Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 20
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈન ધર્મ, જૈનીઝમ, જૈનકુળ, જૈનગૃહ, જૈનત્વ, જૈન ગુરુ, જૈન કેળવણીને જે પામી ગયો, તે આ સંસારને જરૂર પાર કરીને મોક્ષ સુખ વહેલો પામશે તે નિઃશંક છે. જૈન ધર્મની કેળવણી એટલી ઉચ્ચ કક્ષાની છે કે તેમાં વર્ગવિગ્રહ કે રાજકારણને પ્રવેશનો કોઈ ચાન્સ નથી; અને એ માટે જવાબદાર છે ‘Let Go’ ની થિયરી. જે જીતે તેણે જતું જ કર્યું હોય તેમ જ માનવું. ભગવાન મહાવીરના સંતાનોના શાસનમાં ચૂંટાયેલા પ્રમુખથી શાસન ચાલે છે ને સંઘ, સંઘપતિની આજ્ઞાને શિરોમાન્ય ગણે છે અને એ પણ ત્યાં સુધી કે સાધુ-સાધ્વી પણ સંઘપતિની આજ્ઞાને અનુસરે છે. પ્રત્યેક સંઘના સંઘાડાના પ્રમુખ તેની લાયકાત ને ધર્મની મર્યાદાને સમજીને ચાલે છે. તેની સરતચૂકથી તે પદ પરથી આપોઆપ દૂર થઈ જાય છે. અન્ય ધર્મના મંદિરોમાં ધરાતો પ્રસાદ ધરનારા ને ભાવિકો બધા પ્રસાદ સ્વરૂપે લઈ શકે છે. જ્યારે જૈનધર્મ પ્રભુને, પૂજાથી ધરાયેલા ફૂલ-ફળ કે પ્રસાદ માત્ર પૂજારી-ગરીબોને જ અપાય છે. જે એક એવી કેળવણી છે કે યેનકેન પ્રકારે ગરીબોને દાન મળતું રહે. સારા-માઠા પ્રસંગે પાઠશાળાના બાળકોને શિક્ષકોને ભોજન કરાવવું, ગીફ્ટ આપવી કે જેથી ધર્મ પ્રત્યેનો તેનો રાગ ને નિષ્ઠા જળવાઈ રહે. પ્રભુની ભક્તિ કરનારાને અનુમોદના સ્વરૂપે પ્રભાવના કરવી તે પણ ધર્મને પ્રોત્સાહકરૂપ આયોજન છે. શિબિરો યોજીને સમગ્ર ખર્ચ ઉઠાવવો. ઉછામણી દીક્ષાની હોય કે કાળધર્મ પામેલાની હોય, સહુ કોઈ ઉમંગભેર ભાગ લઈ શકે છે. 39 જૈનદર્શનમાં કેળવણી વિચાર રાષ્ટ્રીય આપત્તિના સમયે દાનસહાય મોકલાવીને સમાજના નબળા વર્ગોને રાહતરૂપ અન્ન-વસ્ત્રરૂપ માસિક સહાય અપાય છે. અભ્યાસ કરતાં બાળકો-યુવાનોને તેમજ વિદેશ જતા અભ્યાસુને પણ સ્કોલરશીપ અપાય છે. સમાજના ધાર્મિક કે આર્થિક સમાચારો ને માસિક ગ્રંથોને માસિક પત્રો – બુકો દ્વારા માહિતગાર કરાય છે. સાધુ-સંતો ક્યાં બિરાજે છે, ક્યાં ચાતુર્માસ છે. તિથિ પંચાંગો, વાર્ષિક વિનામૂલ્યે બહાર પડાય છે. શાસ્ત્રો-આગમોને સરળ ભાષામાં રજૂ કરીને જ્ઞાનનો ફેલાવો કરાય છે. વર્ષમાં બે-ચાર-છ સંઘો ને સાધર્મિક ભક્તિ યોજાય છે. સંમેલનો યોજાય છે, ક્ષતિઓ શોધીને દૂર કરાય છે. સમાજના શ્રેષ્ઠીઓના સન્માન કરાય છે. સંસ્થાઓની કાર્યશક્તિને બિરદાવાય છે. બાલાશ્રમો, મંડળો, વૃદ્ધાશ્રમોનું સંચાલન કરાય છે. વર્તમાન શિબિર, અમરેલી મુકામે યોજાઈને જે જૈનધર્મના વિચારની આપ-લે થઈ રહી છે તે પ્રત્યક્ષ જૈનદર્શનનો દાખલો છે. તો ચાલો આપણી ધર્મ પ્રત્યેની ફરજોને વધારે જાગ્રત કરીને સૌનું કલ્યાણ કરીએ. (જૈનદર્શનના અભ્યાસુ રાજકોટ સ્થિત પ્રદીપભાઈના સૌને ગમે તે સચ્ચાઈ’ તથા ‘લાગ્નિક સમસ્યા’ પુસ્તકો પ્રગટ થયા છે. તેઓ જૈન સેમિનારોમાં અવારનવાર ભાગ લે છે.)

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70