Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 8
________________ એક જ ( ૬ ) એક ક ગયો, “એ લોકોને આટલો વિનય નથી શીખવાડાતો કે, “વડીલો, શિક્ષકો આવે ત્યારે ઉભા થવું જોઈએ, આ લોકોનો ધર્મ આવી ઉદ્ધતાઈ, સ્વચ્છંદતા જ શીખવે છે...” એ મેડમના આગ ઝરતા શબ્દોએ મને અંદરથી સળગાવી નાખ્યો, મારુ ખુન્નસ વધી ગયું, “મારા ધર્મ માટે આ રીતે જેમ તેમ બોલે, એ મારે સાંભળ્યા કરવાનું..” અને મારો જુસ્સો આસમાનને આંબો, કલ્પના પણ ન થઈ શકે એવો નિર્ણય મેં લઈ લીધો, “નિર્ણય લીધો” એમ નહીં, પણ સીધો અમલ જ થઈ ગયો... અચાનક ઉભા થઈને મેડમ કે બીજા બધા કશું સમજે - વિચારે, એ પહેલા તો મેં મેડમના ગાલ પર કચકચાવીને એક જોરદાર લાફો મારી દીધો. લાફો એટલો જોરદાર હતો કે મેડમના ચશ્મા ઉછળીને પાંચ-સાત ફૂટ દૂર જઈને પડયા, આખો કલાસ એક ઝાટકે આંચકા સાથે જગ્યા પર ઉભો થઈ ગયો, હું પોતે પણ ગુસ્સાથી ધ્રુજતો હતો, મેડમના ગાલ પર રીતસર ચાર આંગળા ઉપસી આયા. “હવે શું પરિણામ આવશે... એની માત્ર કલ્પના કરવાની હતી. મેડમ હેબતાઈ ગયા. એમની જીંદગીમાં આ પ્રથમ પ્રસંગ હતો, એક અક્ષર પણ બોલ્યા વિના એ સડસડાટ નીચે ઉતરી ગયા, પણ એમના મનમાં જ ભડભડતો ક્રોધાગ્નિ સૌએ અનુભવ્યો. “સંભવ... તે આ શું કર્યું..” ટીચર માત્ર એટલું જ બોલી શક્યા. મારા મિત્રો મને ઘેરી વળ્યા. પણ શું બોલવું. કોઈને કશી સુઝ ન પડી. ક્વલજ્ઞાન નહી કેવલજ્ઞાન માટે પ્રયત્ન કરો. ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52