________________
૯૯૦૯૯(૩૭) ઉત્તમ ખરા કે નહિ! તે મને મારે તો પણ હું પ્રસન્ન રહી શકું કે નહિ.
હું તો આ અનુમોદનીય કથની સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ. બંનેની ગુણ ગરિમા પ્રત્યે મારુ હૈયુ નમ્ર બની ગયું.
હાથ જોડી પગે પડવાની વ્યવહારિક ક્રિયા મારા સાધુવેશના કારણે હું ના કરી શકી. કમાલ છે શુભ-દેષ્ટા અને સહિષ્ણુ એ પરમ શ્રાવિકાને!! કમાલ છે પત્નીને ધર્મમાં સહાયક બનનાર પતિદેવ ને !!
ક ૧૭. આપત્તિમાં ધર્મ દઢતા વહુની ધર્મદઢતાનો પ્રસંગ સાસુના શબ્દોમાં વાંચીએ..
ઈન્ટીરીયર ડીઝાઈનર નું ભણેલી, મારી વહુ રીના, જયારે કુંવારી હતી ત્યારે આર્કિટેક્ટની ઓફિસમાં અંધેરી ઈન્ટર્નશીપ કરતી હતી. પ્રસંગ છે ર૬ જુલાઈ ૨૦૦૫ના ધોધમાર વરસાદનો જન્મથી જ કયારેય પણ કંદમૂળ ચાખ્યું નથી. એ દિવસે ખૂબ વરસાદ હતો. બપોરના ૨, ૨.૩૦ વાગ્યાની આસપાસ, એની મમ્મીનો ભારે વરસાદમાં વહેલા નીકળી જવાનો ફોન આવતાં ઓફિસમાંથી નીકળી. સાથે બધા જ સ્ટાફના લોકો પણ નીકળી ગયા. ધીરે ધીરે વરસાદની માત્રા વધી રહી હતી. બસ માટે રાહ જોતા હતા પણ ઘણી વાર સુધી બસ ન આવતાં, સહારા રોડ પર આવી બસ પકડી બસમાં બેઠા. થોડો એવો નાસ્તો જે ઘરેથી લાવી હતી, તે બધાને થોડો થોડો આપી દીધો. પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું. બસ આગળ વધવાનું નામ જ લેતી ન હતી. તો બધાએ બસમાંથી ઉતરી, ચાલીને હાઈવે પહોંચવાનું નક્કી કર્યું. પાણી ગળા ( સંસારમાં સાક્ષીભાવ અને ધર્મમાં સમર્પણભાવ ઉત્તમ. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org