Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 41
________________ ૯૯૯૯૯૯(૩૯) ૯૯૯૯૯ રીનાને આવીને કહ્યું, તું જલ્દી સે ચાય પી લે.. થોડા અચ્છા રહેગા.. એટલા બધા જણા વચ્ચે ચા ના એક-બે ઘૂંટડા જ આવ્યા. પણ સારું લાગ્યું. હજી પણ બધા વડાપાંઉ ખાવાની રટ લગાડીને બેઠા હતાં. અચાનક સાડા નવ વાગ્યે ફરી પાછા દરવાજે ટકોરા પડયાં. એક છોકરો કાંઈ ખાવાનું લઈને ઉભો હતો. બધાએ પૂછયું, કિસને ભેજા.. ક્યા હૈ.. છોકરો કહે, પતા નહિં, શેઠને બોલા ઉપર ઓફિસમેં પુલાવ દે કે આ... આ બાજુ બધા ખુશ થઈને પુલાવ લઈને અંદર આવ્યા. ખોલીને જોયું તો સાદો ભાત જીરામાં વઘારેલો. બાકી બીજુ કાંઈ ન હતું. અને બધા જોરથી બોલી ઉઠયા રીના... તું યે ખા સકતી હૈ.. ઈસમેં કુછ ભી નહિ હૈ.... ના પ્યાઝ... ના ગાજર... યે તો જૈન હૈ. ... બધા ખુશ થઈ ગયા. સાથે સાથે આશ્ચર્ય પણ પામ્યા કે આફિસની નીચેની ઓફિસમાં કયારેય પણ જૈન ખાવાનું બનતું નથી. તો આજે અચાનક જૈન પુલાવ... ત્યારે બધાને એ જ વિચાર આવ્યો અને બોલી ઉઠ્યા કે રીના... તેરે ભગવાન ને હી તેરે લીયે યે ભેજા હૈ. વરના અપને આપ વો હોટલવાલા ઐસે ખાના ભેજે ઔર વો ભી જૈન... હેટ્સ ઓફ ટુ યોર જૈન ધર્મ... અને આમ રીનાની શ્રધ્ધા જોઈને આજે પણ એ અજૈન મિત્રો જૈન ધર્મના વખાણ કરતાં થાકતાં નથી. જૈનમ્ જયતિ શાસનમ્. રાત્રી ભોજનનું પાપ ન છોડી શકનાર રીનાની કંદમૂળ ત્યાગની ભાવનાની અનુમોદના... ૧૮. ડાયાલિસીસ કેન્સલ વડોદરામાં નિઝામપુરામાં ઉષાબહેનના ઘરે શ્રી આદીશ્વર ભગવાનનું ઘર દહેરાસર છે. તેમને આઠ-દસ વર્ષથી ઈચ્છાનું દમન નહિ શમન કરો. Jain Educato rratura Personal & Private use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52