Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 40
________________ (૩૮) જ સુધી આવી ગયું હતું. આગળ વધવું ખૂબ જ મુશ્કેલ થઈ પડ્યું. જીવનું જોખમ લાગતું હતું. બધાએ પાછા ઓફિસમાં જ રાત રોકાવવાનો નિર્ણય કર્યો. ઓફિસ પાછા ફરતી વખતે રસ્તામાં વડાપાંઉવાળો દેખાયો. ઓફિસના સ્ટાફ જે અજૈન(મરાઠી, સાઉથઈન્ડીયન, વૈષ્ણવો હતાં, તે લોકોએ પોતાની માટે વડાપાંઉ, બટાકાવડા લઈ લીધા. પણ યાદ આવ્યું કે રીના તો જૈન છે આ બધુ નહિ ખાય. એટલે એની માટે સૂકો ચેવડો લીધો. જેમ તેમ કરીને ૭ વાગ્યે પાછા ઓફિસે પહોંચ્યા. ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ઓફિસ હતી. આજુબાજુ કારખાના પણ બંધ, બધુ બંધ હતું, ઓફિસમાં ન લાઈટ ચાલુ કે ન ફોન ચાલુ. થોડીવાર રહીને બધા વડાપાંઉ ખાવા લાગ્યા અને રીના માટે ચેવડો આપ્યો. ચેવડામાં લસણની વાસ આવી. રીનાએ કહ્યું આ મને નહિં ચાલે. બધા લોકો વિચારમાં પડી ગયા. હવે શું કરવું... પછી રીનાને સમજાવવા લાગ્યા કે તારે કાંઈક તો ખાવું જ પડશે. ખાઈશ નહિં તો આટલી બધી ભીની થઈ છે તો ઠંડીથી મરી જઈશ. ખાધા વગર ગરમી કેવી રીતે આવશે.. રીના પર આ વાતની કોઈ અસર ના પડી. બધા એને મસ્તીમાં કહેવા લાગ્યા કે... દેખ, અંધેરા હો ગયા હૈ, ભગવાન ભી નહિ દેખ રહે હૈ, તું ખાલે, વરના મર જાયેગી... પણ રીના ને જિનાજ્ઞા પર શ્રધ્ધા અતૂટ એટલે ટસ ની મસ ન થઈ. બધા સમજાવતા હતાં એટલી વારમાં જ અચાનક દરવાજા પર કોઈક આવ્યું જોયું તો ચા વાળો હતો. પણ ઓફિસમાંથી તો કોઈએ ઓર્ડર આપ્યો ન હતો. પાછળથી ખબર પડી કે એ છોકરો નવો હતો અને બીજા કોઈને ચા આપવાની હતી ને ભૂલથી અહીં આવી ગયો હતો. બધાએ કહ્યું કે ચા રાખીને જા અને ( સંવેદનશીલ અને સહનશીલ બનશો તોસમાધિશીલ બનશો.) lain sare e rs - ---- -- ---- - ----- jamemoraty.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52