Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 44
________________ ત્યારે ૧૦ મિનિટ નવકાર ગણીને પછી જમવા બેસવું. (૨) ભયંકર ગરમીમાં ઘરમાં આવ્યા બાદ ૧૦ મિનિટ પંખો ચાલુ કરવો નહિં. (૩) જમતાં કોઈ વસ્તુનો બરાબર સ્વાદ ન હોય તો પણ તે અંગે બોલવું નહિ. આવા નાના નિયમો આજથી જ ચાલુ કરી શકશોને..! ૨૧. જીનવાણી શ્રવણનો ચમત્કાર ૨૨વર્ષની એ યુવતી. નામ હતું નિશા. એકદમ નાસ્તિક હતી. ધર્મમાં બીલકુલ રસ નહીં. કોઈ દિવસ ભગવાનનું મુખ પણ જોવા ન જાય તેની મમ્મી એકદમ ધર્મિષ્ઠ: મા સેવા-પૂજા કરે અને ગુરૂવંદન પછી જ નવકારશી પાળે, જયારે દીકરી તદ્દન વિરોધી. હરવું ફરવું, ખાવું-પીવું અને મોજ-મજા કરવી. બસ એ જ એની જીંદગી. મમ્મી ઉપાશ્રયનું નામ દે કે તરત જ ચીડ કરે. તે તેની માને કહેતી કે જયારે તું ઉપાશ્રય જાય ત્યારે ચાવી બાજુમાં આપીને જવી, જેથી ચાવી લેવા પણ ઉપાશ્રયમાં આવવું ન પડે. એક દિવસ એવું બન્યું કે તેની મમ્મી ઉપાશ્રય જતાં ઉતાવળમાં ચાવી બાજુમાં આપવાનું ભૂલી ગઈ. તેથી ચાવી લેવા નિશાએ ઉપાશ્રય જવું પડયું. તે વખતે સાધુ ભગવંતનું વ્યાખ્યાન ચાલતું હતું. નિશા ચાવી લઈને પાછી ફરતી હતી ત્યારે ગુરુદેવના એ શબ્દો.. શું આ માનવ જન્મ વેડફવા માટે મળ્યો છે....? સાંભળીને નિશા અચાનક જ ઉભી રહી ગઈ અને તેને થયું કે લાવને આવી જ છું તો વ્યાખ્યાન સાંભળું અને તે બેસી ગઈ. પછી જેવું વ્યાખ્યાન પુરૂ થયું અને તેને મનમાં ( દીકરાને બેટસમેન નહિ બેસ્ટમેન બનાવજો. Jain Education International or personala Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52