Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 45
________________ ૪૩ વિચાર આવ્યો કે વ્યાખ્યાન કેટલું સરસ હતું ... મેં આટલા વર્ષોમાં આવા કેટલાય વ્યાખ્યાન ગુમાવ્યા. તેણે નક્કી કર્યું કે હું કાલે પણ વ્યાખ્યાન સાંભળવા આવીશ. બસ વ્યાખ્યાનથી તેની આખી જીંદગી બદલાઈ ગઈ. પછી તો રોજ-રોજ વ્યાખ્યાન સાંભળવા આવે અને નાસ્તિક માંથી આસ્તિક બની ગઈ. તેને હવે આ સંસારમાં રસ ન રહ્યો. સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો. ન મનમાં દિક્ષા લેવાનું નક્કી કર્યું. પણ તેના લગ્ન નક્કી થઈ ગયા હતા અને લગ્નની ખરીદી અને તૈયારીઓ પણ થઈ ગઈ હતી. તે લગ્નના આગલા દિવસે ભાગી ગઈ. બધી બાજુ શોધખોળ કરતા કયાંય તેનો પત્તો ન લાગ્યો. આવેલી જાન પાછી ગઈ. પછી બે દિવસ રહીને નિશા ઘરે પાછી આવી. ક્યાં ગઈ હતી? તે પ્રશ્ન પૂછતાં જ નિશાએ જવાબ આપ્યો કે સાધ્વીજી મ. સા. જોડે ગઈ હતી. કારણ કે મારે લગ્ન કરવા નથી. મારે દિક્ષા લેવી છે. મારે આ સંસારમાં પડવું નથી. જો હું તમને પહેલા મારા દિક્ષાના ભાવ જણાવતી તો તમે મને ના જ પાડતા. અને જબરજસ્તી મારા લગ્ન કરાવતા. મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. બસ પછી તો નિશા સંયમ પંથે જવા આગળ ને આગળ વધતી ગઈ. અને અંતે દિક્ષા લીધી. બસ, એક જ વ્યાખ્યાને તેને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી મોક્ષમાર્ગ સુધી પહોંચાડી. ખરેખર આપણાં ધર્મમાં જીનદર્શન કરતાં પહેલાં જિનવાણી શ્રવણને વધારે મહત્વ અપાયું છે. અકબર બાદશાહ યુધ્ધભૂમિમાં પણ ગુરૂભગતને જોડે લઈ જતાં, યુધ્ધભૂમિમાં રોજ જિનવાણીશ્રવણ કર્યા બાદ જ બીજાને જાણકારી આપજો પણ જાકારો ન આપતા. For Personal & Private Use Only Jain Education International www.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52