________________
જેનદર્શનમાં કેળવણી વિચાર સમણસુત્ત’ ગ્રંથ ગુરુના સ્વરૂપ વિશે પણ સ્પષ્ટતા કરે છે. સાચા ગુરુની શોધને મહત્ત્વ મધ્યકાલીન કવિ અખાએ આપ્યું હતું અને મધ્યકાલીન પરંપરામાં ગુરુ વિશે અનેક પદો પણ લખ્યાં છે. જો ગુરુ યોગ્ય મળે તો શિષ્ય જીવન તરી જાય, અન્યથા માર્ગમાં અટવાઈ જાય. અહીં બે બાબત સમજવાની જરૂર છે – એક ગુરુનું મહત્ત્વ અને ગુરુની યોગ્યતા. જૈનપરંપરામાં ગુરુને આચાર્ય, ઉપાધ્યાય વગેરે પદવી અપાય છે અને તેમની પાસેથી જ્ઞાન મેળવે છે. તીર્થકરોને ભણાવવા માટે ઉપાધ્યાય ઘરે આવતા, સમકાલીન જૈનસંતાનો પાઠશાળામાં ભણવા મંદિર જાય છે, જ્યાં તેમને માત્ર ધાર્મિકજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બેની વચ્ચેનો એક માર્ગ સ્વાધ્યાય છે; જયાં કુતૂહલતાને આધારે શિષ્ય ગુરુ પાસે જઈ પોતાની શંકાનું નિવારણ કરે, પરંતુ આ બધી રીતો હજી સર્વાગપૂર્ણ નથી લાગતી. ‘સમણસુત્ત’ માં ગુરુની જે વિશેષતા કહી છે, તેને આધારે આપણી સર્વાગપૂર્ણ શિક્ષા અંગેની મહેચ્છા પૂર્ણ થાય છે. ગુરુ સમતાવાન, નિષ્પરિગ્રહી, નિર્મમત્વ, નિઃસંગ, સ્વપરહિતકારી વક્તા અને ભોગો પ્રત્યે ઉદાસીન હોવો જોઈએ. એક તરફ ગુરુ માટેની વિશેષતા કહ્યા બાદ શિષ્ય માટેની આવશ્યક બાબતો કહે છે કે શિસ્તબદ્ધ હોય, સેવા કરનાર હોય, અજ્ઞાનીઓથી દૂર રહે અર્થાત્ સાચી સંગતમાં રહે, આજે દરેક માબાપ સતત એ ચિંતા કરતાં જ હોય છે કે – ‘એના બાળકના મિત્રો કોણ છે? સાચી સંગતમાં છે કે નહિ?”
શિષ્ય ચિંતન-મનન કરનાર હોવો જોઈએ, આહાર અને નિદ્રા જે શરીર સાથે જોડાયેલી બાબત છે, જે સ્વાથ્ય અનુકૂળ રાખે છે, તે અંગે પણ વિચારાયું છે. હવે આજે આપણે મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા જોઈએ છીએ; જેમાં આર્થિક પરિસ્થિતિને કારણે સ્કૂલમાં જ ભોજન અપાય છે અને જેથી બાળકો સ્કૂલ તરફ આકર્ષાય, એવો ઉદ્દેશ્ય પણ રહ્યો છે. પરંતુ આજે જે
જૈનદર્શનમાં કેળવણી વિચાર જરૂરિયાતના ભાગરૂપે અપાઈ રહ્યું છે, તે એક સમયે સ્વાથ્ય સંદર્ભોથી વિચારતું હતું અને તેમાં એ કાર્યની ગરિમા હતી, જે આજે હોત તો એમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો ન નડત. શિષ્યની લાક્ષણિકતાઓ વિશે વાત કરતી વખતે ઉત્તમ જ્ઞાન મેળવવાનું પાત્ર શિષ્ય બને તેવી જ અપેક્ષા છે. ખ્રિસ્તી ધર્મમાં જે ‘કન્વેસ' ની પરંપરા છે, તેમ અહીં પણ કહેવાયું છે કે – ‘પોતાના ગુરુ પાસે પોતાના દોષો કબૂલ કરવા જોઈએ.’ અને એથી એક પગલું આગળ વધી જૈનદર્શન એ ગુના માટે આલોચના લેવાનું કહે છે, જેનું કારણ એ છે કે ફરી એ રસ્તે જવાય નહિ. તો આજના સમય જેવી પરિસ્થિતિ થઈ જાય કે “સોરી’ કહી વિસરી જાઓ, ફરી “સોરી' કહી ભૂલો કરતાં રહો. શિક્ષણનો ઉદ્દેશ્ય જે મનુષ્યને આંતરિક રીતે નિર્મળ બનાવવાનો છે, તે હેતુ અહીં પાર પડે છે. ડિગ્રીના થોથાં લઈ બહાર પડતાં અનેકોની વચ્ચે આંતરિક ઉજાશ શોધવો અઘરો થઈ પડ્યો છે. બુદ્ધિના શિક્ષણનો વિચાર કરતાં એક ભ્રામક ખ્યાલ દૂર કરવો જરૂરી છે. આજે આપણે ત્યાં મોટેભાગે એમ માનીને ચલાય છે કે – ‘બાળકના મગજમાં જેટલી માહિતી ઠાંસીએ તેટલું તે વધુ પ્રશિક્ષિત થયું. આપણી પરીક્ષાઓ પણ જાણે કે સ્મરણશક્તિની કસોટી લેવાની હોય એવી જ હોય છે અને પાઠ્યક્રમ પણ એવો ગોઠવાય છે કે જેને લીધે બાળકો પોતાની પીઠ પર પુસ્તકો અને નોટબુકોનો ભાર ઉપાડતાં થાય છે.” સહેજે પર્વતારોહક શ્રમિકોની યાદ આપે તેવા.
અંગ્રેજોના સમયમાં ચાલતું હતું તે મેકોલેને તો એવું જ શિક્ષણ ખપતું હતું કે – “જેમાં એના વિદ્યાર્થીઓનાં મગજમાં ઠાંસી-ઠાંસીને માહિતી ભરી હોય.’ ગાંધીજીએ નયી તાલીમ અંગેના જે વિચારો વ્યક્ત કર્યા, તેમાં એમ કહ્યું કે – ‘બાળકનું શરીર, તેની બુદ્ધિ અને તેના આત્માનો જેમાં વિકાસ થાય તે જ સાચું શિક્ષણ.” ડૉ. ઝાકીર હુસેને બુનિયાદી તાલીમ અંગે જે યોજના ઘડી,
- ૪૫