Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 27
________________ જેનદર્શનમાં કેળવણી વિચાર વર્તમાનકાળમાં ચાલતા સહશિક્ષણ, ટી.વી., સિનેમા, મોબાઈલના વર્ચસ્વમાં આજના બાળકો એટલા તો પ્રભાવિત થઈ ગયા છે કે તેમને આ બધા વગર જરાય ચાલતું નથી. આવા વિષમકાળમાં પણ આપણા ગુરુદેવો બાળકના મનમાં ધાર્મિક સંસ્કાર રેડવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન, ટી.વી., સિનેમા, કુસંગ વગેરે દૂષણોથી પાછા વાળી શકવામાં સફળ પણ રહ્યા છે. શ્રી જિનશાસનની આરાધના માટે તથા ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ અનુષ્ઠાન કરવા માટે તેમજ તેના સ્વરૂપને સમજવા માટે સૂત્રો એક અનિવાર્ય અંગ છે. એ સૂત્રો જો અશુદ્ધ હોય તો તેના અર્થ પણ યથાર્થ થઈ શકે નહીં, એના કારણે આરાધના, વિધિ અને સ્વરૂપમાં પણ વિકૃતિ આવે છે. સૂત્રોના ઉચ્ચારણની શુદ્ધિના વિષયમાં કરવામાં આવતા પ્રયત્નોને વેગ મળે, સમજ વધે અને જાગૃતિ આવે એવા આશયથી પાઠશાળામાં જવાનું છે. પાઠશાળામાં ભણનાર વિદ્યાર્થીઓ અને ભણાવનાર શિક્ષક શુદ્ધ ઉચ્ચારણપૂર્વક પ્રતિક્રમણ, ચૈત્યવંદન, સ્તુતિઓ, ગાથાઓ કરવાનો અને કરાવવાનો આગ્રહ રાખે તે જાગૃતિ ખાસ લાવવાની છે. આપણી માતૃભાષા આપણને જન્મથી જ આત્મસાત્ થયેલી હોય છે. એટલે એ શીખવા બાળકને બહુ મહેનતની જરૂર નથી. પણ આપણા પંચ પ્રતિક્રમણના મોટાભાગના સૂત્રો પ્રાકૃત ભાષામાં છે. બહુ થોડા સૂત્રો સંસ્કૃત ભાષામાં છે. એના જોડાક્ષરોનું ઉચ્ચાર કરવાનું કામ ક્યારેક પંડિતો માટે પણ કઠણ થઈ પડતું હોય છે. માટે ‘પાયચ્છિત્ત', “કાઉસ્સગ’, ‘પચ્ચખામિ', જવણિર્જ ચ ભે’, ‘સમદિદ્ધિ' જેવા શબ્દોની એક યાદી બનાવી સૂત્રો કંઠસ્થ કરાવવાની સાથે બાળકો પાસે તે યાદીવાળા શબ્દો પણ શુદ્ધ ઉચ્ચારણપૂર્વક જૈનદર્શનમાં કેળવણી વિચાર અલગ ગોખાવવા જોઈએ. ઉચ્ચારણ શુદ્ધિની અવગણના ના કરીએ. અશુદ્ધ ઉચ્ચારણ પ્રત્યે મનમાં ખટકો રાખીએ. ઉતાવળથી ગોખવામાં પાર વગરની અશુદ્ધિઓ આવે છે. તે આપણી બેદરકારી છે. એ બેદરકારીને ટાળવાનો સંકલ્પ કરીએ. શાંતિથી એક દિવસમાં અમુક જ ગાથા ગોખવાથી અશુદ્ધિ આવતી નથી. ઉંમર વધે છતાં પણ ભૂલાતું નથી. આપણે ભલે દરરોજ પ્રતિક્રમણ ના કરીએ પણ જ્યારે જ્ઞાનપંચમી – મૌન એકાદશી – સંવત્સરી જેવા મોટા પર્વના દિવસોમાં પ્રતિક્રમણ કરીએ ત્યારે શુદ્ધ ઉચ્ચાર અને મધુરપણે બોલીએ તો બધા જ શાંતિથી સાંભળે અને મનમાં સારો ભાવ પણ જાગે. માટે ઉચ્ચારશુદ્ધિ પરત્વે ખાસ ધ્યાન રાખવાનું છે. બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી વાલીઓની છે. છતાં પણ મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને પાઠશાળામાં નિયમિત ભણવા મોકલવા પૂરતો પણ સહયોગ આપતા નથી. સંઘ યથાશક્તિ પ્રયત્નો કરે છે. પણ સંઘનું આયોજન એકબીજાના સહકાર વગર વ્યવસ્થિત ચાલી શકતું નથી. પાઠશાળાનું સંચાલન આર્થિક સહયોગ વગર શક્ય નથી. એટલે સંઘના શ્રીમંત મોવડીઓએ આર્થિક સહાય કરવામાં પોતાનું પરમ કર્તવ્ય સમજવું જોઈએ. બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે નાની નાની ભેટ દા.ત. પુસ્તિકા, પેન્સિલ, નોટ વગેરે પ્રભાવના રૂપે આપવાથી ઘણો લાભ થાય છે. આપણી પાઠશાળા કેવી હોવી જોઈએ ? તો જેમ મોટરને ચાર પૈડા છે અને તે ચારેય પૈડાનું મહત્ત્વ સરખું છે તેવી રીતે પાઠશાળાના પણ ચાર મહત્ત્વના અંગ છે, જેના દ્વારા ધ્યેય સિદ્ધ થાય છે : ૧. બાળકો ૨. બાળકોના મા-બાપ ૩. વિદ્યાગુરુઓ (જ્ઞાનદાતા) ૪. પાઠશાળાના કાર્યવાહકો - ૫૧

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70