Book Title: Jain Adarsh Prasango Part 11
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 37
________________ (૩૫) પિતાજીએ ફરી ગુસ્સામાં પૂછયું, “બોલ ! હવે લગ્ન માટે તૈયારને? ના પાડવા માટે હું અસમર્થ બની પણ સંસારમાં નહિ લેપાવાની ઈચ્છાવાળી હું હા પણ ના બોલી શકી. તેથી મૌન રહી. - ઘરના સમજી ગયા કે હવે આનુ ચાલવાનું નથી. તેથી સારા મૂરતીયા સાથે લગ્ન નક્કી થયાં. ચોરીના ફેરા ફરાઈ ગયા અને અને સાહેબજી ધ્રુસ્કે ધ્રુસ્કે શ્રાવિકા રડવા લાગ્યા) હું સંસારના કાદવમાં ખૂંપી ગઈ. દિવસો, મહિનાઓ વિતતાં બે વર્ષ જોતજોતામાં વીતી ગયાં. લગભગ ૨૬ વર્ષની મારી ઉંમર હતી, આરાધના વિગેરે સુંદર ચાલતી હતી અને સંઘમાં મોટા આચાર્ય ભગવંત પધાર્યા. સામૈયું થયું. વ્યાખ્યાન ગોઠવાયું. પતિદેવ પણ ભૂલથી એ દિવસે વ્યાખ્યાનમાં આવ્યાં. આચાર્ય ભગવંતે સરસ રીતે ઉપદેશ આપ્યો. તેમાં બ્રહ્મચર્યનો મહિમા અને બ્રહ્મચર્યની ભયંકરતા ખૂબ ચોટદાર શૈલીમાં સમજાવી. વ્યાખ્યાન પૂર્ણ થયું એ દિવસે સાંજે પતિદેવશ્રીને જમાડયાં પછી નિરાંતે બેઠેલા ત્યારે હું એમના પગ આગળ જઈને ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી. એમને મારા પર ખૂબ પ્રેમ તેથી મારું રુદન જોઈ ન શક્યાં. મને શાંત પાડી રડવાનું કારણ પૂછયું માંડ માંડ શાંત થઈ ભીના સ્વરે બોલવાનું શરૂ કર્યું. પતિદેવ નાનપણથી ધર્મ ખૂબ ગમે, ૧૮ વર્ષે દીક્ષા લેવાની તીવ્ર ઝંખના થઈ હતી. ઘરે વાત મૂકી, પિતાજીનો ભયંકર આક્રોશ ઠલવાયો. વાત પડતી મુકાઈ. છેવટે લગ્ન તો ( મોલ, મેઈલ, મોબાઈલના યુગમાં શાંતિગઈમસાણમાં. ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52