Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 26
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર આદર્શ પાઠશાળા મિતા પિનાકિન શાહ જૈનદર્શનમાં કેળવણી વિચાર થોડા દિવસ પહેલાં છાપામાં આવ્યું હતું કે – ‘બારમાની પરીક્ષા ખૂબ સારા માર્કસ સાથે પાસ કરનાર વિદ્યાર્થી એન્જિનિયરિંગ કૉલેજમાં ઘણી વાર સારું નથી કરી શકતો; કારણ મોટાભાગના વિદ્યાર્થીઓને ગોખીને પાસ થવાની આદત પડી ગઈ હતી પરંતુ શીખવાની બાબતમાં તેઓ પાછળ પડતા હતા. કેળવણી એ શિક્ષણ માટે સાચો શબ્દ છે. જૈનદર્શને સર્વાગપૂર્ણ શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ માટે તાલીમ, નૈતિકતા, મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકાયો છે, જેને જૈનચિંતનમાં વણી લેવાયું છે. હવે આ સમયે આ ચિંતનને કોઈ પૂર્વગ્રહ વગર હવે સ્વીકારવાનો સમય આવી ગયો છે !' (ડૉ. સેજલ શાહ ‘મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજ' ના ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ છે. “પ્રબુદ્ધજીવનના તંત્રી છે. એમણે બે પુસ્તકો લખ્યાં છે. - ‘મુઠ્ઠી ભીતરની આઝાદી’ અને ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપરાંત ગુજરાતી પદ્યવિમર્શ ફાગુ, બારમાસીનું સંપાદનકાર્ય કર્યું છે.) જિનશાસનના સર્વ અંગોના વિકાસના મૂળમાં પાઠશાળા એક અગત્યનું અંગ છે. એમાં કરાવવામાં આવતો અભ્યાસ તેમજ શીખવાડવામાં આવતા ધાર્મિક આચાર-વિચાર માનવજીવનના બાગને મહેકાવવામાં ઉત્તમ કામ કરે છે. પુષ્યનું સૌંદર્ય અને સુવાસ આખા બાગને સુવાસમય કરી શકે છે, તેવી રીતે બાળપણમાં સસંગરૂપી ધર્મનું બીજ રોપવામાં આવે તો તે જીવનપુષ્પ જયારે ખીલે ત્યારે સમગ્ર વાતાવરણને અનંત આત્મસુખની અનુભૂતિ કરાવે છે. પાઠશાળામાં અપાતા શિક્ષણથી બાળકને સર્બોધ મળે છે. સોધથી તેનામાં સવિવેકનો વિકાસ થાય છે અને સદ્વિવેકના વિકાસથી સદ્વર્તનનો પ્રાદુર્ભાવ થાય છે અને “આપ ભલા તો જગ ભલા’ ની દૃષ્ટિથી આદર્શ સમાજ રચાય છે. વર્તમાન સમયમાં પલટાયેલી જીવનપદ્ધતિ તેમજ શિક્ષણપદ્ધતિના લીધે પાઠશાળામાં જઈને ધાર્મિક અભ્યાસ કરવાની આપણી ઉત્તમ પ્રાચીન પ્રણાલીને મોટું નુક્સાન પહોંચ્યું છે. શાળા-કૉલેજ અભ્યાસમાં જ મોટા ભાગનો સમય વિતાવતા બાળકો પાઠશાળામાં જઈને ધાર્મિક અભ્યાસ કરવાનો સમય ફાળવી શકતા નથી. પરિણામે જન્મ જૈન હોવા છતાં જૈન અભ્યાસના અભાવે જૈનદર્શનના આત્મહિતકર અમૂલ્ય તત્ત્વજ્ઞાનથી વંચિત રહે છે અને તેનાથી ધાર્મિક આચારોના મહામૂલ્યવાન વારસાને ગુમાવી બેસે છે અને દુર્ગતિમાં પડે છે. જૈન ધર્મના તાત્ત્વિક અભ્યાસ અને આચારોથી વંચિત રહેનારા બાળકો આવતીકાલે મોટા થઈને સંઘનું સુકાન કેવી રીતે સંભાળશે ? તેનો વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. ૪૮ -

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70