગારવાળી નોકરી મળે અથવા તે ડિગ્રી દ્વારા પોતાનો વ્યવસાય કરી ખૂબ ઊંચી કમાણી કરી શકે.” શિક્ષણ કે કેળવણી પાસે આપણી આ જ અપેક્ષા છે.
શિક્ષણ, વિદ્યા કે કેળવણી માત્ર પૈસા કમાવવાનું સાધન નથી. શિક્ષણ જીવનલક્ષી હોય તો જ જીવન ઉન્નત બને. શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે તે ભૂલવું ન જોઈએ. કેળવણીનું અંતિમ ધ્યેય તો જ્ઞાનમાંથી શાણપણ સુધી લઈ જવાનું છે. જે શિક્ષણમાં નીતિ અને ધર્મના સંસ્કાર અભિપ્રેત હોય તે કેળવણી જ કલ્યાણકારી બની શકે.
૫૬
જૈનદર્શનમાં કેળવણી વિચાર
કોઈ એક વ્યક્તિ વિજ્ઞાનક્ષેત્રની ઊંચી કેળવણી પ્રાપ્ત કરી વિનાશકારી બૉમ્બ બનાવવાની શોધ કરે. એ શોધ વેચી કરોડો રૂપિયા રળે અને લાખો માનવસંહારનો નિમિત્ત બને.
કરોડો રૂપિયા દ્વારા એ ગાડી, બંગલો અને સંપત્તિની હારમાળા ઊભી કરી દે. પોતે મેળવેલ શિક્ષણ કે વિદ્યાના ઉપયોગ-દુરુપયોગ દ્વારા એ ભવ્ય જીવનશૈલી પામે અને પોતે એને વિદ્યાની ભવ્યતા પણ કહેશે. બીજી વ્યક્તિ તબીબીવિજ્ઞાનમાં શોધ કરી બીજાના જીવન બચાવવાનું કાર્ય કરે છે. ગરીબ દર્દીની ફી લીધા વગર દવા પણ કરે છે. ઓછા પૈસા કમાવાથી સાદી જીવનશૈલી છે, આપણે આને વિદ્યાની દિવ્યતા કહીશું.
શાળામાં ભણતા ત્યારે ગણિતના શિક્ષક અમને દાખલો શીખવાડતા. ગામડેથી એક વેપારી પોતાની દુકાન માટે ખરીદી કરવા આવ્યો. તેણે પોતાની દુકાન માટે બસો નેવું રૂપિયાના માલની ખરીદી કરી, ત્યાંથી એક બળદગાડીવાળો પોતાના ગામ તરફ ગાડામાં લાવેલ માલ ખાલી કરી જતો હતો. તેણે કહ્યું કે મારે માલ સાથે ગામડે જવું છે. તો તારા ગાડામાં લઈ જા. સાંજ થવા આવી છે. જો તું હમણાં જ લઈ જાત તો તને રૂપિયા દસ આપીશ. બળદગાડીવાળાએ ‘હા’ પાડી ને બધા ગામડે પહોંચ્યા. બે દિવસમાં પેલા વેપારીએ બધો જ માલ
વેચ્યો અને વેચાણના રૂપિયા સાડા ચારસો આવ્યા. તો વેપારીને આ વેચાણમાં કેટલા ટકા વળતર મળ્યું તેવો પ્રશ્ન સાહેબે અમને પૂછ્યો. વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરી જવાબ આપ્યો કે સાહેબ, એકસો પચાસ રૂપિયા મળ્યા. એટલે પચાસ ટકા નફો થયો.
અમારા ગણિતના શિક્ષક શેઠ સાહેબ આક્રોશ સાથે કહેતા કે આ નફો નહીં પણ નફાખોરી કહેવાય. પાઠ્યપુસ્તક બનાવવાવાળાએ દાખલામાં વાજબી
૫૭