Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 17
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈન ધર્મમાં કેળવણીનું મહત્ત્વ પ્રદીપકુમાર એ. ટોલીયા અર્થ :- “કેળવણી એટલે સુસંસ્કાર” પ્રકાર :- (૧) ધાર્મિક સંસ્કાર (૨) જ્ઞાયિક સંસ્કાર (૩) વ્યવસાયિક સંસ્કાર (૪) વ્યવહારિક સંસ્કાર (૫) વંશીય સંસ્કાર સાંસારિક પ્રક્રિયામાં ધર્મ – અર્થ – કામ – મોક્ષ ને પ્રવધાન અપાયું છે. આ પ્રક્રિયાને જો સુઆયોજિત રીતે વણીને જીવન જીવાય તો તે કેળવણીપ્રદ કહેવાય છે. તે નસીબ મુજબ જે રીતે થતું હોય તેમ જીવે તો તે અણધડ જીવનમાં લેખાય છે. તો આપણે વિષયને સ્પર્શીને કેળવણીપ્રદત્તાને અહીં સ્થાન અપાયું છે. હિન્દુ – જૈન – બૌદ્ધ – મુસ્લિમ – શીખ કે ઈસાઈ ધર્મના પંથ મુજબ, તેમના ધર્મગુરુ – મૌલવીઓ મુજબ કેળવણીને રજૂ કરાય છે. પરંતુ આપણે અત્રે જૈન ધર્મમાં કઈ રીતે, કેવી રીતે કેળવણીનું મહત્ત્વ અપાયું છે તે જોવાનું રહ્યું. જૈન ધર્મ એટલે અનેકાંતવાદનો ધર્મ, ત્યાગનો ધર્મ, તપનો ધર્મ, જ્ઞાનદર્શન-ચારિત્ર્ય ને તપને પીછાણવાનો ધર્મ. અનાદિ આ ધર્મમાં ચોવીસ – ચોવીસ તીર્થંકરો ને તેમના ગણધરો થયા છે, થાય છે ને થતા રહેશે. તેના દ્વારા જે લોકાલોક, પરલોક ને અધોલોકની વિસ્તૃતી અપાણી છે, તે જોતાં જ્ઞાન – 30 જૈનદર્શનમાં કેળવણી વિચાર કેવળી – કેવળજ્ઞાનનું મહત્ત્વ સમજાયું છે. કાળ-કાળની વ્યાખ્યા ને કાળની ક્રૂરતાને પણ ઉત્સર્પિણી ને અવસર્પિણી કાળના ક્રમો રજૂ કરીને આરાઓમાં રજૂ કરી છે. આ કાળના છેલ્લા તીર્થંકર મહાવીર પ્રભુએ સંઘની સ્થાપના કરી ને જે પાયો નાંખ્યા છે તે જ જૈન ધર્મની કેળવણીની સીડી દર્શાવે છે. પ્રભુના સાધુ એ જ ગણધરપદ પામે છે ને પ્રભુના સાધ્વીઓ તેનું વિસ્તૃતીકરણ કરે છે. સાધુસાધ્વી દ્વારા પ્રભુ પાસેથી કેવળજ્ઞાન અવસ્થાનું સંપૂર્ણ માહિતીજ્ઞાન, લેખો, પ્રતો – પુસ્તકોનું પ્રવચનો દ્વારા સંઘના ત્રીજાને ચોથા સભ્ય શ્રાવક ને શ્રાવિકાને અપાય છે ને કેળવણીની ગાડી આગળ ચાલે છે. શ્રાવક-શ્રાવિકા જો સુયોગ્ય રીતે ધર્મને સમજ્યા હશે તો તે પોતાના પરિવારમાં યોગ્ય સુસંસ્કારો ફેલાવી શકશે. એ ધોરણે સંઘોના સહયોગથી કેળવણીની શુભ શરૂઆત પરિવારમાં થાય છે. ગર્ભના સંસ્કારોથી જૈનકુળે જન્મેલ બાળકને પેટગૃહે તો ખૂબ ધર્મ સાંભળ્યો, પરંતુ જન્મ થતાં જ ‘નમસ્કાર મહામંત્ર’ નો સાદ કાનગૃહે સંભળાવાય છે કે જેનાથી જન્મોજન્મના આગલા ભવોની તેની સ્મૃતિ તાજી થતી રહે ને પોતે જીવ ક્યાં પધાર્યા છે તેની અનુભૂતિને જાણી શકે. ગણધરોએ પ્રરૂપેલી કેળવણીની નીતિ મુજબ જૈન ધર્મમાં જૈનશાળા કે પાઠશાળાનું ખૂબજ મહત્ત્વ અપાયું છે. અનેક જાતના જિનભગવંતોના ભક્તોના જીવનચરિત્રોથી માંડી નમસ્કાર મંત્રનો અર્થ, શાશ્વતો મંત્ર, પાપ-પુણ્યની વ્યાખ્યા ને પ્રતિક્રમણ જેવી પાયાની ઓળખ બાલમાનસમાં છવાઈ જાય તેવી રીતે પીરસવામાં આવે છે. જે માટે સાધુ-સાધ્વીને પણ પંડિતો પાસે અભ્યાસ કરાવાય છે ને પાઠશાળાના સાહેબોને પણ સુવ્યવસ્થિત અભ્યાસુને જ શૈક્ષણિક કામગીરી ૩૧

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70