Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 48
________________ “અહીંથી એક કિ.મી. દૂર વર્ષો જૂની મિલનું કંપાઉન્ડ છે. ઘણાં વર્ષોથી મિલ બંધ પડી છે. તાજેતરમાં એ મિલ કોઈ બિલ્ડરને વેચાઈ છે. મને સમાચાર મળ્યા, આ મિલમાં હવે શોપીંગ સેન્ટરો વિગેરે બનવાનું છે. મિલમાં વર્ષો જુનો પાણીનો હોજ છે, જેમાં સેંકડો માછલા ખેલકૂદ કરી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આ હોજની જગ્યાએ શોપીંગ સેન્ટર બનવાનું હોવાથી આ હોજ હવે પૂરી દેવામાં આવશે. પરંતુ સેંકડો માછલાઓનું શું? બિલ્ડરને માછલાની જીંદગીની ન પડી હોય તે સમજાય, પરંતુ મને વિચાર આવ્યો કે મારે આ માછલાઓને કોઈ પણ રીતે બચાવવા છે. પૂજય શ્રી ! આપ એક વાર સમય કાઢી જો ત્યાં પધારો અને નજર નાખી શકો તો સારું ! હું બધું મારી રીતે કરુ પરંતુ શાસ્ત્ર વિરુદ્ધ કોઈ કાર્ય ન થાય તે આપ જ જણાવી શકો તે માટે આપ પધારો એવી મારી નમ્ર વિનંતી છે.” ચૈત્ર સુદ તેરસના દિવસે મીલનો હોજ જોવા જવાનું થયું. ઢગલાબંધ માછલાઓનું જીવન આજે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતું હતું. ૨૦,૦૦૦થી અધિક માછલાઓની ગણતરી હતી. પૂછતાં જણાવ્યું કે ગુરૂદેવ ! માછીમારો કે જેને માછલા પકડવાનો જ ધંધો છે, તેમનો સંપર્ક ચાલુ છે. માછીમારો કહે છે કે અમારો ધંધો પકડીને વેચી મારવાનો છે, આ રીતે બચાવવાનો નહિ. છતાં મેં એમને વધુ પૈસા આપવાની વાત કરી, માંડ માંડ તૈયાર કર્યા છે. માછીમારો જાળ નાખી આ માછલાઓને જાળમાં પકડશે અને તુરંતજ જોડે સીન્ટેક્ષના મોટા ટાંકાઓમાં તેમને ટ્રાન્સફર કરવામાં આવશે. એ ટાંકાઓના પાણીમાં તેમનું જીવન બચી જશે. મોટી ટ્રકોમાં આવા સીન્ટેક્ષના જીવનનો અંત છે પણ જીવનો અંત નથી. Jain Education internauonar orfersonal Private use-omy www.jamendrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52