Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 43
________________ ૪૯ ૯ ૯૦૯૨૯ (૪૧) ૯ કલાક ત્રીજે માળ રહે છે. લિફ્ટ છે નથી. તો પણ ભગવાનની સેવા પૂજા કરવા જાય છે.' - ૨૦. દુઃખમાં સમતા | અરવિંદભાઈ રેલ્વેમાંથી ઉતરવા જતા પગ ચૂકી ગયા અને પાટા બાજુ પડયા. હાથ અધ્ધર થઈ ગયા. એ જ સમયે ટ્રેન ઉપડી. સતત નવકાર ગણતા રહ્યા. પૂરા અઢાર ડબ્બા પસાર થઈ ગયા. ધર્મ પ્રત્યે અતૂટ શ્રધ્ધા હતી. ટ્રેન ગયા પછી અન્ય વ્યકિતઓએ પ્લેટફોર્મ ઉપર સુવાડ્યા. ડાબો હાથ છૂટો પડી ગયો હતો. બધા કપડાં લોહીવાળા થયા હતા. સમતાભાવ રાખી સર્વેને તેમની પુત્રીનો નંબર આપ્યો. મને આ હોસ્પિટલમાં લઈ જજો વિગેરે માર્ગદર્શન આપતા રહ્યા. આવી ભયંકર પરિસ્થિતિમાં પણ બોલ્યા કે ભગવાને ડાબો હાથ લઈ લીધો. જમણો હાથ મજબૂત છે. મારી પુત્રી આવે તે પહેલા લોહીવાળા કપડાં ફાડી નાખો નહી તો તે બેભાન થઈ જશે. સર્વેના આંખમાં આંસુ હતા. તેઓ નવકાર સ્મરણ કરતા હતા. આજે ડાબો હાથ નથી. ત્યારબાદ પત્નીની માંદગી આવતા ખૂબ જ સેવા કરી. પત્નીને પણ હસતા મોએ વિદાય આપી. આજે ૬૫ વર્ષની ઉંમરે એકલા રહી સમતાભાવથી ધર્મમય જીવન ગુજારે છે.આ વર્ષે પાલીતાણા ચોમાસું કરવા ગયા છે. ધન્યવાદને પાત્ર છે. અઘરા દુઃખો સમતા ભાવથી સહન કરી શકવાની તાકાત ધર્મથી જ મળે તેનું જીવંત ઉદાહરણ છે. જીવનમાં નાના દુઃખો સામેથી સહન કરવાની ટેવ પાડશો તો અંત સમયે દુઃખમાં પણ સમાધિ રાખી શકીશું. (૧) જમવાની થાળી તૈયાર હોય, ભૂખ જોરદાર લાગી હોય, અન્યની ખૂબીઓને વખાણી ન શàતોખામીઓને વખોવા નહી.) Jain Education internauonar For Personaruvate use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52