________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
તેમાં ઉદ્યોગ, સમાજ અને પ્રકૃતિને શિક્ષણનાં માધ્યમો માન્યાં. વિનોબાજીએ એક નયી તાલીમ સંમેલનમાં યોગ, સહયોગ અને ઉદ્યોગ એવા શબ્દપ્રયોગ કર્યા. આ તમામ મહાનુભાવોના વિચારોમાં આપણને એકસરખો પ્રવાહ જોવા મળશે. આપણે આપણા સમગ્ર શિક્ષણનો વિચાર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરીએ. જૈનદર્શનમાં હવે ‘સમણસુત્ત’ ગ્રંથની દૃષ્ટિએ વિચાર કરો તો સમજાશે કે – ‘આ બુનિયાદી તાલીમ કે કેળવણીની વાત આપણે ત્યાં થઈ ગઈ છે, પરંતુ આપણે અંગ્રેજોએ આપેલા વારસામાંથી મુક્ત થવામાં નબળા પડીએ છીએ. આ ગ્રંથમાં આગમજ્ઞાન, સૃષ્ટિજ્ઞાન, ભૂગોળ, પ્રાણીશાસ્ત્ર, તત્ત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા, નીતિશાસ્ત્ર, વ્યાકરણ, સ્વાસ્થ્યવિજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા અનેક વિષયોના શિક્ષણ પર ભાર મુકાયો છે. શિક્ષાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ તરફ હોવો જોઈએ, અને તે અંગે જૈનદર્શન જાગૃત હતું. નીતિ, રીતિ અને પ્રમાણનો સમન્વય એમાં સધાતો હતો. જેને કેળવણી કહી શકાય એ
અર્થનું એ જ્ઞાન હતું. પરંતુ આજે આ દર્શન ‘ધાર્મિક’ શબ્દના આવરણ હેઠળ નકારવામાં આવે છે, આનો હાર્દ પકડવાને બદલે આપણને મશીનમાંથી તૈયાર થતાં એકસરખા ચેતનાવિહીન ઉત્પાદનમાં રસ છે. જેથી માત્ર સમાજવ્યવસ્થા જ નહિ, દેશ પર પણ અવળી અસર પડવાની સંભાવના તૈયાર થતાં એકસરખા ચેતનાવિહીન ઉપ્તાદનમાં રસ છે. જેથી માત્ર સમાજવ્યવસ્થા જ નહિ, દેશ પર પણ અવળી અસર પડવાની સંભાવના છે. શિક્ષણને કેળવણીમાં ફેરવવાનો આ સમય છે, ઉપલબ્ધ માહિતીના અપાર ઢગલા વચ્ચેથી ખપની માહિતી મેળવવી, એ મેળવતાં શીખવું અને એ વચ્ચેનો ભેદ કરવો એ જ મોટું કામ છે. નારાયણ દેસાઈએ કહ્યું છે તે મુજબ – “આત્માનો વિકાસ એ કોઈ પાઠ્યપુસ્તક કે ઉપદેશથી કરી શકાશે નહિ. આત્માનો વિકાસ તો શિક્ષકના ચારિત્ર્ય પરથી જ
જૈનદર્શનમાં કેળવણી વિચાર
થઈ શકશે.’’ અને તેથી શિક્ષકે આ બાબતમાં પાઠ્યપુસ્તકોનો આધાર શોધવાને બદલે આત્મશોધનનો જ પ્રયાસ કરવો રહ્યો. આ બાબત આપણે બહારથી નહિ, આપણા મૂળમાંથી મળશે. આપણી પરંપરાથી મળશે. ધર્મનો સંબંધ મનુષ્યના જીવતાં જીવન સાથે સીધો છે, માટે એના દાર્શનિક ગ્રંથોમાં જે લખ્યું છે તેને આપણે વાંચતાં અને સમજતાં શીખી ગયા હોત તો આજે જે સહુથી મહત્ત્વનો સ્તંભ છે તે અંગે આપણે ચર્ચા ન કરતા હોત. આપણે તો આપણા જ સ્તંભને અવગણી આપણી જાતને પોકળ બનાવી. અન્યનાં આકર્ષણમાં આપણા મૂળ સિદ્ધાંતને ભૂલી ગયા. જૈનદર્શન એ માત્ર ધર્મદર્શન નથી, પરંતુ એ જીવનદર્શન છે, એટલું સમજ્યા પછી મોટાભાગના પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે. આ પ્રકારની શિક્ષણ અંગેની વિચારણા અન્ય ધર્મમાંથી પણ હશે જ અને મૂળ સુધી સ્પર્શનારી હશે, હવે એ અંગે ચર્ચા થાય અને ધર્મનો એ રીતે સ્વીકાર કરતાં શીખીએ, એ સમય આવી ગયો છે. અંતે નારાયણ દેસાઈના શિક્ષણ અંગેના લેખમાં વાંચેલો એક પ્રસંગ મૂકી વાત પૂરી કરું છું.
દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર બે વ્યક્તિઓ એકસાથે ચઢી, બંનેએ નક્કી કર્યું હતું કે – ‘અમારામાંથી કોઈ પહેલો અને બીજો નહિ, બંને સાથે.’ એ ખૂબ ડહાપણભરેલો નિર્ણય હતો, નહિ તો આ સ્પર્ધાત્મક દુનિયામાં હિલેરી અને તેનસિંગ વચ્ચે પણ લોકો સ્પર્ધા ખડી કરત ! પણ આ બંને વ્યક્તિઓએ પોતપોતાની મનોભાવનાઓ તે દિવસે જે રીતે પ્રદર્શિત કરી, તે પ્રકૃતિ અને મનુષ્યના સંબંધો વિશે બે વલણો દેખાડી આપે છે, એ ભૂલવું જોઈએ નહિ. હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ પર ઝંડો ફરકાવ્યો. તેનસિંગે એવરેસ્ટની ચપટીક માટી ઉપાડી પોતાના મસ્તક પર ચઢાવી. આપણે એ નક્કી કરવાનો સમય આવી પહોંચ્યો છે કે મનુષ્ય પ્રકૃતિના સ્વામી બનવું છે કે સંતાન?’
४७